વશિષ્ઠ વિધાલય

વશિષ્ઠ વિધાલય GROWING FOR GOOD TO GREAT

સર્જનાત્મકતાનો અનોખો રંગ! ☂️✨અમારી શાળા દ્વારા આયોજિત 'છત્રી ડેકોરેશન કોમ્પિટિશન' માં વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત કળા અને...
19/07/2026

સર્જનાત્મકતાનો અનોખો રંગ! ☂️✨

અમારી શાળા દ્વારા આયોજિત 'છત્રી ડેકોરેશન કોમ્પિટિશન' માં વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત કળા અને કલ્પનાશક્તિનો પરિચય કરાવ્યો. સામાન્ય છત્રીઓને પોતાની કલર પીંછી અને ડેકોરેશનથી એકદમ આકર્ષક અને જીવંત બનાવી દીધી! 😍🎨

આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 🏆🎁

બધા જ સ્પર્ધકો અને વિજેતા વિદ્યાર્થીઓની મહેનત અને કળા ખરેખર બિરદાવવા લાયક છે. દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા

AwardCeremony ProudMoment CreativityAtItsBest SchoolEvents ArtAndCraft MonsoonVibes WinnerStudents Inspiration

"નાની નાની આંગળીઓનો મોટો કમાલ! ☂️✨ છત્રી ડેકોરેશનના વિજેતા કલાકારો!"

18/07/2026

18/07/2026
15/07/2026

નમસ્કાર ,
વશિષ્ઠ વિદ્યાલય પરિવાર તરફથી આપ સૌને અષાઢી બીજ અને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ! ✨
​અષાઢી બીજ એટલે ભક્તિ, ઉત્સાહ અને પરંપરાનો ત્રિવેણી સંગમ. જે દિવસે જગતનો નાથ જગન્નાથ પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને નગરચર્યાએ નીકળે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે.
​"રથ જોડાયો ભક્તિનો, ઉત્સાહનો આ માહોલ છે,
જગન્નાથની કૃપા વરસશે, વશિષ્ઠનો આ જ કોલ છે."
​આ પાવન અવસરે, વશિષ્ઠ વિદ્યાલય હંમેશાં એ જ પ્રયત્ન કરે છે કે આપણાં બાળકો ભણતરની સાથે-સાથે આપણી ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારોથી પણ જોડાયેલા રહે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
​આવો, આ અષાઢી બીજે આપણે સૌ સાથે મળીને પ્રભુના ચરણોમાં શીશ નમાવીએ અને આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ મેળવીએ.
​જય જગન્નાથ! 🙏
શુભ અષાઢી બીજ!

🏫 વશિષ્ઠ વિદ્યાલય🏫  કારેલા અને ભીંડાની અનોખી છાપ! 🌟શાકભાજી ફક્ત ખાવા માટે જ નહીં, પણ કલા સ્મરણ માટે પણ છે! કારેલાની સુંદ...
09/07/2026

🏫 વશિષ્ઠ વિદ્યાલય🏫

કારેલા અને ભીંડાની અનોખી છાપ! 🌟

શાકભાજી ફક્ત ખાવા માટે જ નહીં, પણ કલા સ્મરણ માટે પણ છે! કારેલાની સુંદર ડિઝાઇન અને ભીંડાના કુદરતી ફૂલ જેવા આકારો મળીને એક અદ્ભુત આર્ટ બનાવે છે.

પ્રકૃતિની સુંદરતા, કાગળ પર! 🍃
GujaratiArt CreativeHands

🏫વશિષ્ઠ વિદ્યાલય🏫    ધોરણ-1 ની શિક્ષણની નવી સફરની સફળ શરૂઆત માટે યોજાયઆવી "પેરેન્ટ્સ મીટીંગ" કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહ...
26/06/2026

🏫વશિષ્ઠ વિદ્યાલય🏫
ધોરણ-1 ની શિક્ષણની નવી સફરની સફળ શરૂઆત માટે યોજાયઆવી "પેરેન્ટ્સ મીટીંગ" કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહભેર સહભાગ રહ્યો .આ કાર્યક્રમ દ્વારા શાળાની કાર્ય પદ્ધતિ, શૈક્ષણિક આયોજન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
વાલીઓને શાળા વચ્ચેનો મજબૂત સહકાર બાળકના ઉજવળ ભવિષ્યનો પાયો છે.આપણા સહયોગ અને વિશ્વાસ બદલ હાર્દિક આભાર🙏📚✨



Address

Near Kargil Chowk, Shreenathji Society, Punagam, Varachha
Surat
395006

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when વશિષ્ઠ વિધાલય posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share