Shree Govindrao Maharaj Madhyavarti Primary School,Vadodara

Shree Govindrao Maharaj Madhyavarti Primary School,Vadodara This school provides free education to the students studying from junior KG to 8th Class.

15 ઓગસ્ટ વાલી સંમેલન – 2026શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી શાળા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-2027 અંતર્ગત વાલી સંમેલનનું આયોજ...
16/08/2026

15 ઓગસ્ટ વાલી સંમેલન – 2026
શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી શાળા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-2027 અંતર્ગત વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
વાલીઓ સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, નિયમિત હાજરી, અભ્યાસ પ્રગતિ તથા સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. વાલીઓએ પણ શાળાના શૈક્ષણિક અને વિકાસલક્ષી કાર્યો અંગે પોતાના સૂચનો અને સહયોગ વ્યક્ત કર્યો.
શાળા–વાલી–વિદ્યાર્થીના ત્રિપક્ષીય સહયોગથી જ બાળકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય છે.
#વાલીસંમેલન #શાળા_વાલી_સંવાદ #શૈક્ષણિકવિકાસ #વિદ્યાર્થીવિકાસ #સર્વાંગીવિકાસ #શાળા_પરિવાર #શિક્ષણ #વાલીઓનોસહયોગ

15 ઓગસ્ટ 2026🇮🇳 80મો સ્વાતંત્ર્ય દિવસ – ભવ્ય ઉજવણી 🇮🇳શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી શાળા (સવાર) ખાતે 15 ઓગસ્ટ 2026 ના ર...
16/08/2026

15 ઓગસ્ટ 2026
🇮🇳 80મો સ્વાતંત્ર્ય દિવસ – ભવ્ય ઉજવણી 🇮🇳
શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી શાળા (સવાર) ખાતે 15 ઓગસ્ટ 2026 ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રધ્વજ વંદન, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિદ્યાર્થીઓની વિવિધ સુંદર રજૂઆતો દ્વારા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. ✨
વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોની ઉત્સાહભરી ભાગીદારીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.
“દેશ પ્રત્યેની નિષ્ઠા, એકતા અને રાષ્ટ્રપ્રેમ જ આપણી સાચી ઓળખ છે.” 🇮🇳❤️
જય હિંદ! 🇮🇳
#સ્વાતંત્ર્યદિવસ #જયહિંદ #વંદેમાતરમ્ #દેશભક્તિ #મધ્યવર્તીશાળા

દેશભક્તિના રંગે રંગાયેલી તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવ્યો. હાથમાં લહેરાતો તિરંગો માત્ર ધ્...
14/08/2026

દેશભક્તિના રંગે રંગાયેલી તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવ્યો. હાથમાં લહેરાતો તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ આપણા દેશની આઝાદી, એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે.
ચાલો, તિરંગાનું સન્માન જાળવીને દેશની પ્રગતિ અને એકતા માટે હંમેશાં સંકલ્પબદ્ધ રહીએ.
🇮🇳 હર ઘર તિરંગા 🇮🇳
#તિરંગાયાત્રા #હરઘરતિરંગા #દેશભક્તિ #રાષ્ટ્રપ્રેમ #એકભારતશ્રેષ્ઠભારત

સ્વચ્છ અને હરિત વિદ્યાલય અંતર્ગત સર્વે રજીસ્ટ્રેશન 2026-2027SHVR પોર્ટલ અંતર્ગત શાળાની કામગીરીશાળામાં સ્વચ્છતા, સ્વચ્છ પ...
11/08/2026

સ્વચ્છ અને હરિત વિદ્યાલય અંતર્ગત સર્વે રજીસ્ટ્રેશન 2026-2027
SHVR પોર્ટલ અંતર્ગત શાળાની કામગીરી

શાળામાં સ્વચ્છતા, સ્વચ્છ પાણી, શૌચાલય, કચરા વ્યવસ્થાપન, હરિયાળી, ઊર્જા સંરક્ષણ અને સ્વસ્થ-સુરક્ષિત વાતાવરણ જેવા વિવિધ પાસાઓનું SHVR (Swachh Evam Harit Vidyalaya Rating) અંતર્ગત સ્વ-મૂલ્યાંકન કરવામાં આવ્યું.

🌿 સ્વચ્છ શાળા • હરિત શાળા • સ્વસ્થ શાળા 🌿

#સ્વચ્છશાળા #હરિતશાળા #શાળાવિકાસ

આજરોજ મધ્યવર્તી શાળામાં બેંક ઓફ ઇન્ડિયા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ.
08/08/2026

આજરોજ મધ્યવર્તી શાળામાં બેંક ઓફ ઇન્ડિયા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ.




" જીવન કૌશલ્ય આધારીત બાળમેળો 08/08/2026 ધોરણ 6 થી 8"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત...
08/08/2026

" જીવન કૌશલ્ય આધારીત બાળમેળો 08/08/2026 ધોરણ 6 થી 8"
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવાનું થાય છે.

આ લાઈફસ્કીલ(જીવન કૌશલ્ય) આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા,માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, બાગકામ, કાગળકામ,સાયકલ રિપેરિંગ,કૂકર નો ઉપયોગ, ખોરાકની જાળવણી, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.




"બાળમેળો 07/08/2026 ધોરણ 1 થી 5"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્ત...
08/08/2026

"બાળમેળો 07/08/2026 ધોરણ 1 થી 5"
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવાનું થાય છે.

આ બાળમેળા અને લાઈફસ્કીલ(જીવન કૌશલ્ય) આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા,માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ,ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.






હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને મુલાકાતીઓ મધ્યવર્તી શાળાનું ચોક્કસ લોકેશન Google Maps દ્વારા સરળતાથી શોધી શકશે.શાળાને વધુ સુલ...
20/07/2026

હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને મુલાકાતીઓ મધ્યવર્તી શાળાનું ચોક્કસ લોકેશન Google Maps દ્વારા સરળતાથી શોધી શકશે.શાળાને વધુ સુલભ અને સૌને સરળતાથી પહોંચી શકાય તે માટે ગૂગલ પર લોકેશન એડ કરવામાં આવી છે.

"સચોટ લોકેશન... સરળ પહોંચ... ઉત્તમ શિક્ષણ."

વાલી સંપર્કવિદ્યાર્થીઓનું નિયમિત શાળા આગમન સુનિશ્ચિત થાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આજે ગેરહાજર રહેલા...
18/07/2026

વાલી સંપર્ક
વિદ્યાર્થીઓનું નિયમિત શાળા આગમન સુનિશ્ચિત થાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આજે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો. વાલીઓ સાથે ગેરહાજરીના કારણોની જાણકારી મેળવી બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કરવામાં આવ્યો.
"દરેક બાળક નિયમિત શાળાએ – ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું."

Address

Near Khanderao Market Char Rasta, Dandiyabazar
Vadodara
390001

Opening Hours

Monday 7am - 12:30pm
Tuesday 7am - 12:30pm
Wednesday 7am - 12:30pm
Thursday 7am - 12:30pm
Friday 7am - 12:30pm
Saturday 7am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Govindrao Maharaj Madhyavarti Primary School,Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share