26/09/2026
તારીખ 24/9/2026 ના રોજ શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા, કલાલી ખાતે ' સેવા સંકલ્પ 2026 અભિયાન' અંતર્ગત માર્ગ સલામતી અને નશા મુક્તિ અભિયાન કાર્યક્રમ' માં વોર્ડ પ્રભારી શ્રીમતી કોમલબેન દવે, કાઉન્સિલર શ્રી રીટાબેન બેન સિંગ તથા શકુંતલાબેન વસાવા, વોર્ડના મહામંત્રી રોહનભાઈ પાટીલ અને ચિરાગભાઈ ભટ્ટ, લઘુમતી મોરચા ના શ્રી જાવેદભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા. તદુપરાંત PSI શ્રી ડી. એમ. ચુડાસમા સાહેબ, SOG શાખામાંથી શ્રી આસિફ કાદરી સાહેબ તેમજ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ આનંદ, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ શ્રી સંજનાબેન તથા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતેથી નેહલબેન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા બાળકોને ટ્રાફિક ના નિયમો તથા અન્ય બાબતોથી માહિતગાર કર્યા અને ટ્રાફિક સલામતી અંતર્ગત શપથ લેવડાવવામાં આવી શ્રી જીતેન્દ્રભાઈ આનંદ સાહેબે નશા મુક્તિથી થતા ગેરલાભો અને તેના ભયસ્થાનોથી બાળકોને જાગૃત કર્યા અને નશામુક્ત રહેવાનો સંકલ્પ કરાવ્યો અંતે નેહલબેન ને બાળકોને SHE Team ની કાર્યપ્રણાલીથી અવગત કર્યા, અને તે અંગેની જાણકારી આપી.
#સેવા_સંકલ્પ_અભિયાન2026
#નશામુક્ત_સમાજ
#ટ્રાફિક_નિયમો
#જાગૃતિ_અભિયાન
#વિદ્યાર્થી_જાગૃતિ