મગોદ ડુંગરી પ્રાથમિક શાળા

  • Home
  • India
  • Valsad
  • મગોદ ડુંગરી પ્રાથમિક શાળા

મગોદ ડુંગરી પ્રાથમિક શાળા મગોદ ડુંગરી પ્રાથમિક શાળા આપનું સ્વા? Contact us on : [email protected] . અમારી મુલાકાત બદલ આભાર સહ – મગોદ ડુંગરી પ્રાથમિક શાળા પરિવાર

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાની મગોદ ડુંગરી પ્રાથમિક શાળા આપનું સ્વાગત કરે છે. આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો ? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે તે ‘‘સમાજ ઉપયોગી’’ પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રહેલો છે, અત્રે આ વેબસાઈટ દ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ વેબસાઈટ અમારા માટે આપ શ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે.

વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ….
27/06/2024

વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ….

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવા પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ નિમિત્તે યુનિફોર્મ અપાયા….નામ જાહેર કરવાની...
27/06/2024

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવા પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ નિમિત્તે યુનિફોર્મ અપાયા….નામ જાહેર કરવાની એમની ઇચ્છા ન હોય અમે એમની લાગણીનું માન રાખીશું….શાળા પરિવાર આપશ્રીનો ઋણી રહેશે….શાળા પરિવારને ગર્વ છે આવા વિદ્યાર્થીઓ પર….

શાળાની લાગણીને સમાચારપત્રમાં સ્થાન આપવા બદલ આપનો આભાર….
12/09/2023

શાળાની લાગણીને સમાચારપત્રમાં સ્થાન આપવા બદલ આપનો આભાર….

11/09/2023

રોટરી ક્લબ ઓફ વલસાડ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પી.ટી. યુનિફોર્મનું વિતરણ તથા શાળાને સ્માર્ટ LED ભેટ સ્વરૂપે અર્પણ કરાયું…કાર્યક્રમમાં રોટરી ક્લબના ડીસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી નિહિરભાઇ દવે તથા BRC Co.મિતેશભાઇની વિશેષ ઉપસ્થિતિ…..રોટરી ક્લબ ફર્સ્ટ લેડી વૈશાલીબેન દવે,રોટરી ક્લબના પ્રમુખશ્રી મનિષભાઇ ભરૂચા,ઇનર વ્હીલ પ્રમુખ શ્રીમતી નેહાબેન ભરૂચા,સેક્રેટરી જપનભાઇ શાહ,શ્રીમતી સ્વાતિબેન શાહ પૂર્વ પ્રમુખ રોટરી ક્લબ…………..,રાહ ચીંધવા બદલ આભાર હર્ષિલભાઇ ભાવસાર….સૌનો ખૂબ ખૂબ આભાર….

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ,અતુલ તરફથી શાળાના બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું…....
19/07/2023

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ,અતુલ તરફથી શાળાના બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું….શાળા પરિવાર આપની સંસ્થાનો આભાર માને છે…..

14/07/2023

રોટરી ક્લબ ઓફ વાપી રીવર સાઇડ અને પાર્કશન કંપનીના સહયોગ થકી શાળાના દરેક વિદ્યાર્થીઓને વિષયદીઠ નોટબુકનું વિતરણ કરાયું…….શાળા પરિવાર આપની ઋણી રહેશે….

Address

Magod Dungri Village
Valsad
396020

Website

Alerts

Be the first to know and let us send you an email when મગોદ ડુંગરી પ્રાથમિક શાળા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to મગોદ ડુંગરી પ્રાથમિક શાળા:

Shortcuts

Share