K K Shah school - Wankaner

K K Shah school - Wankaner ONE OF THE BEST SCHOOL IN MORBI DISTRICT...

શ્રીમતી વી. એસ. શાહ અને શ્રી કે. કે. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા નું વર્ષ ૨૦૨૫-૨૬ નું ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ નું ઝળહળતું...
05/05/2026

શ્રીમતી વી. એસ. શાહ અને શ્રી કે. કે. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા નું વર્ષ ૨૦૨૫-૨૬ નું ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ નું ઝળહળતું પરિણામ.

શ્રીમતી વી. એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા ( સાયન્સ વિભાગ) ની ધોરણ ૧૨ ની વિધાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ એ આ વર્ષે લેવાયેલ...
19/02/2026

શ્રીમતી વી. એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા ( સાયન્સ વિભાગ) ની ધોરણ ૧૨ ની વિધાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ એ આ વર્ષે લેવાયેલ JEE MAINS ની એક્ઝામ માં ૯૦.૯૫ PR લાવીને શાળાનું નામ રોશન કરેલ છે.
આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખશ્રી, સર્વે ટ્રસ્ટીશ્રીઓ, પ્રધાનાચાર્ય અને સર્વે આચાર્યશ્રીઓ દ્વારા સૌમ્યા ને હર્ષની લાગણી સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

27/01/2026

વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ ખાતે ૭૭ મા પ્રજાસતાક પર્વ ની ઉજવણી....

આજરોજ શ્રીમતી વી.એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ની ધોરણ 12 ની વાલી મીટીંગ યોજાય હતી. જેનું સંચાલનશ્રી નિલ...
03/01/2026

આજરોજ શ્રીમતી વી.એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ની ધોરણ 12 ની વાલી મીટીંગ યોજાય હતી. જેનું સંચાલન
શ્રી નિલેશભાઈ ધોકિયા દ્વારા થયેલ હતું.
શાળાકીય વ્યવસ્થાઓ ની માહિતી શ્રી સચિન ભાઈ કામદાર દ્વારા આપવામાં આવેલ હતી.
NEET, GUJCET અને થીયરીની પૂર્વ તૈયારીઓ વિશે માહિતી શ્રી મિતુલભાઈ દ્વારા અપાઈ હતી. અને ત્યારબાદ વાલીઓને અને વિદ્યાર્થીઓને ખૂબ સરળ અને સચોટ માર્ગદર્શન પ્રમુખશ્રી વિનુભાઈ રૂપારેલીયા અને ટ્રસ્ટી શ્રી કલ્પેંદુભાઈ મહેતા દ્વારા આપવામાં આવેલ હતું. અંતે આભાર દર્શન શ્રીમતી કલ્પનાબેન રૂપપરા દ્વારા કરવામાં આવેલ હતું અને રજીસ્ટ્રેશન, બેઠક વ્યવસ્થા અને ચા ની વ્યવસ્થા શ્રી ઋષિકેશભાઈ રાવલ અને શ્રી વિપુલભાઈ અણિયારીયા દ્વારા થયેલ હતી. ટોટલ ૩૦ જેટલા વાલીઓએ આ સંમેલન નો લાભ લીધેલ હતો.

આજે દિનાંક 11મી ઓક્ટોબરના રોજ શ્રી કે. કે.શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વદેશી વસ્તુઓ...
11/10/2025

આજે દિનાંક 11મી ઓક્ટોબરના રોજ શ્રી કે. કે.શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વદેશી વસ્તુઓ નો વપરાશ કરવાની આદત પડે અને સાથે સાથે *Nation First* નો ભાવ તેમના જીવનમાં પ્રસ્થાપિત થાય તેવા હેતુ સાથે *સ્વદેશી જાગરૂ કતા રેલીનું* આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો આ રેલીને ટ્રસ્ટી શ્રી અમરશીભાઈ મઢવી તથા પ્રધાનાચાર્ય શ્રી માધવજીભાઈ વેગડાએ લીલી ઝંડી આપી હતી. આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી અને લોકોમાં સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેની જાગૃતિ લાવવાનો એક પ્રયાસ હતો જેમાં વિદ્યાલયના આચાર્ય શ્રી ભુપતભાઈ છૈયા, શ્રીકલ્પેશભાઈ ભટ્ટ, શ્રી વિશ્વેશભાઈ પંડ્યા જોડાયા હતા.

તારીખ ૩૦/૦૯/૨૫, મંગળવાર ના રોજ શ્રી કે. કે. શાહ માધ્યમિક વિધાલય ના હોલ માં શ્રીમતિ વી. એસ. શાહ ઉ. મા. શાળા ( સાયન્સ વિભા...
02/10/2025

તારીખ ૩૦/૦૯/૨૫, મંગળવાર ના રોજ શ્રી કે. કે. શાહ માધ્યમિક વિધાલય ના હોલ માં શ્રીમતિ વી. એસ. શાહ ઉ. મા. શાળા ( સાયન્સ વિભાગ ) ના ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થી ભાઇઓ તથા બહેનો માટે "નવરાત્રી રાસોત્સવ" નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ સાયન્સ વિભાગ ના આચાર્યશ્રીઓ શ્રી ઋષિકેશભાઇ રાવલ, કલ્પનાબેન રૂપપરા તથા શ્રી વિપુલભાઈ અણિયારીયા દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં દરેક વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
કાર્યક્રમ ના અંતે દરેક વિધાર્થીઓએ આઇસક્રીમ ની મજા માણી કાર્યક્રમ સંપન્ન કરેલ હતો.

ગઈકાલે શ્રીમતી વી. એસ. શાહ ( સાયન્સ પ્રવાહ ) ના વાલી સંમેલન નું આયોજન થયેલ હતું. જેમાં શાળાના પ્રમુખ શ્રી વિનુભાઈ રૂપારે...
13/08/2025

ગઈકાલે શ્રીમતી વી. એસ. શાહ ( સાયન્સ પ્રવાહ ) ના વાલી સંમેલન નું આયોજન થયેલ હતું. જેમાં શાળાના પ્રમુખ શ્રી વિનુભાઈ રૂપારેલિયા, ટ્રસ્ટી શ્રી અમરશીભાઈ મઢવી, પ્રધાનચાર્ય શ્રી માધવજીભાઈ વેગડા, સર્વે આચાર્યશ્રીઓ, સઘન શિક્ષણ માટે રાજકોટ થી આવતી NEET/ગુજકેટ/JEE ની ટીમ, ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ તથા અંદાજિત ૧૧૦ જેટલા વાલીશ્રીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય અને એક શ્લોકી વંદના થી કરવામાં આવેલ હતી. ત્યારબાદ સ્વાગત પરિચય, સંસ્થાકીય માહિતી, શાળામાં લેવાતી વિવિધ પરીક્ષાઓ અને પ્રોગ્રેસ રિપોર્ટ તથા બોર્ડ અને NEET/ગુજકેટ ની માહિતી વિવિધ આચાર્યો દ્વારા આપવામાં આવેલ હતી.
ત્યારબાદ ટ્રસ્ટીશ્રી અને પ્રમુખશ્રી દ્વારા મહેનત નું મહત્વ અને સાયન્સ વિધાર્થીઓના ભવિષ્ય માટે કેટલું લાભકારક છે તેના વિશે સરળ પણ સચોટ ભાષામાં સમજાવવામાં આવ્યું. આભારવિધિ બાદ કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શ્રી ઋષિકેશભાઇ રાવલ દ્વારા થયેલ હતું

Address

Opp. Doshi College, Rajkot Road
Wankaner
363621

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 1pm
Saturday 7:30am - 1pm

Telephone

+912828220916

Alerts

Be the first to know and let us send you an email when K K Shah school - Wankaner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to K K Shah school - Wankaner:

Shortcuts

Share

Category