01/10/2025
એસ. ટી. ટી કોલેજ, વિસનગરમા પ્લેસમેન્ટ સેલ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત એસ. ટી. ટી કોલેજ, વિસનગરમા તારીખ.૦૧/૧૦/૨૦૨૫ના રોજ * કેરિયર કાઉન્સેલિંગ * અંતર્ગત તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તજજ્ઞ તરીકે ડો. મહેશભાઈ કે.ચૌધરી ( અધ્યાપક, કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજ, દરામલી ) ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને આવનારા સમયમાં જે તે ભરતી પક્રિયા અને તેના માટે ની સજ્જતા કેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. કેરિયર કાઉન્સેલિંગ અંગેની વિસ્તૃત સમજ આપી હતી. તેમજ શિક્ષક તરીકે ની ભૂમિકા અને તેની ફરજો અંગે સુંદર સમજ આપી હતી. સર્વે તાલીમાર્થીઓને તેમના તફથી પુસ્તક આપી હતી. તાલીમાર્થીઓએ રસ પૂર્વક તજજ્ઞ વ્યાખ્યાન સાભળ્યું હતું અને પ્રશ્ન પૂછી સમાધાન મેળવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. અશોક જે. દેસાઇએ ડો. મહેશભાઈ કે.ચૌધરી આભાર માન્યો હતો. કોલેજના મે. ટ્રસ્ટી શ્રી. સમીરભાઈ દેસાઇ એ શુભેચ્છા પાઠવી હતી.