15/07/2024
જલારામ હાઇસ્કૂલમાં ભાષા સમિતિ દ્વારા લેખક શ્રી ડૉ. આઈ. કે. વીજળીવાળાનાં જન્મ દિવસની ઉજવણી...
આ પ્રસંગે તેમના લેખનું ભાષા સમિતિના કન્વિનર શ્રી ડૉ. જિતુભાઈ વાઢેર દ્વારા વાંચન થયું અને બાળકોને તેમના પુસ્તક વાંચવા માટે આચાર્ય શ્રી પ્રતાપસિંહ પરમાર દ્વારા પ્રેરણા આપવામાં આવી..
ગુજરાતમાં જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય અને બાળસાહિત્ય પ્રદાન કરતાં લેખક છે. ડૉ. આઇ. કે. વીજળીવાળાના જન્મ 14-7-1960ના રોજ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો હાલ તેઓ ભાવનગરમાં રહે છે. વ્યવસાયે તેઓ બાળરોગ નિષ્ણાત ડૉક્ટર છે. તેમજ બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું ઘણું મોટું પ્રદાન છે. તેમણે લખેલી સાહસકથાઓ જાણીતી છે. ‘બાળ આરોગ્યશાસ્ત્ર’ અને ‘બાળકોના ચેપી રોગ’ એ એમનાં આરોગ્યલક્ષી પુસ્તકો છે. તેમની નવલકથાઓ ‘અખેનાતન’, ‘લકી’ અને ‘પ્રોજેક્ટ લાયન’ તેમજ ' મોતીચારો' , 'સાઇલન્સ પ્લીઝ', 'પ્રેમનો પગરવ' અને 'ઉંદરમાઈને આંખો આવી' વગેરે તેમજ બીજા ઘણી નવલકથાઓ લખી છે જેમાં ' અજોડ' નો પણ સમાવેશ થાય છે