Smt LNB Dalia High School

Smt LNB Dalia High School સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત
શ્રીમતી એલ.એન.બી દાળિયા હાઈસ્કુલ
અડાજણ, સુરત

ધોરણ 10 ABC વાલી મિટિંગનો અહેવાલવિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ઉત્તમ શૈક્ષણિક પ્રગતિ તથા નવા શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય માર...
17/06/2026

ધોરણ 10 ABC વાલી મિટિંગનો અહેવાલ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ઉત્તમ શૈક્ષણિક પ્રગતિ તથા નવા શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય માર્ગદર્શન અને શિસ્તબદ્ધ વાતાવરણના નિર્માણ હેતુસર ધોરણ 10 ABC ના વિદ્યાર્થીઓની વાલી મિટિંગ શાળાના મેદાનમાં સવારે 7:20 થી 8:30 કલાક દરમિયાન સફળતાપૂર્વક યોજાઈ હતી.

કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક શ્રી દલપતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સામાજિક વિજ્ઞાન વિષય સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિસ્ત, સભ્યતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સામાન્ય સૂચનાઓ વાલી મિત્રોને સમજાવી હતી. ગણિત વિષય અંગે શ્રીમતી મીનાબેન પટેલ દ્વારા અભ્યાસક્રમ, શૈક્ષણિક લક્ષ્યો અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તેમજ વિજ્ઞાન વિષયના વર્ગ શિક્ષક શ્રી કૃતિકા બેન પટેલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનું આયોજન, શાળાની શિસ્ત અને નિયમો, શૈક્ષણિક અપેક્ષાઓ તથા વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલી વચ્ચેના સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ વાલીઓને સંબોધિત કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં વાલીની ભૂમિકા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વાલીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમની વિશેષતા તરીકે વર્ષ 2026 માં ધોરણ 9 માં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ દ્વારા ધોરણ-10 A1 માં આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો.

વાલીશ્રીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ અને સહભાગિતાથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. શાળા અને વાલીના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો રચાય છે તેવો સંદેશ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રતિબિંબિત થયો હતો.

07/06/2026

નવુ સત્ર શરુ થતા પહેલા ગાયત્રી યજ્ઞ

07/06/2026
HSC /SSC પૂરક પરીક્ષાનું સમયપત્રક
12/05/2026

HSC /SSC પૂરક પરીક્ષાનું સમયપત્રક

10/05/2026

HSC /SSC
ગમે તેટલા વિષય મા નાપાસ વિદ્યાર્થીઓ એ પૂરક પરીક્ષાના ફોર્મ તા.11/5/25 ના રોજ 9 થી 11 મા ભરી જવા
માર્કશીટ ની ઓનલાઈન કોપી અને જરુરી ફી લઈ ને આવવુ

શાળાનુ SSC નુ 94 ટકા પરિણામ સફળતા પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી મિત્રોને ,વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અન...
06/05/2026

શાળાનુ SSC નુ 94 ટકા પરિણામ
સફળતા પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી મિત્રોને ,વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
અને આ સફળતાના ખરા શિલ્પી એવા શાળાના શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન

HSC 2025.26 સુંદર પરિણામ બદલ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન...પ્રવેશ વખતે મોટાભાગના પથ્થર જેવા બાળક...
04/05/2026

HSC 2025.26
સુંદર પરિણામ બદલ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન...
પ્રવેશ વખતે મોટાભાગના પથ્થર જેવા બાળકોને પરિણામ વખતે પારસમણી જેવા બનાવતા શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન

HSC  ફેબ્રુ.માર્ચ 2025.26 નુ પરિણામ  તા.4/5/26 ના રોજ સવારે 10.00 કલાકે Online જાહેર કરવામા આવશે જેની નોંધ લેશો
02/05/2026

HSC ફેબ્રુ.માર્ચ 2025.26 નુ પરિણામ તા.4/5/26 ના રોજ સવારે 10.00 કલાકે Online જાહેર કરવામા આવશે જેની નોંધ લેશો

આદરણીય વાલીશ્રીઓ,નમસ્તે.આજે આપણી નૈતિક ફરજ બજાવવાનો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન યોજાઈ રહ્યું છે...
26/04/2026

આદરણીય વાલીશ્રીઓ,

નમસ્તે.

આજે આપણી નૈતિક ફરજ બજાવવાનો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન યોજાઈ રહ્યું છે.

લોકશાહીના આ મહાપર્વમાં આપનો એક મત અમૂલ્ય છે. આપણા શાળા પરિવાર વતી આપ સૌને નમ્ર અપીલ છે કે, આપના વિસ્તારના મતદાન મથક પર જઈ અચૂક મતદાન કરો અને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવો.

યાદ રાખો, આપનો એક મત ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.

સમય: સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી
સ્થળ: આપનું નિયત મતદાન મથક

"મારો મત, મારો અધિકાર."

લિ.,
આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવાર
શ્રીમતી એલ.એન.બી. દાળિયા હાઇસ્કૂલ, સુરત.



#મતદાન

Address

ADAJAN
Surat
395009

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 11am - 3pm

Telephone

+912612734002

Alerts

Be the first to know and let us send you an email when Smt LNB Dalia High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Smt LNB Dalia High School:

Shortcuts

Share

Category