Sarvoday High School, Segvi

Sarvoday High School, Segvi Sarvoday High School is located in the village named Segvi in Valsad District. It is an educational institution serving best since more than 30 years.

The School is having primary to higher secondary section.

નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમસર્વોદય હાઈસ્કૂલ, સેગવીતારીખ: 17/08/2026સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ખાતે ...
17/08/2026

નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી
તારીખ: 17/08/2026

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ખાતે બ્રહ્મ કુમારી સંસ્થા દ્વારા “નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગે જાગૃતિ લાવવાનો તથા નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ કુમારી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા નશાના વિવિધ સ્વરૂપો તથા તેના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી હાનિકારક અસરો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. નશાની આદતથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતું નુકસાન, અભ્યાસ અને કારકિર્દી પર પડતી વિપરીત અસર તેમજ સામાજિક જીવનમાં ઊભી થતી સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા, પોતાના મિત્રો તથા પરિવારજનોને પણ નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવા અને સમાજમાં નશામુક્તિનો સંદેશ ફેલાવવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નશામુક્ત જીવન જીવવાની તથા નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી, આત્મસંયમ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવાઈ. **“નશામુક્ત યુવા – સ્વસ્થ સમાજ – ઉજ્જવળ રાષ્ટ્ર”**ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું.

સંદેશ:
“નશાને કહો ના, જીવનને કહો હા; નશામુક્ત સમાજ માટે આજે જ સંકલ્પ કરીએ.”

14/08/2026
સર્વોદય હાઈસ્કૂલ, સેગવી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ તેમજ મુખ્યમંત્રી ગ્રામ વિકાસ યોજના અંતર્ગત સ્પર્ધાઓનુ...
18/07/2026

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ
તેમજ
મુખ્યમંત્રી ગ્રામ વિકાસ યોજના અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન

04/07/2026

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી

શનિવારની સવારની શુભ શરૂઆત
હનુમાન ચાલીસા..🙏
શાળાની વિદ્યાર્થીનીઓના સુમધુર સ્વરોથી

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ના સ્થાપક અને શુભચિંતક શ્રી અરવિંદભાઈ પટેલ ને સમગ્ર સર્વોદય પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભે...
19/06/2026

સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ના સ્થાપક અને શુભચિંતક
શ્રી અરવિંદભાઈ પટેલ ને સમગ્ર સર્વોદય પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

રોટરી એકેડેમિક એક્સલેન્સ એવોર્ડ: 2026ધોરણ 10 ની જાહેર બોર્ડ પરીક્ષામાં શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ...
15/06/2026

રોટરી એકેડેમિક એક્સલેન્સ એવોર્ડ: 2026

ધોરણ 10 ની જાહેર બોર્ડ પરીક્ષામાં શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 5000, 3000 અને 2000 રુપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા.

ડો. દિપેશભાઈ શાહ ના નવીન વિચારથી વર્ષ 2020 માં એક શાળાથી શરુ થયેલ આ પ્રવૃત્તિ આજે 22 શાળાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિવિધ દાતાશ્રીઓ દ્વારા ઉત્કૃષ્ટ પરંપરા સ્વરૂપે આગળ વધી રહી છે, જેમાં સહભાગી થવાની અમને સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે. આ માટે DrDipesh Shah અને તમામ દાતાશ્રીઓ ના અમે ૠણી છીએ.

શાળા: સર્વોદય હાઈસ્કૂલ, સેગવી
દાતા: શ્રી વિશાલભાઈ ચાંપાનેરી

પ્રથમ ક્રમ: વિદ્યા નામદેવ નિજાપ
દ્વિતીય ક્રમ: કૃતિ સંતોષભાઈ માંગેલા
તૃતિય ક્રમ: પ્રિન્સ રમણલાલ પટેલ

વિધાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 💐
રોટરી કલબ ના તમામ હોદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને સભ્યશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર 🙏

27/05/2026

સર્વોદય હાઇસ્કૂલ, સેગવી ૪૦ વર્ષની શૈક્ષણિક સફરની ઉજવણી કરી રહી છે. અમે શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ પ્રસંગે ફરી એકવાર ભેગા થવા અને શાળા જીવનની ઉજવણી કરવા આમંત્રણ આપીએ છીએ. તો ચાલો આ ભવ્ય સફરનો ભાગ બનીએ.

https://chat.whatsapp.com/IFFlmEsq0eG3cBg8RiRFn2

શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ ગૃપમાં જોડાવા અનુરોધ છે.

Sarvoday High School, Segvi is celebrating 40 years of Educational journey. We are inviting all past students of the school to reunite on this occasion and celebrate the school life once again. So let's be the part of this glorious journey.

Address

Vad Faliya, Segvi
Valsad
396007

Opening Hours

Monday 10:30am - 4:40pm
Tuesday 10:30am - 4:40pm
Wednesday 10:30am - 4:40pm
Thursday 10:30am - 4:40pm
Friday 10:30am - 4:40pm
Saturday 7:30am - 11:40am

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarvoday High School, Segvi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category