29/09/2017
દિવાળી વેકેશનમાં માણવાલાયક છે India ના આ ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લા.
1. ભારતના આ ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લા.
હિન્દુસ્તાનના ઈતિહાસમાં રાજ કરનાર ઘણા શાસનકર્તાઓની નિશાનીઓ આજે પણ જીવિત છે. India પ્રાચીન કિલ્લાઓ અને સ્મારકો માટે ફેમસ છે. આ કિલ્લો તેની સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં એટલા બધા કિલ્લાઓ છે જે દેશનાવારસા અને સમૃદ્ધિને દર્શાવે છે. તો જુઓ. દેશના ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લાઓ..
2. પન્હાલા કિલ્લો, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે સહ્યાદ્રી પર્વતમાં આ કિલ્લાને બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો મરાઠા શાસકોની યાદ અપાવે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના કિલ્લાઓનું નિર્માણ શિવાજીના સમયમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનો પુનડાર કિલ્લો, બહાદુરગઢ કિલ્લો,અહમદગઢ કિલ્લો અને રત્નગઢ કિલ્લામાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. આ કિલ્લાઓ ટ્રેકિંગ માટે ખૂબ જ ફેમસ છે. મહારાષ્ટ્રનો મુરુડ જિલ્લો જંજીરા અને સુંદર બીચ માટે ફેમસ છે.
3. ગોલકોંડા કિલ્લો, હૈદરાબાદ
આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં ગોલકોંડા કિલ્લો કાકતિયા રાજાએ તૈયાર કરાવ્યો હતો. આ કિલ્લો પોતાના સમૃદ્ધ ઇતિહાસ અને રાજવી ભવ્ય સંરચનાના કારણે ઓળખાય છે. ગોલકુંડા કોલ્લૂર સરોવરની પાસે હિરાની ખાણ માટે પણ ફેમસ છે. આ કિલ્લાનેહૈદરાબાદના સાત આશ્ચર્યમાંથી એક ગણવામાં આવે છે. આ કિલ્લા સિવાય અહીં તમને ચારમીનાર, બિરલા મંદિર, રામોજી ફિલ્મ સિટી, હુસૈન સાગર, સાલાગજંગ મ્યુઝિયમ અને મક્કા મસ્જિદ જેવા અનેક જોવાલાયક સ્થળો મળી જશે.
4. કાંગડા કિલ્લો, હિમાચલ
હિમાચલ પ્રદેશની કાંગડા ઘાટીમાં બાણગંગા અને માઝી નદીઓના સંગમ પર કાંગડાના શાહી પરિવારે આ કિલ્લાનું નિર્માણ કર્યુ હતું. આ કિલ્લો વિશ્વના સૌથી ફેમસપ્રાચીન કિલ્લાઓમાંથી એક છે. જે હિમાલયનો સૌથી મોટો અને ભારતનો સૌથી પ્રાચીન કિલ્લો છે અને તેમાં વજ્રેશ્વરી મંદિર છે. કિલ્લા અને મંદિરો સિવાય હિમાચલ પોતાની સુંદરતા માટે ફેમસ છે. કાંગડા શહેરની સુંદરતા જોવાલાય માટે તમે સડકના રસ્તે પણ જઇ શકો છો. હિમાચલની મોટાભાગની ઇમારતોની આસપાસધર્મશાળાઓ પણ મળી રહેશે.
5. મેહરાનગઢ કિલ્લો
મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો છે, જે 500 વર્ષથી પણ પ્રાચીન અને સૌથી મોટો કિલ્લો છે. ખાસ્સી ઉંચાઇ પર સ્થિત આ કિલ્લાને રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમાં સાત ગેટ છે. પ્રત્યેક ગેટ રાજાના કોઇ યુદ્ધ જીતવાના સ્મારક તરીકે બનાવવામાં આવ્યો છે. આ કિલ્લામાં જાયાપોલ ગેટ રાજા માનસિંહે બનાવ્યો હતો. કિલ્લાની અંદર મોતી મહેલ, શીસ મહેલ જેવા ભવનો ખૂબ જ સુંદરતાથી સજાવવામાં આવ્યા છે. ચામુંડા દેવી મંદિર અને મ્યુઝિયમ આ કિલ્લાની અંદર જ છે. આ કિલ્લાનું મ્યુઝિયમ રાજસ્થાનનું સૌથી સુંદર મ્યુઝિયમ ગણાય છે. રાજસ્થાનને રોયલ પેલેસ અનેક કારણોથી કહેવામાં આવે છે. આ ટૂરિસ્ટ્સને સૌથી વધારે આકર્ષિત કરતું રાજ્ય છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓ સિવાય થાર રણ, સુંદર સરોવરો, નેશનલ પાર્ક અને રોયલ લાઇફસ્ટાઇલ માટે પણ પ્રખ્યાત છે.
6. લાલ કિલ્લો, નવી દિલ્હી
ભારતના સૌથી આકર્ષક અને ફેમસ કિલ્લો લાલ કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, તેને મુગલ શાસક શાહજહાંએ બનાવ્યો હતો. આ કિલ્લાની દિવાલો લાલ પથ્થરોથી બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે તેને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે,આ કિલ્લાની અંદર જોવાલાયક અનેક ચીજો છે. મોતી મસ્જિદ, દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ જોવા માટે દરરોજ અસંખ્ય લોકો આવે છે. આ કિલ્લામાંપુરાતત્વિક મ્યુઝિયમ અને યુદ્ધ સાથે જોડાયેલી જાણકારી આપતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ભારતની સૌથી મહત્વપુર્ણ હેરિટેજમાંથી એક છે, જ્યાંથી દેશના પ્રધાનમંત્રી દેશના લોકોને સંદેશ આપે છે અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
7. ગ્વાલિયર કિલ્લો, મધ્યપ્રદેશ
ગ્વાલિયરનો કિલ્લો રાણા માનસિંહ તોમરે મધ્યપ્રદેશમાં બનાવ્યો હતો. આ કિલ્લો ઐતિહાસિક સ્મારકોમાંથી એક ગણાય છે, આ કિલ્લાનાઆકર્ષણમાં સાસ-વહૂ મંદિર અને ગુજારી મહેલ છે. તેમાં મંદિર અને મ્યુઝિયમ પણ છે. આ એક રાજવી સ્મારક છે જે ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક છે. આ કિલ્લાના મહત્વને યાદ રાખવા માટે તેના પર ડાક ટિકિટ પણ વિતરણ કરવામાં આવી છે. મધ્યપ્રદેશનાસૌથી પસંદગીના ટૂરિસ્ટ્સપ્લેસમાં ગ્વાલિયરના કિલ્લાનું નામ મોખરે છે.
8. આગ્રાનો કિલ્લો, આગ્રા
ઉત્તર પ્રદેશના તાજમહેલથી 2 કિમીના અંતરે લાલ કિલ્લો બનાવવામાં આ્યો છે. આ કિલ્લાને સિકંદરલોધીએ આગ્રાહમાં રહેવા માટે બનાવડાવ્યો હતો. આ કિલ્લાને યુનેસ્કોએ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યમુના નદીના કિનારે બનાવવામાં આવેલા આ કિલ્લાને જોવા માટે અસંખ્ય ટૂરિસ્ટ્સ આવે છે. આ કિલ્લા સિવાય ઝાંસી કિલ્લો પોતાની કલાકારી માટે પ્રખ્યાત છે. ઝાંસીનો કિલ્લો મહારાણી લક્ષ્મીબાઇનો કિલ્લો છે.
9. ચિત્તોડગઢ કિલ્લો, રાજસ્થાન
ચિત્તોડને કિલ્લાના શહેર તરીકે ઓળખવામાં આવે છે,અહીં તમને ભારતના સૌથી પ્રાચીન અને આકર્ષક કિલ્લાઓ જોવા મળશે. તેમાંથી એક છે ચિત્તોડનો કિલ્લો જે બેરાચ નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. નદીના કિનારે સ્થિત હોવાના કારણે તેને પાણીનો કિલ્લો પણ કહેવામાં આવે છે. કારણ કે આ કિલ્લામાં 8