The Change Makers of Kesariya

The Change Makers of Kesariya

Share

This page works for improving the education and sports level in the Kesariya village. Mr. J. B. Shingod, GES Class-II.

Photos from The Change Makers of Kesariya's post 27/07/2025

પ્રકૃતિ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત...

પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર - ચીખલ કુબા ગીર પૂર્વ વનવિભાગની મુલાકાતે શ્રી કેસરીયા પે સેંટર શાળા ના વિદ્યાર્થીઓ.






23/07/2025

કેસરીયા ગામના યુવાન શ્રી રવિકુમાર જીણાભાઇ વાજા ની માધ્યમિક શિક્ષણ સહાયક (સરકારી) તરીકે પસંદગી પામવા બદલ કેસરીયા ગામ અને TCMoK ગ્રુપ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

Photos from The Change Makers of Kesariya's post 08/05/2025

12th પછી કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા....

08/05/2025

10મુ ધોરણ પાસ કર્યા પછીના કારકિર્દી માર્ગદર્શન.......

Photos from The Change Makers of Kesariya's post 22/04/2025

આજ રોજ કેસરીયા ગામની “શ્રી કેસરીયા પે સેન્ટર શાળા” (તા. ઉના જી. ગીર સોમનાથ)માં નવા આચાર્યશ્રી શ્રી ચંદુભાઈ વંશ સાહેબ હાજર થયા છે. તેમનું હર્ષની લાગણી સાથે ઉત્સાહપૂર્વક ગામના આગેવાનો અને શિક્ષકગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

TCMoK ગ્રુપ પણ આચાર્યશ્રી સાહેબનું હ્રદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે.

✍️ શિંગોડ દર્શિકા

અવિનાશ રૂપે અજવાળે ઊગ્યા,
શ્રી ચંદુભાઈ વંશ આજ અહીં આવ્યા।
કર્મયોગી, સાદગીના સાચા સાથી,
વિદ્યાર્થીઓના દિલના છે બાધી।

પ્રામાણિકતા જેમનો છે મજબૂત આધાર,
સેવામાં દેખાય તેમનું ઉંડું પરિચાર।
ધર્મની મૂર્તિ, જીવનમાં મર્યાદા પ્રીતિ,
શિક્ષણમાં ભરે સંસ્કારની તૂર્તિ।

શાળા હવે મંદિર સમાન બને,
શ્રી સીએમ સર આશાનું ઝરણું બને।
વિદ્યાર્થીઓ સાથે દોસ્તીનો ભાવ,
સેવામાં દેખાય પ્રેમભાવનો વિભાવ।

અમે નમન કરી આ હર્ષદિવસ ઉજવીએ,
આદરભર્યું હૈયું લઈને સ્વાગત કહીએ।
કેસરિયા શાળાનું આભારી પરિવાર,
તમારા આગમનથી આનંદ ભર્યો સાર।

શ્રદ્ધા, સેવા, શિસ્તના તેજસ્વી વાસ,
શ્રીઅચાર્ય ચંદુભાઈ – શાળાના શ્વાસ।
દરશિકા લખે હૈયાની વાતો,
આદરની છાંયામાં ઉભરી આવે ભાવના રાતો।

સિદ્ધાંતોના પ્રકાશમાં જેમ તારા ઝળકે,
સીએમ સરના પગલાંથી શાળા ધબકે।
દ્રષ્ટિ તેમની દૂરસૂચક અને વિશાળ,
શિષ્યના સપનાને આપે નવો ભવિષ્યલાલ।

શિક્ષક નહીં, માર્ગદર્શક એ સાચા,
હૃદયથી આપે આશીર્વાદના પાટા।
શાળા જગતમાં નવી જ્યોત જગાવી,
શિક્ષણમાં સદ્‌ગુણોની દિવ્ય વહાવી।

વિદ્યાર્થી, શિક્ષક કે ગામ સમૂહ,
તમારી હાજરીથી થયો ગૌરવનો રૂહ।
પંક્તિઓમાં નહીં સમાય તમારું મોલ,
શબ્દો પણ હોય આગળ તમારાં તોલ।

સફળતા પદથી નહીં, પ્રેમ વહેંચવાથી થાય,
એમ તમે દરેક હદ ઓળંગી જીવનમાં ખિલાય।
આજે કેસરિયા શાળા ગાઈ રહી ગીત,
શ્રદ્ધા અને પ્રેમથી સજાયેલું તમારું ચરિત।

આજથી શરૂ થાય સંકલ્પ યાત્રાની વાત,
તમારું નેતૃત્વ અમારું વિશ્વાસભર્યું નાત।
કેસરિયાના આંગણે ખીલે નવું સ્વપ્ન,
શિક્ષણ અને સંસ્કારનો બને મધુર તપ્ન।

સ્વાગત છે તમારું –
હાર્દિક, સન્માનપૂર્વક અને પ્રેમભર્યું,
શબ્દો ઓછા પડે એવા વ્યક્તિત્વનું આવકાર્યુ

તો ચાલો જઈએ એક બદલાવની તરફ....
સરકારી શાળા જ શા માટે?
સરકારી શાળામાં મળતા લાભો:- ફ્રી ફ્રી ફ્રી પાઠ્યપુસ્તકો, નોટબૂક, શિષ્યવૃતિ, યુનિફોર્મ સહાય, દરરોજ પૌસ્ટિક મધ્યાહન ભોજન, વગેરે..
સરકારી શાળાની અન્ય સુવિધાઓ:- સંગીતના સાધનો, રમતના સાધનો અને રમતનું મેદાન, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ(સ્માર્ટ બોર્ડ), વિશાળ કમ્પ્યુટર લેબ, ટેટ ટાટ પાસ અને તાલીમથી સુ-સજ્જ શિક્ષકો, વિશાળ પુસ્તકાલય, આધુનિક ટેકનોલોજીથી સજ્જ વિષય લેબ, વર્ગખંડ..




Photos from The Change Makers of Kesariya's post 18/04/2025

આજ રોજ TCMoKની પ્રથમ ઓનલાઈન મિટિંગ મળી અને તેમાં સાથ, સહકાર અને ઉત્સાહ પૂર્વક સૌ જોડાયા અને પોત પોતાના મંતવ્યો રજૂ કર્યા.

જેમાં નીચે મુજબના સૂચનો અને રજૂઆતો આવી હતી જેના પર પહેલા કામ કરવા જઈ રહ્યા છીએ.
1) ગામમાં હાલ પૂરતી,જ્યાં સુધી નવું બિલ્ડિંગ ના મળે ત્યાં સુધી, કોઈ પણ સારી જગ્યા પર વાંચનાલયની શરૂઆત કરવી.
2) ગામની સરકારી શાળાની જગ્યામાં વધારો કરવો.
3) ગામની શાળાના પરિસરમાં આરોગ્યવિભાગ છે, તેની અલગ જગ્યા પર વ્યવસ્થા કરવી અને શાળાની અંદર વાહનો લઈને ના જવા તેવા નિયમો બનાવવા.
4) ગામની શાળાના પરિસરમાં જ રમતગમતનું મેદાન બને અને બાળકોને રમત પ્રત્યે પણ જાગૃત કરવા.
5) શાળાની આજુબાજુથી થોડી ગંદગી દૂર કરવી, અને શાળાના મકાનને કલર કામ કરી અને સુંદર બનાવવું.
6) શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવું અને બધા વાલીઓ જોડાય તેવા પ્રયત્નો કરવા.
7) શાળાના શિક્ષકો અને વાલીઓ પ્રત્યે આદરભાવ રહે તેવા પ્રયત્નો કરવા.
8) શાળાની શિક્ષણ સમિતિના સભ્યોને સાથ અને સહકાર આપી શાળાની મુલાકાત લેતા રહેવું.
9) શાળામાં નવા આચાર્યશ્રી આવવાના હોય, તેમની જોડે શિક્ષણમાં હાલ ક્યાં ક્યાં પ્રશ્નો છે અને તેને સુધારો કઈ કઈ રીતે કરી શકીએ તે બાબત પર ચર્ચા કરવી.
10) આ ગ્રુપને મારા-તારી, ખેંચા ખેંચી અને ખોટા રાજકારણથી દૂર રાખવું.

Want your school to be the top-listed School/college in Una?

Click here to claim your Sponsored Listing.

Location

Una

Website

Address


ગાંડી ગીરનું કેસરીયા ગામ
Una
362560