Kls Khandwala Sar High School

Kls Khandwala Sar High School BALAJI GIRLS HIGH SCHOOL
SCHOOL ACTIVITIES 2024-25

ગૌરીવ્રત - અલુણા નિમિત્તે"વેસ્ટ માથી બેસ્ટ" સ્પર્ધા નું આયોજન* આજરોજ તારીખ 28 /7 /2026 ના રોજ ગૌરીવ્રત - અલુણા નિમિત્તે ...
29/07/2026

ગૌરીવ્રત - અલુણા નિમિત્તે
"વેસ્ટ માથી બેસ્ટ" સ્પર્ધા નું આયોજન*
આજરોજ તારીખ 28 /7 /2026 ના રોજ ગૌરીવ્રત - અલુણા નિમિત્તે અમારી શાળા શ્રીમતી ક.લ.શં ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સ માં "વેસ્ટ માથી બેસ્ટ" સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 9 થી 12 ની ઘણી બધી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને નિર્ણાયક તરીકે મુનીરાબેન હમદાનીએ પોતાની નિર્ણાયક તરીકેની ખૂબ કપરી ભૂમિકા ભજવી હતી. "વેસ્ટ માથી બેસ્ટ" સ્પર્ધામાં પ્રથમ ક્રમે માળવી ફેની ધનસુખભાઈ દ્વિતીય ક્રમે મોદલીયા રિયા નિમેષભાઈ અને તૃતીયક્રમે ચૌધરી સના વાજીદ અહેમદ વિજેતા રહ્યા હતા. . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પટેલે કર્યું હતું . આ તમામ વિદ્યાર્થીનીઓને શાળાના આચાયૉ ડૉ. ફાલ્ગુનીબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

" *કુછ પાના હૈ કુછ કર દિખાના હૈ"* આજની પ્રાર્થના સભાની થીમ મુજબ તારીખ 4/7/2026 ના રોજ શાળામાં વરસાદના પ્રતિકૂળ સંજોગોમાં...
04/07/2026

" *કુછ પાના હૈ કુછ કર દિખાના હૈ"* આજની પ્રાર્થના સભાની થીમ મુજબ તારીખ 4/7/2026 ના રોજ શાળામાં વરસાદના પ્રતિકૂળ સંજોગોમાં પણ એક અલગ જુસ્સા અને ઉત્સાહથી પ્રાર્થના સભાનું આયોજન થયું. શ્રીમદ ભગવત ગીતાના કર્મના શ્લોકથી પ્રાર્થના સભાનો પ્રારંભ થયો. ડગર હે મુસકીલ પ્રાર્થના અને ત્યારબાદ ધોરણ 12 A ની વિદ્યાર્થીનીઓ ના થીમ બેઝ વક્તવ્ય અને વૈભવી રાણાએ ઉત્સાપ્રેરક ગીત પ્રસ્તુત કર્યું. વર્ગ શિક્ષક શ્રી કલ્પેશભાઈ ચૌધરી વિદ્યાર્થીનીઓને વિષય આનુષાંગિક પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. ત્યારબાદ શાળાના સુકાની આચાયૉ ડૉ.ફાલ્ગુની પટેલે વિદ્યાર્થીનીઓને જીવનની પ્રત્યેક અવસ્થામાં અને પ્રત્યક્ષ ક્ષેત્રમાં જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવનાર કુછ પાના હૈ કુછ કર દિખાના હૈ વિષયને ઉજાગર કરતી અત્યંત પ્રેરક વાતો ઉર્જા સભર રીતે પોતાના અસ્ખલિત પ્રવાહમાં રજૂ કરી. અને સમગ્ર વાતાવરણમાં એક ગજબની ચેતના પ્રસરાઈ ગઈ વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું.
"મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ સિર્ફ પંખો સે કુછ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હૈ".
Arise awake and stop not till the goal is reach
"જબ તક ના સફળ ન હો નીંદ ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ"
કુછ કે બિના જય જય કાર નહી હોતી કોશિષ કરને વાલો કી કભી હાર નહીં હોતી...

બાલાજી ગર્લ્સ શાળાનો ભવ્ય પ્રવેશોત્સવ : કન્યા કેળવણી મહોત્સવ અને વ્રુક્ષારોપણ આજ તા. ૨૫-૦૬-૨૦૨૬ ના રોજ અમારી શાળા શ્રીમત...
25/06/2026

બાલાજી ગર્લ્સ શાળાનો ભવ્ય પ્રવેશોત્સવ : કન્યા કેળવણી મહોત્સવ અને વ્રુક્ષારોપણ
આજ તા. ૨૫-૦૬-૨૦૨૬ ના રોજ અમારી શાળા શ્રીમતી ક. લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૧ માં નવો પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓને માટે ઉત્સાહભેર ભવ્ય "પ્રવેશોત્સવ" યોજવામાં આવ્યો. કુમકુમ તિલકથી વિદ્યાર્થીનીઓને વધાવી પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત મનુષ્ય તુ બડા મહાન હૈ... પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. શાળા તરફથી યુનિફોર્મ, બેગ, નોટબુક આપી વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરવામાં આવ્યું. શાળામાં S.S.C. અને H.S.C. બોર્ડમાં A1 Grade આવનાર વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી. મુખ્ય મહેમાન પદે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પૂર્વ કોર્પોરેટરશ્રી રેશ્માબેન લાપસીવાલા હાજર રહ્યા હતા. તેઓએ પોતાના શાળા સમયના સુખદ સંસ્મરણો વાગોળ્યા અને વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે પ્રેરિત કરી કારકિર્દી બનાવવા માટેનો અનુરોધ કર્યો. શાળાના ધો. ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓએ જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રી રેશમાબેન લાપસીવાલા અને વાલી-શિક્ષક મંડળના પ્રમુખશ્રી ચંદ્રવદનભાઈ રાણાએ સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના મેદાનમાં વુક્ષારોપણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સમર્થ સુકાની ડૉ. ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. શાળાના વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ ભદ્રાબેન જોશીએ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવી શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા. "બેટી બચાવો બેટી પઢાવો.. એકદમ શિક્ષિત ભારત કી ઓર" સૂત્રને ચરિતાર્થ કરવામાં આવ્યો.

"આંતરરાષ્ટ્રીય યોગા ડે" ની ભવ્ય ઉજવણી ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા ને ઉજાગર કરતી યોગ વિદ્યા ને સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત...
20/06/2026

"આંતરરાષ્ટ્રીય યોગા ડે" ની ભવ્ય ઉજવણી
ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા ને ઉજાગર કરતી યોગ વિદ્યા ને સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો. તે અંતર્ગત શરીર, મન અને અંતર આત્માને સ્વસ્થ અને ચુસ્ત રાખવા માટે અમારી શાળામાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ સર્વે ભવન્તુ સુખી નો શ્લોક અને આદિ યોગીના નૃત્ય દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિથી શરૂ કરવામાં આવ્યો. અને યોગ ટ્રેનર તરીકે શ્રીમતી ઇલાબેન મોદી અને તેમના સાથે મિત્રો શીલાબેન ઘીવાળા, ચૈતાલીબેન કાપડિયા અને મીનાક્ષીબેન સરૈયા ઉપસ્થિત રહ્યા. અને જેમણે વિદ્યાર્થીનીઓને સમગ્ર પરિવારના સભ્યોને સૂર્ય નમસ્કાર, વિવિધ યોગાસન અને તેનું મહત્વ પ્રાણાયામ, અનુલોમ- વિલોમ, કપાલભાતિ અને અંતે મેડીટેશન અને હાસ્યસન દ્વારા સમગ્ર કાર્યક્રમને એક સુંદર ઓપ આપ્યો. સમગ્ર બાલાજી પરિવારના તમામ સભ્યો ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા. પ્રારંભે વરસાદનું ગ્રહણ નડ્યું હોવા છતાં પણ ત્યારબાદ come what may ના જુસ્સાથી સમગ્ર પરિવારે સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે વધાવી લીધો. અને વિદ્યાર્થીનીઓમાં Health is Wealth ની પંક્તિને ચરિતાર્થ કરવા માટેનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તે માટે શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ એડવોકેટ ભદ્રાબેન જોષી સમગ્ર બાલાજી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. સમગ્ર કાર્યક્રમ શાળાના સુકાની ડૉ .ફાલ્ગુની પટેલના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો "યોગ ભગાડે રોગ
એકદમ તંદુરસ્તી કી ઓર....."

18/06/2026
Our  brilliant stars of std:9& 11. Congratulation to all .
01/05/2026

Our brilliant stars of std:9& 11. Congratulation to all .

Address

Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Kls Khandwala Sar High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category