13/08/2026
શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલય, જોથાણ
તા. 11/8/26 ને મંગળવારના રોજ યોગાચાર્ય અને આયુર્વેદના પ્રચારક શ્રી સુરેશભાઈ અસલાલીયા દ્વારા બાળકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
આયુર્વેદ એ ભારતની પ્રાચીન અને સનાતન ચિકિત્સા પદ્ધતિ છે. તે માત્ર રોગ મટાડવાનું શાસ્ત્ર નથી, પરંતુ લાંબુ, સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની કળા શીખવે છે, જેની સાહેબશ્રી એ બાળકોને સામનો કરવા પડતી નાની-નાની બીમારીઓથી આપણે કઈ રીતે બચી શકીએ અને થાય તો એલોપેથી દવા વિના કુદરતી ઘરગથ્થુ ઉપચારથી કેવી રીતે સાજા થઈ શકીએ. એ બાબતે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કેમિકલ વગરનું દંતમંજન જાતે કેવી રીતે બનાવી શકાય એ પણ બાળકોને શીખવામાં આવ્યું નાની નાની બીમારીઓ માટે બાળકોને વ્યક્તિગત રીતે માર્ગદર્શન અપાયું.