12/08/2025
એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ (ઓટોનોમસ) મુકામે 'રક્તદાન કેમ્પ' નુ આયોજન કરવામાં આવ્યુ
ચારુતર વિદ્યામંડળ સંચાલિત એસ. એમ. પટેલ કૉલેજ ઓફ હોમ સાયન્સ (ઓટોનોમસ) ખાતે એન. એસ. એસ.,એન. સી. સી યોજના, સી.વી.એમ હાયર સેકેન્ડરી એજ્યુકેશન કોમ્લેક્ષ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે 'રક્તદાન કેમ્પ' નુ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન આચાર્ય ડૉ ભાવના ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ. એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ વંદના મોદી અને ડૉ એકતા પંડ્યા તથા એન. સી. સી યોજનાના કેર ટેકર ડૉ પૂનમ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજન દરમિયાન ચારુતર વિદ્યા મંડળના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનિષભાઇ પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી શૈલેષભાઇ પટેલએ પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. કેમ્પમા ડોલીબેન મોહે, આચાર્ય, સી.વી.એમ હાયર સેકેન્ડરી એજ્યુકેશન, અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેડિકલ ઓફિસર ડૉ મનિષભાઇ વાલેશ તથા મેડિકલ સ્ટાફએ હાજરી આપી હતી. કોલેજ દ્વારા કુલ 43 યુનિટ રક્ત એકત્ર કરવામા આવ્યુ હતુ. કેમ્પમાં કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ કલ્પના શ્રીવાસ્ત્વા, જનરલ સેક્રેટરી શ્રિયા શાહ, સેન્ટ્રલ કમિટીના વિદ્યાર્થીઓ, એન એસ. એસ. સ્ટુડન્ટ ઇન્ચાર્જ શિવાની દવે અને ઋષિકા પટેલ, તથા એન. સી. સી વિભાગના સ્ટુડન્ટ ઇન્ચાર્જનો સહકાર સાંપડ્યો હતો.