Sheth V. S. Law College

Call Directions Website Contact the school

Sheth V. S. Law College Sheth V.S. Law College, Unjha is a reputed institution for legal education in North Gujarat.

Established in 1969, the institution has a long-standing history of imparting quality legal education

07/10/2026
15/08/2026

સ્વાતંત્ર દિવસની ઉજવણી ના ભાગ રૂપે શેઠ વી. એસ. લો કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા મહિલાઓ પર થતા બળાત્કાર અને અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કરતો ભાવસભર ગ્રુપ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. નૃત્ય દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને ન્યાયની માગણીને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓની અભિવ્યક્તિએ ઉપસ્થિત સૌને સંવેદનશીલ બનાવ્યા હતા અને ‘મહિલા સુરક્ષા અને સન્માન એ સમાજની સામૂહિક જવાબદારી છે’ એવો સશક્ત સંદેશ આપ્યો હતો.

આજ રોજ ઊંઝા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે કૉલેજ પરિસરમાં આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ધ્વજવંદ...
15/08/2026

આજ રોજ ઊંઝા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે કૉલેજ પરિસરમાં આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરને તિરંગા ધ્વજ, ત્રિરંગી ફુગ્ગાઓ અને સુંદર સજાવટથી શણગારવામાં આવ્યું હતું. જેમાં શેઠ વી. એસ. લો કોલેજ ની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ગ્રુપ ડાંસ રજૂ કરવામાં આવેલ.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાના સંરક્ષણનો સંકલ્પ કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમથી કોલેજ પરિસર ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં રાષ્ટ્રપ્રેમ તથા દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની હતી.

“સ્વતંત્રતા એ માત્ર અધિકાર નથી, પરંતુ તેને જાળવી રાખવાની જવાબદારી પણ છે.”

🇮🇳 જય હિન્દ! જય ભારત! 🇮🇳

વિભાજિત વિભીષિકા સ્મૃતિ દિવસ સંદર્ભે કાર્યક્રમભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ ભોગવેલી પીડા, વિસ્થાપન અને સંઘર્ષની સ્મૃત...
15/08/2026

વિભાજિત વિભીષિકા સ્મૃતિ દિવસ સંદર્ભે કાર્યક્રમ

ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ ભોગવેલી પીડા, વિસ્થાપન અને સંઘર્ષની સ્મૃતિને જીવંત રાખવા માટે ૧૪ ઓગસ્ટના રોજ “વિભાજિત વિભીષિકા સ્મૃતિ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણીના સંદર્ભમાં શેઠ વી. એસ. લો કોલેજ, ઊંઝા ખાતે વિદ્યાર્થીઓમાં ભારતના વિભાજનના ઇતિહાસ, તેની માનવીય અસર તથા તે સમયગાળા દરમિયાન લોકોને વેઠવી પડેલી મુશ્કેલીઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ભારતના વિભાજન સાથે સંકળાયેલા ઐતિહાસિક પ્રસંગો, સ્થળાંતર, માનવીય સંવેદનાઓ તથા એકતા અને શાંતિના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિભાજનની કરુણ ગાથામાંથી મળતા સંદેશો અને રાષ્ટ્રીય એકતાના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને ઇતિહાસમાંથી બોધ લઈ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ભાઈચારો અને શાંતિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો હતો.

સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશના ઇતિહાસ પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ પ્રબળ બની.

Moot Court Day-3
13/08/2026

Moot Court Day-3

13/08/2026

તા. ૧૩/૦૮/૨૦૨૬, ગુરુવારના રોજ ઊંઝા નગરપાલિકા દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શેઠ વી. એસ. લો કોલેજ, ઊંઝાના સમગ્ર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં સૌએ ઉત્સાહભેર તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉત્સાહભરી ભાગીદારીને કારણે સમગ્ર વાતાવરણ ‘તિરંગામય’ અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

આ ત્રિરંગા યાત્રા સૌ માટે ગૌરવ, એકતા અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણાદાયી બની રહી હતી.

તા. ૧૩/૦૮/૨૦૨૬, ગુરુવારના રોજ ઊંઝા નગરપાલિકા દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શેઠ વ...
13/08/2026

તા. ૧૩/૦૮/૨૦૨૬, ગુરુવારના રોજ ઊંઝા નગરપાલિકા દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શેઠ વી. એસ. લો કોલેજ, ઊંઝાના સમગ્ર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં સૌએ ઉત્સાહભેર તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉત્સાહભરી ભાગીદારીને કારણે સમગ્ર વાતાવરણ ‘તિરંગામય’ અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

આ ત્રિરંગા યાત્રા સૌ માટે ગૌરવ, એકતા અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણાદાયી બની રહી હતી.

Address

Shri K. I. Patel(Aries Group) Edu. Campus, Opp. APMC, UNJHA
Unjha
384170

Alerts

Be the first to know and let us send you an email when Sheth V. S. Law College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sheth V. S. Law College:

Shortcuts

Share