05/10/2023
*દિનેશભાઈ શાહ સાહેબ નું સેવાકીય ક્ષેત્રે પ્રદાન*
"વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ !"
ઉમાશંકર જોષી ના આ સુંદર વિચાર ને સાર્થક કરનાર સર્વગુણ સંપન્ન,પ્રતિભાશાળી વ્યક્તિત્વ, મહામાનવ આદરણીય દિનેશભાઇ શાહ સાહેબે અમારા વિસ્તારમાં માનવતાની મહક પ્રસરાવી છે. આદરણીય દિનેશભાઇ શાહ સાહેબની સેવાકીય પ્રવૃર્તિઓ માનવથી લઈને પશુઓ અને પક્ષીઓ સુધી પણ અવિરત સદાવર્તની જેમ વર્ષોથી ચાલી રહી છે જેના અમે સૌ સંપૂર્ણપણે સાક્ષી રહ્યા છીએ.
*શિક્ષણ ક્ષેત્રે*
આદરણીય દિનેશભાઇ શાહ સાહેબે શ્રી સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણનનું સુંદર ભવનનું નિર્માણ કરી વાઘાસણના બાળકોને શહેર કરતાં સારું શિક્ષણ ગામમાં મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ ભેટ આપી છે. આજે તેમના પ્રતાપે સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણ ખાતે 115 (એકસો પંદર) બહેનો ધોરણ 9થી12 માં ચાલુ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે માં 30(ત્રીસ)થી વધુ બહેનો BA/ નર્સિંગ જેવા કોર્ષમાં અભ્યાસ કરી રહી છે .સાહેબ શ્રી તરફથી તેજસ્વી બાળકો ને ઊંચ અભ્યાસ માટે આર્થિક સહાય પણ પ્રાપ્ત થાય છે.આદરણીય સાહેબ શ્રી એ શિક્ષણક્ષેત્રે ગામને આપેલી અમૂલ્ય ભેટ છે.
*ગૌ-સેવા* : આદરણીય સાહેબ શ્રી ગૌ-રક્ષક નદીશાળા,વાઘાસણ તથા અન્ય ગૌ-શાળામાં માસિક એક ગાડી ચારની મોકલાવે છે જેની અંદાજિત ખર્ચ 80થી85 હજાર વચ્ચે રહે છે. આદરણીય સાહેબ શ્રી તરફથી વાર્ષિક 20 લાખ રૂપિયાના ચારાની વ્યવસ્થા થાય છે.
*પાણીની પરબ*: આજથી વર્ષો પહેલા જયારે ગામમાં પીવાની પાણીની સમસ્યા હતી ત્યારે સાહેબ શ્રી અને તેમના પરિવાર તરફથી ગામમાં ભવ્ય પરબો નિર્માણ કરવામાં આવી હતી, જે આજે પણ અકબંધ છે.
*ચબૂતરો-આધુનિક પક્ષીઘર* :
આદરણીય સાહેબશ્રી દ્વારા ગામમાં સુંદર મજાનાં બે ચબૂતરા બનાવવામાં આવ્યા છે. આ ચબૂતરા પર આવતા પક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટે સાહેબ શ્રી વાર્ષિક એક- લાખથી વધુ રૂપિયાની બાજરી પહોચાડે છે.સાહેબશ્રી એ પક્ષીઓના રહેવા માટેની પણ ચિંતા કરી,પક્ષીઓ નિર્ભય રીતે શિયાળો,ઉનાળો કે ચોમાસામાં સલામતી પૂર્વક રહે તે માટે આધુનિક ચબૂતરાનું નિર્માણ કર્યું.
પાલતુ પ્રાણીઓ માટે ભોજન : કુતરા જેવા પ્રાણીઓની ચિંતા કરી તેમને દરરોજ સવારમાં લાડુનું ભોજન વર્ષોથી નિયમિત રીતે એક દિવસ પણ છૂટી ના જાય તે રીતે અવિરત સાહેબશ્રી તરફથી કરવામાં આવી રહ્યું છે.
2015 તથા 2017 પૂરની પરિસ્થિતી : 2015 તથા 2017 ની અતિવૃષ્ટિના લીધે ભારે પૂરની પરિસ્થિતી ઉભી થઈ હતી.તે સમય રાત્રે મોડા સુધી સાહેબ જાગતા રહી ગામના લોકોની ચિંતા કરી હતી અને તેમના તરફથી જરૂરિયાત મંદો ને કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું .માતૃભૂમિ પ્રત્યેનો તેમનો પ્રેમ અવિસ્મરણીય છે.
કોરોના મહામારી વખતે સાહેબ ની સેવાકીય પ્રવૃત્તિ : મોતના સૌથી મોટો ખેલ,લોકોની અંદર ભયંકર ડરના માહોલની વચ્ચે જ્યારે ઓક્સિજનના બાટલા મળે પણ તેના પર લગાવવાના રેગ્યુલેટર ના મળે ત્યારે આદરણીય સાહેબશ્રી એ પોતાના તરફથી 25 રેગ્યુલેટર અને એક લાખ રૂપિયા રોકડા ગામના લોકો માટે મોકલાવી આપ્યા હતા અને આ રેગ્યુલેટર થરાદ થી કરીને પાટણ સુધીના લોકોને ઉપયોગી થયા હતા.આમ,આદરણીય સાહેબશ્રી એ દરેક ક્ષેત્રમાં પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે.
સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર દિનેશભાઈ શાહ સાહેબ આજે તેમની જીવન સફર ના 58વર્ષ પૂર્ણ કરી 59 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.
આ શુભ પ્રસંગે પરમ કૃપાળુ પરમેશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી શ્રી સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણ શાળા પરિવાર તથા વાઘાસણ ગામ તરફથી મંગલકામનાઓ..
જન્મદિવસ મુબારક !!!
Wishing you Many Many Happy Returns of the Day!
Happy Birthday sirji
🍬💐🥳🎂🥳🍬💐