Jeevanbharti Higher Secondary Section

Jeevanbharti Higher Secondary Section R. D. Ghael and Kumarbhvan Vidhyalaya
Jeevanbharati School is a school with 75 years of extensive experience
School campus spread over a wide field

26/10/2024
NCERT કલા ઉત્સવ ૨૦૨૪-૨૫NCERT Delhi આયોજિત કલા ઉત્સવની દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓ SUV INTERNATIONAL SCHOOL - V...
26/10/2024

NCERT કલા ઉત્સવ ૨૦૨૪-૨૫

NCERT Delhi આયોજિત કલા ઉત્સવની દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓ SUV INTERNATIONAL SCHOOL - Valthan હાઈસ્કૂલમાં આજરોજ તારીખ :25.10.2024 શુક્રવારે યોજાઈ હતી.

જેમાં આપની શાળાનાં વિદ્યાર્થીઓએ કંઠય સંગીત (સમૂહગીત) સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયા બાદ પ્રદેશ કક્ષાએ સુરત શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કુલ ૭ જિલ્લાઓનાં સ્પર્ધકો વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તથા સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે.

કંઠય સંગીત સ્પર્ધામાં જીવનભારતી કુમારભવનના વિદ્યાર્થીઓએ શ્રી રમેશ પારેખ લિખિત અને સુનિલ રેવર સ્વરાંકિત “આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે” ગીત રજૂ કર્યું હતું.

ભાગ લેનાર વિદ્યાર્થીઓ
ક્રિપા વરિયાવવાળા, હીર સુરતી, ઇશિકા ચૌહાણ, દીક્ષિતા મકવાણા, ઓમ પવાર

તબલા સંગત - આયુષ બારોટ
હાર્મોનિયમ - ઈશાન કાકડીયા
સાઈડ રિધમ - ઓમ બારડોલીયા

આ સ્પર્ધાના પ્રથમ વિજેતા સ્પર્ધક હવે ગાંધીનગર મુકામે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

તમામ વિજેતા સ્પર્ધકોને જીવનભારતી મંડળ, આચાર્યશ્રી અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

અખિલ ભારતીય શાળકીય રમતોત્સવ ૨૦૨૪-૨૫ માં આજે તા. ૨૦-૧૦-૨૦૨૪ ના રોજ જીલ્લાકક્ષાની વોલીબોલ રમત અંડર - ૧૭ બહેનોની સ્પર્ધા વિ...
21/10/2024

અખિલ ભારતીય શાળકીય રમતોત્સવ ૨૦૨૪-૨૫ માં આજે તા. ૨૦-૧૦-૨૦૨૪ ના રોજ જીલ્લાકક્ષાની વોલીબોલ રમત અંડર - ૧૭ બહેનોની સ્પર્ધા વિદ્યાભારતી વિદ્યાલય , ભટાર ખાતે યોજાઈ હતી. કુલ ૯ ઝોનની ટીમઓએ ભાગ લીધો હતો. સમ્રગ્ર સ્પર્ધામાં સારો દેખાવ કરી નાનપુરા ઝોનની ટીમ ત્રીજા ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આપણી શાળાની ૨ વિધાર્થીનીઓ જીલ્લાકક્ષા ટીમમાં ભાગ લીધો હતો. જે

૧. રાઠોડ ગુંજન - ૧૦/બી
૨. માસ્તર એન્જલ - ૧૨

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા આજ રોજ " " " SPARK  IT UP "કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમારભવન...
08/10/2024

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા આજ રોજ " " " SPARK IT UP "કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમારભવનના ધોરણ 11સાયન્સના 21 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી activity પણ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ અને fun game નું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાળાના બે શિક્ષકો શ્રીમતી પૂનમબેન અને શ્રીમતી ફેહમીદાબેન આ કાર્યક્રમમાં હાજર રહયા હતા. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શાળાના આચાર્યા શ્રીમતી પિકીબેન માળીએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

The Man-Made Textiles Research Association. MANTRA દ્વારા એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવનભ...
24/09/2024

The Man-Made Textiles Research Association. MANTRA દ્વારા એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવનભારતી કુમારભાવન અને પ્રવૃત્તિ વિદ્યાલયના ધોરણ 10 to 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ચેતન ભરૂચા સાહેબ અને ગૌતમ સાહેબ હાજર રહ્યા હતા. તેમને સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગારલક્ષી કોર્સ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. કુમારભવનના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળીએ ચેતન સાહેબનું પુષ્પથી સ્વાગત કર્યું હતું. ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના નિરીક્ષક શ્રી સરિતાબેન વસાવાએ ગૌતમ સાહેબનું પુષ્પથી સ્વાગત કર્યુ હતું. શાબ્દિક આવકાર અને મહેમાનશ્રીનો પરિચય શ્રી ફેહમીદાબેને આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઇએ કર્યું હતું. આભારવિધિ શ્રી શંભુભાઈ એ કરી હતી. આ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવા માટે જીવનભારતી મંડળનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે🙏

અખિલ ભારતીય શાળકીય રમતોત્સવ ૨૦૨૪-૨૫ માં આજે તા. ૧૩-૦૯-૨૦૨૪ ના રોજ નાનપુરા ઝોનની ઝોનકક્ષા વોલીબોલ રમત અંડર - ૧૭ ભાઈઓની સ્...
14/09/2024

અખિલ ભારતીય શાળકીય રમતોત્સવ ૨૦૨૪-૨૫ માં આજે તા. ૧૩-૦૯-૨૦૨૪ ના રોજ નાનપુરા ઝોનની ઝોનકક્ષા વોલીબોલ રમત અંડર - ૧૭ ભાઈઓની સ્પર્ધા જીવનભારતી શાળા પર યોજાઈ હતી. કુલ ૧૭ ટીમઓએ ભાગ લીધો હતો. સમ્રગ્ર સ્પર્ધામાં સારો દેખાવ કરી જીવનભારતી શાળા સેમી ફાઈનલમાં હાર થઈ. અને આગામી દિવસોમાં ૪ ખેલાડીઓ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં રમશે.

૧. રાણા આયુષ ઈન્દ્રવદનભાઈ - ૧૨/ઈ
૨. જીગર સતીષકુમાર - ૧૨/બી
૩. જરીવાલા શિવ દિવ્યેશકુમાર - ૧૨/સી
૪. મનીકાવાલા દેવ યોગેશ - ૧૨/ડી

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2024 ની નાનપુરા ઝોનની સ્પર્ધા આજ રોજ  જીવનભારતી મેદાન પર યોજાઈ જેમાં કુલ 17 જેટલી ટીમોએ ભાગ...
14/09/2024

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2024 ની નાનપુરા ઝોનની સ્પર્ધા આજ રોજ જીવનભારતી મેદાન પર યોજાઈ જેમાં કુલ 17 જેટલી ટીમોએ ભાગ લીફહો હતો અને ફાઇનલ મેચ જીવનભારતી કુમારભવન vs જીવનભારતી પ્રવૃત્તિ વચ્ચે રમાઈ એમાં કુમારભવનની ટીમનો શ્રેષ્ટ દેખાવ કરી ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે . આપણી શાળાની ટિમ જિલ્લા કક્ષાએ નાનપુરા ઝોનનું પ્રતિનિધિત્વ કરશે .
શાળાના વ્યાયામ શિક્ષકો તથા ટીમને કુમારભવન પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐

Address

Timiliyawad Road, Opp. Mahavir Hospital, Opp. Gandhi Smruti Bhavan, Timaliawad, Nanpura
Surat
395001

Alerts

Be the first to know and let us send you an email when Jeevanbharti Higher Secondary Section posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category