24/06/2025
21st june 2025 international yoga day celebration
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Government Medical College Surat, Medical school, majura gate, Surat.
24/06/2025
21st june 2025 international yoga day celebration
19/06/2024
26th january celebration
11/03/2024
CISP 3 was successfully conducted for better implementation of CBME for 30 faculty members of different disciplines at GMC Surat on 30th -31st January cordinated by Team Curriculum Committee and MEU under guidance of Dean Dr.Ragini verma in presence of NMC Co ordinator Dr Praveen R Singh and GMC appointed Observer Dr Deepa Gupta.
11/03/2024
book distribution ceremont 2023-2024
23/08/2023
15august 2023 celebration in goverment medical clg surat
08/08/2023
GMCS-NCHS NEWS:
11th June 2023
A CME on shoulder imaging was organised by RIA Surat in collaboration with Radiodiagnosis Department, Government Medical College, Surat, in the Sushrut hall at new college building, GMC, Surat. It was attended by more than 100 delegates.
Talks were delivered by renowned radiologists of Surat on USG and MRI shoulder. After that a workshop was arranged along with hands on training on Techniques of Ultrasound shoulder by eminent Radiology experts from Surat.The event was mentored by Dr Purvi Desai, HoD Radio diagnosis, along with Dr Dhara Shah, Dr Surana, Dr Mona Shastri. Dr Hinal Bhagat guided overall management.
After a spiritual prayer by Dr Namrata and Dr Kanchan they being the Masters of ceremony, welcomed all the speakers and officials. Dr Surana and Dr Dhara shah introduced the topics of CME. Dr Hitesh Lukhi explained about basic anatomy and technical aspects of ultrasound shoulder. Dr Viratsinh Vaghela talked on approach to MRI shoulder in simplified manner. Dr Chetan Panchal discussed cases in day to day practice.
Dr Rajiv Raj Chaudhari, a leading and experienced orthopedic surgeon of Surat City, guided audience on clinical aspects.
Second session was a Hands-on training workshop which was taken by practising radiologists of Surat who are experts in musculoskeletal imaging; Dr Mahavir Swami, Dr Nimit Desai, Dr Jagin Gandhi and Dr Maulik Patel conducted the workshop with great enthusiasm.
CME was concluded with vote of thanks by Dr Pragnesh Waghela. Breakfast and lunch management was done by our own technicians along with beautiful rangoli made by female technicians. Radiology Department
residents helped in patients management.
રેડીયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને સિવિલ હોસ્પિટલ સુરત ના સંયુક્ત ઉપક્રમે સોનોગ્રાફી વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ https://krishnanewsnetwork.com/2211/
👆 લિંક ઉપર ક્લિક કરોઅને વાંચો સમાચાર...
08/08/2023
GMCS-NCHS NEWS:
14th June 2023
Tree Plantation
150 trees planted by RDA.
RDA, GMCS for the Environmental cause planted trees on this day for World Environment Day on 5th June.
Congratulations to RDA for this noble cause.
08/08/2023
GMCS-NCHS NEWS:
14th June 2023
World Blood Donation Day
Organized by IHBT Department and RDA, GMCS, It was a successful event. Total 169 blood units collected from students and faculties. In addition to collected units, 66 more donors were there but they were not eligible for blood donation in screening process.
We Thank Dean and Medical Supritendent for their support and guiding the event. And thank you to all donors who joined this awareness campaign with ACTIVE PARTICIPATION and BLOOD DONATION and have saved the lives of 3 patients from each donation.
Congratulations...
08/08/2023
GMCS-NCHS NEWS:
19th June 2023
*નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૪મી બેચના પ્રથમ વર્ષ બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો*
--------
*પ્રથમ વર્ષ બી.એસ.સી.નર્સિંગના ૬૧ વિદ્યાર્થીઓએ શપથ લીધા: વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રદીપ્ત કરી લેમ્પ લાઇટનિંગ*
--------
*ડોક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છેઃ કુલપતિ ડો. કે.એન.ચાવડા*
--------
*નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હૃદય છે, ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથીઃ મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્મા*
--------
સુરતઃસોમવારઃ નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજમાં પ્રવેશ પામનાર ૧૪મી બેચના પ્રથમ વર્ષના બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટનિંગ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.નર્સિંગના ૬૧ વિદ્યાર્થીઓ શપથ લીધા હતા. સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત લેમ્પ લાઇટનિંગ સેરેમનીમાં મહાનુભવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા ૧૨ વિદ્યાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રદીપ્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, નર્સિંગ એ ઉમદા વ્યવસાય છે, આજના સમયમાં નર્સિંગને કારકિર્દીનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે. ઘણા સંજોગોમાં કેટલાક દર્દીનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. નર્સિંગ ક્ષેત્રે પોતાની કારકિરિર્દી બનવાવાનો નિર્ણય મહત્વપુર્ણ છે, કારણ કે શિક્ષણની સાથે સેવા કરવાનો અવસર એકમાત્ર મેડિક્લના વિદ્યાર્થીઓને મળે છે, જેથી પુર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવી જોઇએ એમ તેણે ઉમેર્યું હતું.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે, સુરતની સરકારી નર્સિંગ કોલેજના છાત્રોને કોર્સ બાદ મળતી ૧૦૦% રોજગારી અહીંની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવે છે. નર્સિંગ સ્ટાફ દર્દી સાથે પરિવારજનની ભાવના સાથે સેવાસુશ્રુષા કરે છે. કોઈ પણ ડોક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છે. તેમણે તબીબી ક્ષેત્રે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની અગ્રિમતાનું મુખ્ય કારણ આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા થઈ રહેલા ભગીરથ પ્રયાસો કારણભૂત છે એમ જણાવ્યું હતું.
નર્સિંગ કાઉન્સિલ અને સિન્ડિકેટ સભ્યશ્રી ડો.મહેન્દ્રસિંહ ચૌહાણના પ્રયાસોથી છેલ્લા બે વર્ષથી લક્ષ્યદીપ નર્સિંગ કોલેજનું જોડાણ વીર નર્મદ યુનિ. સાથે થયું છે, જેની પરીક્ષા પણ નર્મદ યુનિ.દ્વારા લેવામાં આવે છે, જે ગર્વની બાબત છે એમ કુલપતિશ્રી ચાવડાએ ઉમેર્યું હતું.
સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્માએ નર્સના જીવનમાં લેમ્પ લાઇટનિંગ અને શપથના મહત્વ સમજાવતાં કહ્યું કે, માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવનાર એવા ઈ.સ. ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે લેમ્પ લાઇટનિંગ અને શપથની વિભાવના સંકળાયેલી છે. તેમને આધુનિક નર્સિંગના પ્રણેતારૂપે 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ હોસ્પિટલનું હૃદય છે, અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફે સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી, એવી જ રીતે ભવિષ્યમાં તમારે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની છે એમ શપથ લેનાર વિદ્યાર્થીઓને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું.
નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, છેલ્લાં ૨ વર્ષમાં સુરતની નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના આઠ વિદ્યાર્થીઓએનું AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્શન થયું છે, જ્યારે ૦૯ જેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અર્થે ગયા છે. નર્સિંગ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવે છે. સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ટી.બી. અને ચેસ્ટ વિભાગના વડા અને યુનિ.સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામાએ નર્સિંગની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, દ.ગુજરાતમાં નર્સિંગ ડિગ્રી કોર્સની કોલેજો અપગ્રેડ થઈ રહી છે જે આ ક્ષેત્ર માટે ઉત્સાહજનક છે.
આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ સભ્યશ્રી ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શંકુતલા ગામીત, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-
08/08/2023
GMCS-NCHS NEWS :
18th June 2023
*The Hysterical Night*
The drama event was organised by *Drama Club GMCS* in Sushrut hall. It was auspiciously commenced by deep prajvalan. The event had a total of 5 dramas, which are as follows.
1) Kon kone prem kare (Gujarati comedy)
2) Bharat (Patriotic drama)
3) Hak thi parnela, vat thi kuwara (Gujarati comedy)
4) Digital Nasha (Nukkad natak)
5) College ke rang, yaaron ke sang (Hindi Comedy)
The event was excellently executed and was a widely appreciated. The event was witnessed by the housefull audience.The event was totally 'Atmanirbhar', having script writers, actors and directors from the college itself.
Drama club GMCS Committee members :- Dhruv Rajpurohit, Sheetal Yadav, Jaydip Patel, Nandan Shah, Jainam Shah.
*Congratulations* to the Drama Club GMCS for this successful event.
08/08/2023
GMCS-NCHS NEWS:
21st June 2023
International Yoga Day
At Surat, Guinness Book of World record is established under the leadership of our Prime Minister, Chief Minister, our own Home Minister and Stalwart leaders. More than 1.5 lakh people joined to do YOGA.
GMCS-NCHS also enthusiastically participated in the event.
CONGRATULATIONS...
08/08/2023
GMCS-NCHS NEWS:
25th June 2023
*તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના*
-----
*મૂળ બિહાર અને જામનગરના બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ લોકોને જીવતદાન*
---------
*નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી: ૩૧ અંગદાનની ઘટનામાં કુલ ૧૦૦ અંગોનું દાન*
------
*સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો*
---------
સુરતઃરવિવારઃ- તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં ૩૧ અંગદાનની ઘટનામાં કુલ ૧૦૦ અંગોનું દાન થયું છે.
અંગદાનની બે ઘટનાઓની વિગતો અનુસાર મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની ૪૫ વર્ષીય અરવિંદ રામચંદ્ર મહંતો મહારાષ્ટ્રના દાંડીપાડા, પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. ગત તા.૧૩મીએ તેઓ બિમાર હતા, એ દરમિયાન બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા. જેથી સ્થાનિક હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે તા.૧૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તા.૨૪મીએ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાય હતા.
આ ઉપરાંત, બીજી ઘટનામાં મૂળ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની અને હાલ તાપી જિલ્લાના વાઘજરી ગામ, ડેરી ફળીયા ખાતે રહેતા ૩૭ વર્ષીય મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડા કડીયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ ગત તા.૨૨મીએ રાત્રિ દરમિયાન મજૂરી કામ અર્થે કડોદ ગામ ગયા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા પર ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા આસપાસ કપુરા ગામ નજીક ટ્રકે સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેથી તાત્કાલિક સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે તા.૨૩મીએ સુરતની નવી સિવિલમાં રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તા.૨૪મીએ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.
બંને પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.
આજે બપોરે બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ, છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરો ફિઝિશીયન ડો. પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો.હરિન મોદી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે એક સાથે ૩૦મું અને ૩૧મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું.
આમ, આજે તા.૨૫મી જૂન- સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો છે.
. . . . . . . . . . . . . .
*(ખાસ અહેવાલ: પરેશ ટાપણીયા)*