25/08/2026
રાખડી મેકિંગ સ્પર્ધા – સર્જનાત્મકતાનો સુંદર ઉત્સવ 🌸
આજરોજ તા:- ૨૫/૮/૨૬ મંગળવાર ના રોજ દીપદર્શન વિદ્યા સંકુલ ખાતે બાલવાટિકાના ભૂલકાઓ માટે રાખી મેકિંગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. 🪷✨
મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાથી અતિ સુંદર રાખડીઓ બનાવી. 🎀💖
સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી વિમલભાઈ પટેલ તથા શ્રીમતી ડિમ્પલબેન પટેલ ઉપસ્થિત રહી બાળકોએ કરેલા સર્જનને નિહાળ્યું.
નાનકડા હાથોમાંથી સર્જાયેલી આ સુંદર રાખડીઓએ સમગ્ર વાતાવરણને પ્રેમ, ઉત્સાહ અને ભાઈ-બહેનના પવિત્ર બંધનની લાગણીથી રંગી દીધું. ❤️