Moti Monpari Pay centre school

Moti Monpari Pay centre school Education is the main foundation of a man's progress and discretion
(1)

લોકસાહિત્ય નો એક દુહો છે કે.હસતી આ હરદમ સૃષ્ટિ,રચતી વિધવિધ વેશ,વન વન વિહરતા પ્રાણીઓ,(જાણે) ઝરણાં છુટા કેશ.આવી પ્રકૃતિ ને...
22/02/2025

લોકસાહિત્ય નો એક દુહો છે કે.
હસતી આ હરદમ સૃષ્ટિ,રચતી વિધવિધ વેશ,વન વન વિહરતા પ્રાણીઓ,(જાણે) ઝરણાં છુટા કેશ.

આવી પ્રકૃતિ ને જાણવા અને માણવા માટે શાળામાંથી એક દિવસીય સાસણ પ્રવાસનુ આયોજન કરેલુ.સાસણ પ્રાણી સદન ખાતે શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં વિધાર્થીઓ અને શિક્ષકો એ વન્યપ્રાણી જગત વિશે એક ડોક્યુમેન્ટ્રી પણ નિહાળી હતી.આ એક દિવસીય સહેતુક પ્રવાસ ની તસવીરી ઝલક.

76th Republic day celebration with flag hoisting
26/01/2025

76th Republic day celebration with flag hoisting

76 માં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી મા ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક...
26/01/2025

76 માં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી મા ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા.

આજ રોજ શાળા માં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો અને કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બંને વિષયોમાં પોત પોતાની શાળામ...
13/09/2024

આજ રોજ શાળા માં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો અને કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બંને વિષયોમાં પોત પોતાની શાળામાં જે-તે સ્પર્ધા મા‌ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિજ્ઞાન મેળામાં વિધાર્થીઓ એ બેનમૂન કૃતિઓ રજૂ કરી હતી જેથી નિર્ણાયકો ને પોતાનો નિર્ણય આપવામાં પણ મુશ્કેલી પડી હતી. જોકે વિજ્ઞાન મેળામાં અમારી શાળા નો વિભાગ પ્રથમ અને વિભાગ ત્રીજામાં પ્રથમ નંબર આવ્યો હતો. આ ઉપરાંત કલા ઉત્સવમાં પણ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો તેમાં સંગીત ગાયન વાદન ચિત્ર સ્પર્ધા અને બાલ કવિની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી જેની થીમ 'ગરવી ગુજરાત' એવી હતી. તમામ વિદ્યાર્થીઓએ ખુબ સરસ રજૂઆત કરી હતી. તેમાં બાલકવી વિભાગમાં અમારી શાળાની વિદ્યાર્થીની એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કલા ઉત્સવને અંતે તમામ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આવી રીતે આજનો વિજ્ઞાન મેળો અને કલાઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

આજરોજ  શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતપોતાના મનગમતા વિષયો અન્ય...
05/09/2024

આજરોજ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતપોતાના મનગમતા વિષયો અન્ય વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને તેઓને ખૂબ મજા આવી હતી.

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Mansukh Ramoliya, Vala Sailesh, Rina Vor...
19/08/2024

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Mansukh Ramoliya, Vala Sailesh, Rina Vora, Jaydipsinh Chauhan

19/08/2024
78 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી
15/08/2024

78 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી

સિંહ દિવસ - કવિ દાદ લખેજોગંદ જટાળા,ભુરી લટાળા,ચાલ ચટાળા ચરચાળા,ડણકે ડાઢાળા, ડુંગર ગાળા,સિહણબાળા જોરાળા,મોટા માથાળા,ગજવે ...
10/08/2024

સિંહ દિવસ - કવિ દાદ લખે

જોગંદ જટાળા,ભુરી લટાળા,ચાલ ચટાળા ચરચાળા,ડણકે ડાઢાળા, ડુંગર ગાળા,સિહણબાળા જોરાળા,મોટા માથાળા,ગજવે ગાળા,હરણીયાળા હુંકારી ,
હિરણ હલકારી, જોબન વાળી, નદી રૂપાળી નખરાળી... જીય નદી રૂપાળી નખરાળી

એમ સિંહના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેને અનુલક્ષીને દર વર્ષે 10 ઓગસ્ટે સિંહ દિવસ ઉજવવામાં આવે છે તે અંતર્ગત આજે શાળામાંથી બાળકોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

09/08/2024

બાલ સંસદ ચૂંટણી

Address

Godown Street
Visavadar
362130

Telephone

+19898688094

Website

Alerts

Be the first to know and let us send you an email when Moti Monpari Pay centre school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category