Dr.Homibhabha primary school-Noon MSB Vadodara

Dr.Homibhabha primary school-Noon MSB Vadodara 9825305561

13/05/2026
નારી દિવસ નિમિત્તે ટીચર્સ ટોક ઇન્ડિયા દ્વારા  9 માર્ચ રવિવારના રોજ ફ્લેવર ડાઇન હોટેલ માણેજા ખાતે યોજાયેલ અહોપુરુષિ એવોર્...
09/03/2025

નારી દિવસ નિમિત્તે ટીચર્સ ટોક ઇન્ડિયા દ્વારા 9 માર્ચ રવિવારના રોજ ફ્લેવર ડાઇન હોટેલ માણેજા ખાતે યોજાયેલ અહોપુરુષિ એવોર્ડ સેરેમનીમાં ડો. હોમી ભાભા પ્રાથમિક શાળા(બપોર)ના ત્રણ મહિલા શિક્ષકો નૈનિતાબેન પ્રજાપતિ, કવિતાબેન તુવાર અને સોનલબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું. શાળા પરિવાર વતી ત્રણેય બહેનોને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ...🌹🌹🌹🎁🎉🎈

ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ શાળા પરિવારનું નામ રોશન કરવા બદલ ધોરણ 7 ની વિદ્યાર્થિ...
14/10/2024

ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ શાળા પરિવારનું નામ રોશન કરવા બદલ ધોરણ 7 ની વિદ્યાર્થિની તિયર ખુશ્બુ અને માર્ગદર્શક શિક્ષકશ્રી કવિતાબેન તુવારને ખૂબ ખૂબ અભિનંદન....

મન, હૃદય અને બુદ્ધિનો સરવાળો થાય છે જ્ઞાન.આ ત્રણેય જેની પાસે હોય એનું થાય સન્માન.અમારી શાળાના કર્મયોગી શિક્ષિકાબેનશ્રી ડ...
20/09/2024

મન, હૃદય અને બુદ્ધિનો સરવાળો થાય છે જ્ઞાન.
આ ત્રણેય જેની પાસે હોય એનું થાય સન્માન.

અમારી શાળાના કર્મયોગી શિક્ષિકાબેનશ્રી ડૉ.હિરલબેન પટેલને રોટરી ક્લબ ઓફ બરોડા (બન્યન સિટી) દ્વારા શિક્ષકદિન નિમિત્તે સૂર્યા પેલેસ હોટેલ ખાતે આયોજિત સારસ્વત સન્માન સમારોહમાં NATION BUILDER AWARDથી સન્માનિત કરવામાં આવ્યા. શાળા પરિવાર માટે ખૂબ આનંદની પળો.....

શાળા પરિવાર વતી ડૉ. હિરલબેનને અભિનંદનસહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ...💐💐

પ્રથમ સત્રાંત કસોટી સમયપત્રક
10/09/2024

પ્રથમ સત્રાંત કસોટી સમયપત્રક

દેશની ભાવિ પેઢી ભારતીય અંતરીક્ષ મિશનોથી પરિચિત થાય એ હેતુથી 23 મી ઓગસ્ટ ના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કર...
23/08/2024

દેશની ભાવિ પેઢી ભારતીય અંતરીક્ષ મિશનોથી પરિચિત થાય એ હેતુથી 23 મી ઓગસ્ટ ના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે... આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ડો. હોમી ભાભા પ્રાથમિક શાળા (બપોર) મકરપુરા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં સૌપ્રથમ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી અંકુરભાઈ રાઠવા દ્વારા ચંદ્રયાન 3 ના લોન્ચિંગ અને સફળ પ્રસ્થાપન અંગે વીડિયો નિદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્રના ખગોળવિદ એવા અરૂણભાઇ શાહીવાલે દ્વારા વિવિધ ખગોળીય ઘટનાઓ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી... શાળામાં અભ્યાસ કરતા બાળકોપૈકી કેટલાક બાળકોને સૌર મંડળના વિવિધ ગ્રહો તરીકેની ઓળખ આપી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ની ઘટના કઈ રીતે બને છે તે અંગે વિશદ સમજ આપવામાં આવી.. ત્યારબાદ નિકીબેન ત્રિવેદી અને રૂપાલી બેન સુથાર દ્વારા બાળકો પાસે ઈક્લિપ્સ મોડેલ તૈયાર કરાવવામાં આવ્યા... સમગ્ર કાર્યક્રમને બાળકોએ ખૂબ જ વિસ્મયપૂર્વક માણ્યો....

"નારી વંદના" સપ્તાહ અંતર્ગત આજે શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.... સૌ પ્રથમ પ્રાર્થના સભા દરમિયાન  લાલ બહાદુર શાસ્ત્રી...
06/08/2024

"નારી વંદના" સપ્તાહ અંતર્ગત આજે શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.... સૌ પ્રથમ પ્રાર્થના સભા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રી ગીતાબેન પટેલ દ્વારા દીકરીઓ માટે રાજ્ય સરકાર પ્રેરિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી... ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને સેલ્ફ ડિફેન્સ કોચ જાગૃતભાઈ દ્વારા "ગુડ ટચ અને બેડ ટચ" સંદર્ભે વિસ્તૃત સમજ આપવામાં આવી... મધ્યાહન વિરામ બાદ બરોડા સિટીઝન કાઉન્સિલ BCC ના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર શ્રીશિલ્પાબેન ભટ્ટ, પ્રોજેક્ટ મેનેજર શ્રી પરમિંદર માધવાની અને તેમની ટીમ દ્વારા ધો. 5 થી 8 ની દીકરીઓને Menstrual Hygiene અને Mental health સંદર્ભે રસપ્રદ માહિતી આપવામાં આવી. ચાઇલ્ડ હેલ્પલાઇન અને પોક્સો એક્ટની સમજ પણ વિવિધ એનિમેશન ફિલ્મ દ્વારા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેનો ડો. હિરલબેન પટેલ તથા શ્રી કવિતાબેન તુવાર દ્વારા કરવામાં આવ્યું...

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, આયોજિત જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટરન્સ ટેસ્ટ CET માં શાળાના ચાર વિદ્યાર્થીઓનો રા...
01/08/2024

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, આયોજિત જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા
કોમન એન્ટરન્સ ટેસ્ટ CET માં શાળાના ચાર વિદ્યાર્થીઓનો રાજ્ય મેરીટમાં સમાવેશ થયો છે આ તમામ ચાર વિદ્યાર્થીઓ....
1આયુષ શંભુભાઈ સોલંકી
2 લીજા મહેશભાઈ રાઠવા
3 દેવ ગોપાલ કુમાવત
4 શ્રધ્ધા ભરતભાઈ પાટણવાડિયા

તથા માર્ગદર્શક શિક્ષકશ્રી અરવિંદભાઈ રાઠોડને શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન
👏🏻👏🏻👏🏻💐💐💐

Address

Vadodara
390010

Opening Hours

Monday 12am - 5:50pm
Tuesday 12am - 5:50pm
Wednesday 12am - 5:50pm
Thursday 12am - 5:50pm
Friday 12am - 5:50pm
Saturday 11am - 2:30pm

Telephone

+919825305561

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Homibhabha primary school-Noon MSB Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr.Homibhabha primary school-Noon MSB Vadodara:

Shortcuts

Share