Kanubhai Purohit Guruji - "prabuddha "
Life Long Learning in Astrology and Vastushastra NoTution fees in advance. GURUDAKSHINA is accepted after completing the course
25/09/2024
17/06/2024
17/06/2024
ગુરુજી શ્રી કનુભાઈ પુરોહિત દ્વારા વર્ષ 2021 માં પંચાંગ ના વર્ગો નું સંચાલન કર્યું હતું અને જ્યોતિષ સંહિતા પંચાગ નું પ્રકાશન અને વિમોચન પણ કર્યું હતું.
તે કાર્ય થી પ્રભાવિત થઈ ને સંદેશ પંચાગ દ્વારા તેમની શાસ્ત્રાર્થ તેમજ મુહૂર્ત વિભાગ અર્થે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
તે નવા ક્ષેત્ર માં જવાબદારી ને સાર્થક કરવા ગત વર્ષો માં જ્યોતિષ તેમજ વાસ્તુ નિયમિત વર્ગો નું આયોજન કરી શક્યા નહોતા.
વિદ્યાર્થી ઓ ની અખૂટ માંગ સામે પંચાગ ના ક્ષેત્ર માં અનુકૂલન સાધી ને સાથે સાથે હવે જ્યોતિષ તેમજ વાસ્તુ ના વર્ગો નું પણ આયોજન કર્યું અને તેનો પ્રારંભ 16 જૂન 2024 ના રોજ ચિત્રા નક્ષત્ર માં કર્યો.
મુહૂર્ત અને નક્ષત્ર હંમેશા તેનો ભાગ ભજવે છે તેનું ઉત્તમ ઉદાહરણ એ જ હતું કે વર્ગ ની ક્ષમતા કરતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ ની સંખ્યા બમણી સમાન હતી અને વિદ્યાર્થી ઓ એ ઊભા રહીને વર્ગ માં હાજરી આપી હતી.
ઉપસ્થિત વિદ્યાર્થી ઓ ની માંગ તેમજ તેમના પરામર્શ બાદ શનિવારે બેઝિક એસ્ટ્રોલોજી અને રવિવારે એડવાન્સ એસ્ટ્રોલોજી એમ બે ભાગ માં વિભાજિત કરી ને શનિ રવી તેઓના વર્ગ નું સંચાલન થશે.
આ શાસ્ત્ર માં રુચિ દાખવવા બદલ અને ભવિષ્ય માં તેના પ્રસાર માટે વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ શુભકામના.
આજના વર્ગ પ્રારંભ ની ઝાંખી આ તસવીરોમાં
I've received 400 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉
06/07/2023
આપણા વેદ અને શાસ્ત્રો ગુરુ પરંપરા થી જ છે. અલગ અલગ વર્ષોમાં ભણી ગયેલા ૨૩, ૨૪, કે કોઈ ૨૬ વર્ષ પહેલાં પણ ભણતા અને આજે તો પોતાના વ્યવસાયમાં ઉચ્ચ પદે રહી, કોઈ નિવૃત્ત પણ ઉપસ્થિત રહી ગુરુમહિમા નું ગાન કરે એ ગૌરવપૂર્ણ છે.
શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી અંકિતભાઈ ગોહિલ અને સાધ્વી હેત પ્રવાસીએ બધા સાથે સંકલન સાધી, સૌને ભેગા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું.
સૌ મિત્રોને ધન્યવાદ, શુભેચ્છા અને શુભાશિષ🎉🎉🌹🌹✋
05/07/2023
ગુરૂપૂર્ણિમા ઉત્સવ
ગુરુજી શ્રી કનુભાઈ પુરોહિત ના વિદ્યાર્થીઓ દ્વારા તા 03.07.2023 ના રોજ ગુરુજી ના કાર્યાલય ખાતે તેમનો ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો. દરેક વિદ્યાર્થી પ્રત્યેક વ્યક્તિગત આશીર્વાદ પ્રાપ્ત કરવા તો આવતી જ હોય છે તેથી સર્વે વિદ્યાર્થીઓ ભેગા થઈને આ ઉત્સવ ઉજવ્યો. આ ઉત્સવ ઉજ્જવા ની બીજી હેતુ તાજેતર માં ગુરુજી ની સંદેશ પ્રત્યક્ષ પંચાગ માં થયેલી નિમણુક ની ખુશી પણ ઉજ્જવાની હતી. અંદાજિત 40 જેટલા વિદ્યાર્થીઓની હાજરી માં આ ઉત્સવ ઉજવાયો. આ ઉત્સવ દરમ્યાન ગુરુજી નું સન્માન , ત્યાર બાદ વિદ્યાર્થી દ્વારા તેમના અનુભવો અને અધ્યયન યાત્રા તથા ગુરુ આશીર્વાદ ને આવરી લેવામાં આવ્યા હતા. અંત માં સાથે મળીને ભોજન પ્રસાદી પણ પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમ નો શ્રેય પ્રત્યેક વિદ્યાર્થી ગણ ને જાય છે તેઓએ દૃશ્ય અદ્ર્શ્ય સ્વરૂપે સૂક્ષ્મ થી અતિ સૂક્ષ્મ યોગદાન આપીને ઉત્સવ ને સફળ બનાવ્યો હતો.
આ ઉત્સવ ની કેમેરા માં ક્લિક કરેલા ક્ષણો
03/07/2023
વર્ષો પછી પણ વિદ્યાર્થીઓ યાદ કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી
કરે સ્મૃતિઓ તાજી કરે એ આનંદ અને ગૌરવની અનુભૂતિ કરાવે છે
સૌને ધન્યવાદ અને શુભેચ્છા 🎉🎉🎉🌹🌹🌹
21/11/2022
આજરોજ તારીખ 21/11/2022 ને સોમવારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના Astrology and Vastushastra ના અભ્યાસwક્રમ માં દાખલ થયેલ વિદ્યાર્થી ઓ ને પ્રમાણપત્ર એનાયત કરવાનો સમારંભ યોજાયો.
આ સમારંભ સાક્ષી તરીકે અધ્યક્ષ સ્થાને સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર જનક અષ્ટપુત્રે રહ્યા. અતિથિ તરીકે રાજગુરુ શ્રી ધ્રુવદત્ત વ્યાસજી અને ખગોળ અને પંચાંગ ક્ષેત્રે કાર્યરત અમદાવાદ ના શ્રી ભૂપેન્દ્રભાઈ ધોળકિયા, સંસ્કૃત મહાવિદ્યાલય ના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડો રામપાલ શુક્લ , શ્રી કનુભાઈ પુરોહિત , ડો શિલ્પાબેન કાપડિયા, શ્રીમતી વર્ષાબેન અને શ્રી મહેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કોર્સમાં કુલ 53 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા જેમાંથી 42 જેટલા વિદ્યાર્થીઓ એ પ્રમાણપત્રો મેળવ્યા.
સેન્ટર ફોર લાઇફ લોંગ લરનિંગ એન્ડ એક્સટેનશન નું આ વર્ષ ગોલ્ડન જ્યુબિલિ વર્ષ છે.
આ સમારંભ માં આમંત્રીતો ને પુસ્તક, પુષ્પ તેમજ સાલ ઓઢાળી ને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષક ગણ ને ભેટ પણ આપવામાં આવી હતી.
વિદ્યાર્થી નાં અનુભવો તેમજ મંચસ્થ મહાનુભાવો ના આશીર્વચન પણ થયા હતાં.
પ્રત્યેક પ્રસંગ ની જેમ આ પ્રસંગે પણ મને Ankit Gohil આમંત્રણ મળ્યું હતું અને સાક્ષી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો તે માટે હું શ્રી કનુભાઈ સર નો ઋણી છું.
આ પ્રસંગ ની યાદગાર તસ્વીર
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Lohana Bldg. , 2nd. Floor, Near Tower, Raopura, Vadodara/
Vadodara
390001
Opening Hours
| Monday | 2pm - 5pm |
| Tuesday | 2pm - 5pm |
| Wednesday | 2pm - 5pm |
| Thursday | 2pm - 5pm |
| Friday | 2pm - 5pm |