25/03/2022
જેમ દરેક માણસ અનન્ય છે, અલગ છે
તે જ રીતે દરેક va**na ( યોનિમાર્ગ )
મૂળભૂત નોર્મલ રેન્જ માં જ... દરેક યોનિ ની સાઈઝ, શેપ અને કલર.... આ ત્રણેયમાં થોડો થોડો બદલાવ કે અલગતા કે અનન્યતા હોય છે... એટલે સરખામણી અયોગ્ય છે.
સામાન્ય કસરત... va**na ( યોનિ) ને શેપમાં / આકારમાં રાખવામાં મદદ કરે છે... પણ વધુ ઊંડાણ માં જોઈએ તો... સમાન્ય કસરત ઉપરાંત પેલ્વિક ફ્લોર કસરત વધુ મદદ કરે છે. સામાન્ય કસરતનું પણ મહત્વ છે અને પેલ્વિક ફ્લોર કસરતનું પણ પોતાનું મહત્વ છે.
આ પેલ્વિક ફ્લોર કસરત અને એમાં પણ ખાસ કરીને કિગલ કસરત કે kegel exercise મુખ્યત્વે કીમતી છે.... જેના વિશે વધુ આપ આપના ગાયનેકોલોજિસ્ટ અથવા ફિઝિયોથેરાપીસ્ટ... પાસેથી ઉંડાણપૂર્વક સમજી શકો.
જો કે તેના પ્રેક્ટિસ સેશન... ફિઝીયો લેતા હોય છે અને ફિઝીયો તેમાં એક્સપર્ટ હોય છે... અને એમાં પણ BPT ( bachelor of physio therapy ) કરતા પણ MPT ( master of physiotherapy - pre & post natal ) ... વધુ વિશેષજ્ઞ હોય છે.
....
યોનિમાર્ગનો સ્ત્રાવ... દરેક સ્ત્રી અને દરેક છોકરીને થાય જ અને એ સામાન્ય છે અને કુદરતી રીતે જ થતો રહેતો હોય છે અને એ સ્ત્રાવને કારણે જ યોનિમાર્ગ ચોખ્ખો, થોડો ભીનો રહેતો હોય છે અને તેના કારણે ચેપ નાં લાગે તેવી એક કુદરતી ગોઠવણ હોય છે.
સૌથી વધુ સહજીવી બેક્ટેરિયા માનવશરીરમાં... પેટના આંતરડા પછી બીજા નંબરે... યોનિમાર્ગમાં રહેતા હોય છે અને જેને કારણે યોનિમાર્ગની pH એસિડિક કે 4.5 થી નીચે રહેવામાં ફાયદો થતો હોય છે અને જેને કારણે યોનિમાર્ગમાં હાનિકારક બેક્ટેરિયા ચેપ લગાવી શકતા નથી... આમ સહજીવી બેક્ટેરિયા અને યોનિમાર્ગ ની સ્ત્રાવ... નોર્મલ છે... ઉપયોગી છે... કીમતી છે.
નોર્મલ યોનિમાર્ગ ના સ્ત્રાવની
કોઈ ખૂબ સ્ટ્રોંગ અને ખરાબ ગંધ આવતી નથી
તે ચોખ્ખો કે પારદર્શક સ્ત્રાવ હોય છે
તે માસિકસ્રાવ નાં અમુક દિવસોમાં thick & sticky હોય છે
જ્યારે અમુક દિવસો દરમ્યાન wet & slipeery હોય છે.
જો યોનિમાર્ગમાં ખંજવાળ આવતી હોય તો અથવા
યોનિમાર્ગ નાં સ્ત્રાવની સ્ટ્રોંગ અને ખરાબ ગંધ આવતી હોય તો
ગાયનેકોલોજિસ્ટ ડોકટર પાસે તપાસ અને દવા કરાવવી જરૂરી છે.
અથવા
સફેદ ફોદા ફોદા કે સફેદ ચીઝ... જેવો સ્ત્રાવ આવતો હોય કે
પીળા કે લીલા કલરનો અને ફીણ ફીણ જેવો સ્ત્રાવ આવતો હોય તો અથવા ફિશ જેવી ગંધ આવતી હોય તો.... એટલે કે આમાંથી કોઈ પણ કેસમાં... ગાયનેકોલોજિસ્ટ ડોકટર પાસે તપાસ કરાવવી અને તેમની સલાહ અનુસાર દવા કરાવવી જરૂરી છે.
....
યોનિમાર્ગ નો સ્ત્રાવ... નેચરલ વોશ નું કામ કરે છે
બીજું ત્યાં અંદર રહેતા સહજીવી બેક્ટેરિયા પોતાની મોટી જમાત ત્યાં બનાવે છે એટલે હાનિકારક પ્રકાર ના બેક્ટેરિયા ત્યાં પોતાનું રહેઠાણ બનાવતા અટકાય છે... ઉપરાંત આ સહજીવી બેક્ટેરિયા પોતાના સ્ત્રાવથી યોનિમાર્ગની અંદર પેદા થતી એક એસેડિક ph જાળવી રાખવામાં મદદરૂપ બને છે... આ ત્રણેય...
ઉપરાંત
આ સહજીવી બેક્ટેરિયા જે નેચરલ એન્ટી બાયોટિક bacteriocins (naturally occurring antibiotics) ઉત્પન્ન કરે છે તે હાનિકારક બેક્ટેરિયા ને મારે છે
અને પાંચમું
આ સહજીવી બેક્ટેરિયા એક એવો પદાર્થનો સ્ત્રાવ કરે છે કે જેથી હાનિકારક બેકટેરિયા યોનિમાર્ગની દીવાલને ચોંટી શકતા જ નથી અને એટલે પણ ત્યાં એટલે કે યોનિ/ va**na ને... ચેપ કે ઇન્ફેક્શનથી ( infection) લાગતું નથી અને આવી કુદરતી જ વ્યવસ્થા છે.
એટલે યોનિ ની અંદર કશું પણ નાખીને તેને અંદરથી સાફ કરવાની કોઈ જરૂર નથી.. એ અંદરથી સાફ થતી રહે તેવી કુદરતી જ વ્યવસ્થા છે.
ત્યાં યોનિમાર્ગ આસપાસ... રોઝ / સ્ટ્રોબેરી કે... કે કોઈ પણ ફ્લેવર્ડ નાં સુગંધ ના સ્પ્રે કે સુગંધિત wipes/ સુગંધિત જેલ / એન્ટીસેપ્ટિક સોલ્યુશન / પરફ્યુમ યુક્ત સાબુ કે va**nal wash કે va**nal deodorant.. કશા ની જરૂર નથી... જો જરૂર હોત તો કુદરત જ આપત...એટલે માર્કેટિંગ ની જાળ માં ફસાવવું નહિ...તે ઉલટું એલર્જી અને નુકશાન પહોંચાડી શકે છે.
નોર્મલ દિવસમાં એક વખત યોનિમાર્ગની બહાર નો એરિયા એટલે કે v***a ફકત સાદા પાણીથી કે સાદા સાબુથી...બહારથી જ સાફ રાખવો... અને માસિક સ્ત્રાવ વખતે... જરૂર પ્રમાણે પણ ફકત બહારથી જ સાફ કરવો...ને બીજું ખાસ મળ માર્ગ ( a**s) આસપાસનો વિસ્તાર વ્યવસ્થિત સાફ રાખવો... અને ફકત બહારથી જ સાફ રાખવો.
......
ઓફિશ્યાલ સેકસ એજયુકેશનની ભારતમાં ખૂબ કમી છે.
સેકસ therapist ખૂબ જ ઓછા છે
અને
બની બેઠેલા સેકસ એજયુકેટર પાસે મોટા ભાગના ( 90 ટકા ) કેસમાં કોઈ સ્ટાન્ડર્ડ ડિગ્રી જ નથી !!
એક તો
સેકસ થેરાપિષ્ટ ભારતમાં ભાગ્યે જ છે અને બીજું ગાયનેકોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ પાસે આવો સમય નથી !! અને ત્રીજું લોકો પણ આવા સ્ટાન્ડર્ડ ડોકટરને પૈસા ચૂકવીને સલાહ લેતા નથી !!... જાણીતા ડોકટરને આવું પૂછવું કેમ ?! ... એટલે લેભાગુઓ..... .... .... ડિગ્રી વિનાના.....
બની બેઠેલા સેકસ થેરાપિષ્ટ માંથી અમુક... .... ......
આયુર્વદનાં નામ ઉપર.... ધતિંગ કરે... અને ઓરીજીનલ આયુર્વેદને બદનામ કરે... ... ... અમુક.... ..વગર ડીગ્રીએ.... ઓનલાઇન નો ઉપયોગ / દુરુપયોગ કરે.... .
મૂળે લોકોની સંકુચિતતા / એજ્યુકેશન નો અભાવ / અથવા એજ્યુકેશન છે તો પણ... અમુક ઘરો માં / વિસ્તારમાં / શહેરમાં / સમાજમાં....અનેજ્યુકેટેડ નું જ ચાલે તેવો માહોલ છે !! એટલે અજ્યુકેટેડ હોવ છતાં... ....
ઉપરાંત
લોકો સેક્સ એજ્યુકેશન માટે પૂછતાં પણ ગભરાય કે સંકોચાય અને સ્કૂલોમાં પણ સેક્સ એજ્યુકેશન .... ..... ...