26/02/2020
SSAના School Twinning & Teacher exchange programme અંતર્ગત આજે શ્રી કા-ગામડી પ્રાથમિક શાળા અનુપમ શાળા એવી શ્રી હરિપુરા પ્રાથમિક શાળાની મહેમાન બની હતી. ધોરણ ૬થી ૮ના ૫૭ students આમાં ભાગીદાર બન્યા હતાં. શાળાના સમયે સાડા દસે અમો સૌ પહોચ્યા ત્યારે નિશાળના આચાર્ય સાહેબશ્રી કિરણભાઈની ઉપસ્થિતિમાં તેમની બાલિકાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રાથનાકાર્યક્રમની શરૂઆત;
' ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
થી ખૂબ જ માર્મિક રૂપે હળવાશથી થઈ હતી. સંચાલન નિશાળના વિધ્યાર્થીઓ દ્રારા થઈ રહ્યું હતું. મહેમાન શાળાઓના શિક્ષકો ; આચાર્ય સાહેબ ડિ.જી.એવરા સાહેબ, ધોરણ ૮ના શિક્ષિકા શ્રીમતી નિધિબહેન, ધોરણ ૭ના શિક્ષિકા શ્રીમતી મયુરીબહેન અને શ્રી સુરેશભાઈ 'કશુંક'નું વિશેષ સ્વાગત ત્યાના આચાર્ય સાહેબશ્રી કિરણભાઈ સાહેબ, સાહેબશ્રી નરભેરામભાઈ સુથાર ,શ્રી રઘુભાઈ સાહેબ ,શ્રી સુધીરભાઈ સાહેબ અને શ્રીમતી અંકિતાબહેન, દ્રારા થયું.વિશેષમાં આજે સી.આર.સી સાહેબશ્રી પાંચાભાઈસાહેબે પણ હાજર રહી અવસરને દિપાવ્યો હતો. ત્યારબાદ સ્વાગતગીત રજુ થયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના Students દ્રારા રજુ થયા હતાં. પ્રશ્નોતરી(Quiz) સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં આઠ ટીમોએ ભાગ લીધો વિજેતા ટીમ ક્રમશઃ પ્રેમાનંદ, ડૉ.વિક્રમભાઈ સારાભાઈના વિધ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયાં હતાં. વિવિધ રમતોનું પણ આયોજન કરાયું જેમકે શર્ટદોડ, ફુગ્ગાદોડ અને દોરીકૂદનું આયોજન પણ થયું હતું. મધ્યાહ્ન ભોજનમાં દાતાશ્રી જયરામભાઈ(રહે.બાલુત્રી) તરફથી તમામ નિશાળને અપાયું હતું. આમ આખો દિવસ વ્યસ્ત અને મસ્ત રહ્યો હતો. એક બાળકને જ્યારે પુછવામાં આવ્યું કે; 'તે આજે શું મેળવ્યું' ?, જવાબ હતો 'ખૂબ જ'.
હરિપુરા શાળા વિશે: ૧૯૫૫માં સ્થપાયેલી આ નિશાળમાં અનેક સજ્જનો જન્મી(*) ચુક્યા છે. પરિણામે આ ગામના લોકો શાળા પ્રત્યે વધારે સમર્પિત છે. અનુપમનો દરજ્જો ધરાવતી નિશાળને શબ્દોનું સર્ટિફિકેટ ખપે નહી. છતાં પણ એવું ઘણું બધું છે જે બીજી શાળાઓમાં શાયદ નથી. પહેલા શિક્ષકશ્રી નરભેરામભાઈ સુથાર સાહેબની સેવા કા-ગામડીમાં હતી આ દરમ્યાન આચાર્ય સાહેબશ્રી ડિ.જી.એવરા સાહેબને જાણે કે સરદાર મળ્યા એવું કહી શકાય ! અત્યારે તે આ નિશાળમાં પોતાની સેવા આપી રહ્યા છે. ખેર, આ એક નોધવા જેવી બાબત છે પરંતુ આ દિવસોમાં આવી વાતોમાં શાયદ કોઈને પણ દિલચસ્પી નથી. કિરણભાઈની સેવા અવિરત છે એમનો પરિચય શાળા ખુદ છે એટલે કહેવાની જરૂર રહેતી નથી. વિવિધ ક્ષેત્રે નિશાળ પ્રગતિના શિખરો સર કરે એજ અભિલાષા....