11/06/2025
Indian Railway: ભારતીય રેલવે (Indian Railway)એ રેલવે મુસાફરોની સુવિધા ટિકિટ કન્ફર્મેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા પછી ટ્રેન ઉપડે તેના ચાર કલાક પહેલા જ ખબર પડી હતી કે, ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જો કે, હવે રેલવેએ એક નવી સિસ્ટમ પર કામ શરૂ કર્યું છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટનો ચાર્ટ 24 કલાક પહેલા જાહેર થઈ જશે.
અહેવાલો અનુસાર, રેલવે વિભાગે આ યોજનાના ટ્રાયલ પણ શરૂ કરી દીધા છે. અત્યાર સુધી બુકિંગ કરાવતી વખતે ટિકિટ કન્ફર્મ થતી ન હતી અને વેઇટિંગ લિસ્ટમાં દેખાતી હતી. આ કારણસર મુસાફરોને છેલ્લી ઘડી સુધી ચિંતા રહેતી કે, લાંબા અંતરની મુસાફરીની ટિકિટ બુક થશે કે નહીં. આ સમસ્યાના ઉકેલરૂપે રેલવેએ 24 કલાકની અંદર જ ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે જણાવવાની સિસ્ટમ પર કામ શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે, રેલવેએ છઠ્ઠી જૂને રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે.