શૂન્યતાનું આકાશ

શૂન્યતાનું આકાશ એક દોસ્ત

30/11/2025
29/11/2025

આપણી જાણ બહાર આપણે બીજાને ગમે તેવું જીવતા થઈ જઈએ છીએ. સાથે રહેનાર તરફ શાંતિ, સ્નેહ અને લાગણી માટે તો ખરું જ પણ અંગત વ્યક્તિની વિદાય પછી એમને ગમે તેવું ... એ આત્મીયને ખુશી થાય એવું... આપોઆપ જીવવા માંડીએ છીએ....જીવવું જોઈએ...

લાગણીનો પડઘો દરેક વખતે જરૂરી નથી હોતો...

-- નીવારોઝીન રાજકુમાર

21/11/2025

ક્યારેક મતભેદ સાથે મનભેદ થાય તોય વાંધો નહીં.અમુક સંબંધો expiry date સાથે જ જન્મ્યા હોય છે. સ્વીકૃતિ લાગે એટલું વધુ પડતું સમાધાની વલણ સારું નહીં.

— નીવારોઝીન રાજકુમાર

20/11/2025

મિત્ર સાથે સંબંધ બગાડવો હોય તો જ ધંધો, કામકાજ કે કોઈ ઉપજાઉ કામ કરાય. કારણ જરાક રોકટોક જરાક પણ અપરિપકવ હોય એવા મિત્ર સાથેનાં સંબંધને નુકસાન કરે છે. તાલી પાડી ખડખડાટ હસાવતો મિત્ર સમય આવ્યે ધક્કો મારી ચોધાર આંસુએ રડાવી પણ શકે છે.

અલગ વ્યવસાયનાં મિત્રો જ રખાય અને એમની સાથે તો ફક્ત મજાકમસ્તી અને પાર્ટીશાર્ટીનાં સંબંધો જ રખાય.

— નીવારોઝીન રાજકુમાર

19/11/2025

સ્ત્રી કે પુરુષનું Perfect હોવું એટલે ગમા અણગમા ન હોય, ગુસ્સો આવતો ન હોય, ઉદાસ થતાં ન હોય, આંખોમાં આંસુ આવતા ન હોય, સુખ દુઃખ અનુભવતા ન હોય, સતત સમાધાનકારી વલણ અપનાવતા હોય, બધાને ખુશ રાખવા જાતે પીડાતા હોય.... એવું નહીં...

પણ આ બધી માનવીય ભાવનાઓ, લાગણીઓ અને મર્યાદાઓ સાથે દરેક સંબંધમાં ખરા ઉતરવું એ...

Men’s day

28/06/2025

Repost

એક સમયની વાત છે....

સવારે છાપું આવે પછી બપોરે કે સાંજે બધા કે પડોશીઓ સાથે કોઈ અકસ્માત કે કોઈ ઘટના વિશે વાતો થતી.... પ્રચાર અને પ્રસારનાં માધ્યમો પાંખા હતા... ધીમે ધીમે માહિતી મળતી રહેતી એટલે દિવસો સુધી ચર્ચા થતી. અફસોસ, દુઃખ, કૂથલી કે પછી મજાક આ બધુ ઓટલે બેસીને જ થતું. કોઈ મરણ વખતે લાંબો સમય પાડોશીઓ અને સગાઓ મુલાકાત લેતા રહેતા અને જૂની વાતો, સંભારણા વગેરે વાગોળતાં જેથી દુઃખી લોકોને રડવાનું.. હળવા થવાનો મોકો મળતો. વડીલો તો જે તે ઘરમાં મહિનાઓ સુધી રહેતા અને સુખ દુઃખમાં ભાગીદાર થતાં...અલબત અમુક વર્તુળ સુધી વાતો ફેલાતી પણ ખરી.

એ સાંભળેલી વાતો અને કોઈનું દુઃખ આપણી રાતની ઊંઘ ઉડાડી દેતાં. કેટલાય દિવસો સુધી એ વિચાર અને એ ભાવ આપણા મનમાં ચકરાવો લેતાં રહેતા. આપણે સંવેદનાથી છલક છલક લાગતા.

ધીમે ધીમે પરિવારો અનેક કારણસર નાના થતાં ગયાં અને જિંદગી જાણે એક ઝડપ પકડી ચૂકી હોય એવું લાગવું શરૂ થયું. અહમ્ અને privacy નાં નામ નીચે પોતાની અંગત વાતો પોતાનાં અંગત લોકો પાસે કરવાની પ્રથા પણ ઘટતી ચાલી. દરેકે પોતાનું યુધ્ધ પોતે લડવું એવી માન્યતા દ્રઢ થઈ અને એટલે ડિપ્રેશન જેવા રોગો વધતાં ચાલ્યાં.

Social media જેવો મોટો ઓટલો આવ્યા પછી તો નિત નવાં રમકડાંથી રમતાં બાળક જેવા આપણે સહુ થઈ ગયા. વાતાવરણ જ એવું ઊભું થયું કે અચાનક સંવેદનની ભરતી આવેલી જણાય...ચર્ચાઓ અને દલીલો.. વિવાદો અને ટપલીઓ ચાલ્યા કરે અને બે ચાર દિવસ પછી કોઈ નવો મુદ્દો હાથમાં આવી જાય અચાનક ઓટ આવી જાય. જાહેર માધ્યમમાં દેખાડો વધુ અને સત્ય ઓછું બહાર આવે એમાંય Screen shot અને forward મેસેજનાં સમયમાં દોસ્ત વધતા રહ્યા પણ ભરોસો ઘટતો કે નહિવત્ રહ્યો.

અને પછી જે શરૂ થયું એ તો અદ્ભુત થયું... આપણે ઘટનાઓને અનુભવવાને બદલે એનું પૃથક્કરણ કરતાં થઈ ગયા. એ અનુભવમાંથી પસાર થયા વગર દરેકનો ન્યાય કરતાં થઈ ગયા. અને એટલે વેદના.. સંવેદના સુધી પહોંચતા અટકી ગયા. મુખ્ય મુદ્દો કે કારણ બાજુ પર રહી જાય અને મનમાં આવેલા વિચારોની ચર્ચા થયા કરે એવું કરતાં થઈ ગયા. ટીવીમાં કોઈ સમાચાર આવે અને વાવાઝોડાની જેમ વોટ્સ એપ કે ફેસબુક કે ટ્વિટરથી તરત ફેલાઈ જાય.. એને સમજીએ, ચગળીએ એ પહેલાં તો કોઈ નવી વાત કે મુદ્દો કે સમાચાર આપણી સામે આવી જાય .....ઝડપથી બદલાતી ચેનલની જેમ આપણી સંવેદના પણ on અને off થતી રહે છે.

અને એટલે..... ગમે તેટલા ઋજુ કે લાગણીશીલ હોઈએ.... અંતે આપણે સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છીએ એવું સાબિત થઈ જાય છે.

#આજે સવારથી વિચારે ચડી છું.

Address

Thane

Alerts

Be the first to know and let us send you an email when શૂન્યતાનું આકાશ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category