26/04/2026
શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ પૂર્વ પ્રાથમિક અને વિદ્યા ગુર્જરી પ્રાથમિક/માધ્યમિક શાળામાં તા.20/04/2026ને સોમવારના રોજ થી તા.24/04/2026ને શુક્રવાર સુધી પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
તા.20/04/2026ને સોમવારના રોજ શાળાના ટ્રસ્ટી માન.શ્રી કેયુરભાઈ શાહના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી સમર કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.
કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના પ્રાર્થનાવૃંદની વિદ્યાર્થીનીઓ દ્વારા પરમ કૃપાળું પરમાત્માની આરાધના કરી કરવામાં આવી. અતિથિ વિશેષ તરીકે પધારેલ ટ્રસ્ટી માન.શ્રી કેયુરભાઈ શાહનું શાળાના આચાર્યશ્રીએ પૂષ્પગુચ્છ આપી શાબ્દિક ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમજ પાંચ દિવસના કાર્યક્રમની રૂપરેખા આપી અને આજના ડિજીટલ યુગમાં બાળકો મોબાઇલ, ઇન્ટરનેટની બહાર નીકળે અને કુદરતી વાતાવરણમાં વિવિધ પ્રવૃતિઓ શીખે જેમ કે નવી-નવી રમતો,આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ,કરાટે, પેઇન્ટિંગ અને માટી કામ વગેરે જેવી માહિતી આપી.
સમર કેમ્પમા બે દિવસીય ઓફ કેમ્પ માટે પદમડુંગરી ઈકોટુરીઝમ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન બાળકોને ખગોળ વિજ્ઞાનની સમજ આપવામા આવી ટ્રેકિંગમાં બાળકોને બોટનીના શિક્ષકશ્રી અર્પિતભાઈ ગામીત દ્વારા બાળકોને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષોની ઔષધીય ઉપયોગો અને વનસ્પતિના વૈજ્ઞાનિક નામો વિશે માહિતી આપવામાં આવી.
આમ, પાંચ દિવસીય કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.