Darshan School Ratanpar

Darshan School Ratanpar 12 આર્ટસ નો ભવ્ય શુભારંભ

27/04/2026
IT Quiz winner
03/10/2025

IT Quiz winner

02/10/2024

👉ખાદી એ માત્ર વસ્ત્ર નથી , ખાદી એ એક વિચાર છે. ખાદી પહેરનાર ગાંધી વિચાર કેટલા પચાવી શક્યો ? એ ખુબ અગત્ય નું છે . બાકી અંધભક્તો ની જમાત ક્યાં ઓછી છે. આજે ગાંધી બાપુ ફરી પ્રગટ થાય તો એ ચરખા સાથે કોમ્પ્યુટર શીખવવા ની ભલામણ કરે. ગાંધી જડ નહોતા એ પરીવર્તન ને સ્વીકારનાર હતા. આપણે ગાંધી ને ખાદી પૂરતા સીમિત કરી દીધા છે .જે ખાદી પહેરે એ જ ગાંધી જન બાકી ના ........,
એવું જ સહજાનંદ સ્વામી ને સમજવા માં બન્યું છે .
જે ડુંગળી લસણ ન ખાય તે જ સત્સંગી , બાકી ના નહિ. અરે સહજાનંદ સ્વામીએ વ્યસન મુક્તિ નું જે કામ કર્યું તે પ્રશંસનીય છે. ગાંધી ને ખાદી પૂરતા અને સહજાનંદ સ્વામી ને ડુંગળી લસણ પૂરતા સીમિત રાખી ને આપણે તેમને સમજવા માં કયાંક થાપ ખાધી હોય એવું લાગે છે.
-મહેશ કાનાણી

આજ રોજ શ્રી પ્રથુગઢ પ્રાથમિક શાળા માં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઝાલાવાડના પનોતા પુત્ર પદ્મશ...
26/04/2024

આજ રોજ શ્રી પ્રથુગઢ પ્રાથમિક શાળા માં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઝાલાવાડના પનોતા પુત્ર પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, વિદ્યાર્થી ભુવનના સંત મહાત્મા સ્વામી, વિરેન્દ્રભાઈ આચાર્ય, એમ.યુ.ટમાલિયા સાહેબ, મહેશભાઈ કાનાણી દર્શન વિદ્યાલય, ડૉ.શ્યામ શાહ સાહેબ તથા તેમની સમગ્ર ટીમ, જશવંતભાઈ મહેતા સાહેબ, રાજુભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં દર્દીઓએ દવા સાથે કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં પ્રથુગઢ ગામના કિશોરભાઈ લકુમે દવા વિતરણ કામગીરી કરી હતી તથા દવાઓ અનમોલ હેલ્થ કેર વાળા જયેશભાઇ પેઢડિયા તરફથી પૂરી પાડવામાં આવી હતી..આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ મિત્રો, SMC સભ્યો, ગામલોકોએ ખુબ મહેનત કરી હતી આ તમામ નામી અનામી મિત્રોનો ખૂબ ખૂબ આભાર......

01/04/2024

જગદીશ ત્રિવેદીએ પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી જાહેરાત કરી હતી કે હું આજીવન હવેથી શાલ, ફૂલહાર, સન્માનપત્ર કે મોમેન્ટો જેવી કોઈ સ્થુળ વસ્તુ વડે સન્માન સ્વીકારીશ નહીં પરંતુ કોઈને મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરે અને હું એમાં હાજર રહીને મારો ફાળો પણ આપીશ.
આ સદવિચારથી પ્રેરીત થઈને ૩૧ માર્ચની સવારે સુરેન્દ્રનગરના રતનપર ખાતે શહેરની સર્વશ્રેષ્ઠ શાળા દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી મહેશ કાનાણીએ તદ્દન નિશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને તેમાં આશરે પચીસ જેટલાં ગામનાં એક હજારથી વધું દર્દીઓને નિદાન સાથે ઉપચાર એટલે દવા પણ નિશૂલ્ક કરી આપવામાં આવી હતી. જો કોઈને ઓપરેશનની જરુર જણાય તો એ પણ તદ્દન નિશૂલ્ક કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે લોકપ્રિય ડો. શ્યામ શાહ યુવાન ડોક્ટર્સની ટીમ લઈને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ઉદઘાટનમાં જાહેરાત કરી કે મારા પ્રેરણામૂર્તિ એવા ડો. જગદીશ ત્રિવેદીને ૩૩ દિવસમાં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી એવોર્ડ એમ બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા એ નિમિત્તે લોકો જ્યાં બોલાવે ત્યાં હું મારી પુરી ટીમ સાથે આવીને આવા કુલ ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ તદ્દન નિશૂલ્ક કરી આપીશ.
આમ એક કલાકારના *સન્માન બદલે સમાજસેવા* ના સદવિચારથી પ્રેરીત થઈને કુલ ૧૧ જેટલાં તદ્દન નિશૂલ્ક સર્વરોગ નિદાનકેમ્પ મફત દવા અને ઓપરેશન સાથે થશે એ કોઈપણ પદ્મશ્રીને મળેલું અભૂતપૂર્વ સન્માન છે. આ સાથે પ્રથમ કેમ્પના ઉદઘાટનની તસવીરો સામેલ છે.

પધારો
19/12/2023

પધારો

જાણીતા શિક્ષણવિદ્ ડો.મોતીભાઈ પટેલ સાથે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ દર્શન વિદ્યાલય માં    યોજાયો. ખૂબ આનંદ થયો
16/07/2023

જાણીતા શિક્ષણવિદ્ ડો.મોતીભાઈ પટેલ સાથે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ દર્શન વિદ્યાલય માં યોજાયો. ખૂબ આનંદ થયો

દર્શન સ્કુલ ના વિધાર્થીઓ સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલા અને બીજા તથા સમગ્ર ગુજરાત માં ત્રીજા અને ચોથા ક્રમાંક સાથે સર્વશ્ર...
31/05/2023

દર્શન સ્કુલ ના વિધાર્થીઓ સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલા અને બીજા તથા સમગ્ર ગુજરાત માં ત્રીજા અને ચોથા ક્રમાંક સાથે સર્વશ્રેષ્ઠ પરીણામ લાવી સ્કુલ નુ તથા જીલ્લાનું નામ આગળ વધાર્યુ.

Address

SAHAJANAND PARK NEAR PARAB CHOK RATANPAR SURENDRANAGAR
Surendranagar District

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm
Sunday 7am - 12pm

Telephone

+918487037894

Alerts

Be the first to know and let us send you an email when Darshan School Ratanpar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Darshan School Ratanpar:

Shortcuts

Share

Category