19/09/2026
KJIT Campus, Savli ખાતે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજીની ઉપસ્થિતિમાં યોજાયેલ “યુવા સંવાદ” કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.
વિકસિત ભારત @2047ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓ સાથે દેશના ભવિષ્યમાં યુવાનોની ભૂમિકા, તેમના સપનાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ અંગે ખુલ્લો અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો.
આ મુલાકાત માત્ર મંચ પૂરતી સીમિત રહી નહીં...
શૈક્ષણિક, રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે રાત્રિભોજન દરમિયાન અનૌપચારિક વાતચીતનો સુંદર અવસર મળ્યો.
અને પછી આવી એકદમ અલગ સવાર! Football, રસ્સા ખેંચ, Dodgeball, હાસ્ય, ઉત્સાહ અને વિદ્યાર્થીઓ સાથેની મોજમસ્તી!
મહાનુભાવ અને વિદ્યાર્થીઓ વચ્ચેનું આ સરળ, સહજ અને જીવંત જોડાણ સમગ્ર કેમ્પસ માટે એક યાદગાર ક્ષણ બની રહ્યું.
સંવાદથી વિચાર,
વિચારથી સંકલ્પ,
અને સંકલ્પથી વિકસિત ભારત તરફ એક પગલું!