Sheth Shri J.B. Upadhyay High School, Mahiyal

Sheth Shri J.B. Upadhyay High School, Mahiyal School Activities and Connect with Students

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો  અમે શેઠશ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલમાં  તારીખ : 13/4/2026 ને સોમવારથી સવારે 09:00 થી 1...
12/04/2026

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો

અમે શેઠશ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલમાં તારીખ : 13/4/2026 ને સોમવારથી સવારે 09:00 થી 10.00 કલાક માટે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રાખવાના છે તે વિદ્યાર્થીઓ માટે ફ્રી બ્રિજ કોર્સ અને ડેમો ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

તો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપેલ હોય તેવા દરેક વિદ્યાર્થી આનો લાભ લે જેથી કરીને 11 વિજ્ઞાન પ્રવાહ શું છે? અને તેમાં મને ફાવશે કે કેમ? તેવા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને મળશે.

ઉપરાંત આ ક્લાસીસ દરમિયાન તમને શાળાના અનુભવી શિક્ષકોનો પરિચય થશે અને તેમની શીખવવાની પદ્ધતિ જાણવાનો પણ આપને મોકો મળશે.

તો આ ક્લાસમાં ધોરણ 10 ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી જોડાય તેવા પ્રયત્ન કરશો.

શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહીયલ

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ખૂબ સરસ રહી હશે અને આપ તે પરિક્ષામાં ઉચ્ચ સફળતા મેળવશો તેવી અભ...
05/04/2026

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

આપની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ખૂબ સરસ રહી હશે અને આપ તે પરિક્ષામાં ઉચ્ચ સફળતા મેળવશો તેવી અભિલાષા રાખીએ છીએ.

અત્યારે હાલ આપના મનમાં ધોરણ 10 પછી શું? એવો પ્રશ્ન રમ્યા કરતો હશે.

તો આપના આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તારીખ 10-4-2026 ને શુક્રવારે શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહીયલમાં "કારકિર્દી માર્ગદર્શન સેમિનાર" આયોજન કરેલ છે. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા આપે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

આ રજીસ્ટ્રેશન માટેની લીંક આપને આ સાથે મોકલી આપવામાં આવે છે તો રજીસ્ટ્રેશન કરી સેમિનારમાં ઉપસ્થિત રહેશો તો આપને આપના કેરિયર અંગે યોગ્ય દિશા સુચન પ્રાપ્ત થશે.
આભાર.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe3PrEgzRLiRjphbEiQ2J8nV2JhuspX5s1IU5ceoL7K429Syg/viewform?usp=header

25/02/2026

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ NSS કેમ્પ અને સમાજ પ્રત્યેનું યોગદાન

14/11/2025

સરદાર પટેલ @150

21/09/2025

જ્યારે શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષા નજીક છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓના મનમાં ઉદ્ભવતા તથા મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થાય અને નવરાત્રી તથા અન્ય પરિબળોની અભ્યાસ પર અસર ન પડે અને વિદ્યાર્થીઓ પ્રથમ સત્રાંત પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તે માટે શાળામાં વાલી મીટીંગ તથા પરીક્ષા માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો તેમાં તમામ વાલીશ્રીઓ ખૂબ ઉત્સાહથી જોડાયા અને સંસ્થા માટેના ખુબ સારા પ્રતિભાવો તેમણે રજૂ કર્યા તે બદલ અમે સૌ શાળા પરિવારના સભ્યો તેમનું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

22/08/2025

શાળામાં fire safty અંગેની મોક ડ્રીલ યોજાઈ

08/08/2025

શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલ માં રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન થયું તેમાં 110 કરતાં વધારે શાળાની દીકરીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની આગવી સુજથી રાખડીનું નિર્માણ કર્યું.

*આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા* *દ્વારા સંચાલિત...
05/08/2025

*આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા* *દ્વારા સંચાલિત આજરોજ જિલ્લા કક્ષાએ હિંમતનગર મુકામે સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલા એથ્લેટિક્સ મહોત્સવ 2025માં શેઠ* *શ્રી જે.બી.ઉપાધ્યાય હાઇસ્કૂલ મહિયલે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં અલગ અલગ 4 સ્પર્ધામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી સાબરકાંઠા જીલ્લા પંથકમાં પોતાનું* *ગૌરવ વધાર્યું હતું.

શાળાએ અંડર 14ની 80 મીટર વિઘ્ન દોડમાં શાળાના વિદ્યાર્થી દિવ્ય અરવિંદભાઈ વાળંદે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ રમવા માટે કવોલિફાઇડ થયા હતા. આ જ સ્પર્ધા under 17માં 400 મીટર દોડમાં કુમાવત મોનુએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. ગર્લ્સમાં અંડર 19 ગોળાફેંકમાં મકવાણા જીનલ પ્રવિણસિંહ દ્વિતીય, ઊંચીકૂદમાં under 14માં ઝાલા દિવ્યાબા સુરેન્દ્રસિંહે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓએ શેઠ શ્રી જે.બી.ઉપાધ્યાય હાઇસ્કૂલ મહિયલનું સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું હતું. શાળાના આચાર્યશ્રી ડૉક્ટર નિલેશભાઇ મહેતાએ બધાજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા કોચ શ્રી નરસિંહભાઇ મેરજીયાનું સન્માન કર્યું હતું.*

મારી શાળા એટલે કે શેઠશ્રી જે. બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલ મોટી શાળા છે.શાળા મોટી હોય એટલે સ્વાભાવિક છે કે ધોરણ 11, 12 પ...
31/07/2025

મારી શાળા એટલે કે શેઠશ્રી જે. બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલ મોટી શાળા છે.શાળા મોટી હોય એટલે સ્વાભાવિક છે કે ધોરણ 11, 12 પણ ચાલતું હોય અને શાળામાં દીકરીઓ પણ મોટી હોય એટલે સ્વાભાવિક રીતે દીકરીઓના સ્વાસ્થ્યની અને સુરક્ષાની ચિંતા થાય.

આ મોટી દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ચિંતા કરીને આજે મારી શાળાની તમામ શિક્ષિકા બહેનોએ શાળાની તમામ વિદ્યાર્થીનીઓને એકત્ર કરીને જાતીય સતામણી, જાતીય સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગેની સચોટ માહિતી આપી અને દીકરીઓ નિર્ભિક બની પોતાનું શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કરે તથા સમાજના કેટલાક અનિષ્ટોથી કેવી રીતે દૂર રહેવું તે અંગેની માહિતી આપવામાં આવી. આ કાર્ય બદલ હું મારી શાળાની તમામ શિક્ષિકા બહેનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

Address

Mahiyal
Talod
383215

Website

Alerts

Be the first to know and let us send you an email when Sheth Shri J.B. Upadhyay High School, Mahiyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category