30/07/2026
વી.ટી.ચોક્સી બી.એડ. કૉલેજમાં યોજાયો પ્રવેશોત્સવ
વી. ટી ચોક્સી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશન, સુરતમાં પ્રથમ વર્ષ બી.એડ. માં પ્રવેશ લેનાર તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ - ' પ્રજ્ઞા- પ્રદીપ' યોજાઈ ગયો.
જેમાં અધ્યક્ષપદે કૉલેજના પૂર્વ આચાર્ય ડો.વિનોદ પટેલ હાજર રહ્યા હતા, તેમનું સ્વાગત અને આવકાર કૉલેજના IQAC કો ઓર્ડીનેટર ડૉ.નરેન્દ્રસિંહ ગોહિલે અને સંચાલન ડૉ.અનિલા સોનીએ કર્યું હતું.
ડૉ .વિનોદ પટેલ સાહેબે ઉદ્બોધનમાં કૉલેજના ભવ્ય વારસા વિશે જણાવી ભાવિ શિક્ષકોને આશિર્વચન આપ્યા હતા.