05/09/2024
આજે 5 મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન... ડૉ.સર્વપલ્લીન રાધાકૃષ્ણનનો જન્મ દિન..
શિક્ષણ,ક્ષમા અને કરુણાના સુભગ સમન્વયનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક.દાનવને માનવ સ્વરૂપમાં અને માનવને મહામાનવ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય શિક્ષક જ કરી શકે.
ચાણક્યે સાચું જ કહ્યું છે કે "શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ." વિદ્યાર્થીઓના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવાનું કાર્ય શિક્ષક જ કરે છે.વિધાર્થીઓ માટે આવા સાચા અર્થમાં માર્ગદર્શક, પથદર્શક અને રાહબર એવા સૌ શિક્ષકમિત્રોને દિલથી વંદન...🙏🙏🙏
અમારી શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.જેમા આખો દિવસ વિધાર્થીઓએ શાળા સંચાલન તેમજ શૈક્ષણિક કાર્ય કરાવ્યું.સ્વયં શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સાચે જ શિક્ષકના વ્યવસાયમાં જોડાય એવી શુભેચ્છાઓ... શાળા પરિવાર દ્વારા શિક્ષકદિન કાર્યક્રમનું માર્ગદર્શન કરવામાં આવ્યું...