12/08/2024
**વિદ્યાર્થીઓ/બાળકોને પુસ્તકનું સિલેબસ , ઘરનું વાતાવરણ, માહોલ ( જેમાં બાળક પાસે કે વ્યક્તિ પાસે સરળતાથી વિકલ્પ નથી હોતો) , મિત્રો આ બધાથી* *ઉપર , વિશેષ એક તટસ્થ યોગ્ય એક બોનસ જેવી, આખી થાળી જમ્યા પછીના મિષ્ટાન્ન જેવી કે* *ક્યારેક ભાવતું શાક ન હોય ત્યારે પણ પેટ ભરી શકાય એવી ચટણી કે અથાણાની ભૂમિકા જેવી, જે ક્યાંય, ક્યાંય પણ દેખાય નહિ, કોઈ ક્રેડિટ માં* *ન આવે, જજ ન કરે, કશે પણ વચ્ચે ન આવે , હા જ્યારે પણ કશું ન સૂઝે ત્યારે એ હમેશા એ જ સ્વસ્થ સ્વીકાર સાથે હાજર ચોક્કસ જ હોય.*
*એકદમ ફિક્સ ડિપોઝિટ જેવી.
જેની સામે ખુલતા પહેલા કે વહેંચાયા પછી કોઈ Second Thought, કે પસ્તાવો તો દૂર પણ*
~કોઈને કહેતા નહિ જેવું~ ભયમિશ્રિત વાક્ય બોલવાનો વિચાર સુધ્ધા ન આવે.*
*સ્કૂલ અને ટ્યુશન માં ચાલેલા સિલેબસ તો પરફેક્ટ જ હોય પણ એને ઉગાડવાનું આ ખાતર આ વ્યક્તિ હોય.*
એમની જરૂરિયાતો તો પેરેન્ટ્સ જ પૂરી કરતા હોય,પણ એ બે વચ્ચેનું ભાવનાત્મક જોડાણની ઘનિષ્ઠતા ની આ કડી હોય.
જે ઘરમાં બાળકો રહીને વિકસી રહ્યા છે, એ ઘરની વાસ્તવિક વેલ્યુ એમની અંદરથી સ્વયંભૂ વિકસાવવાનું ઇજન હોય.
આ ટ્રેનીંગ સંપૂર્ણત: પરિણામલક્ષી અને એથી ઉપર વિકાસલક્ષી છે.
આથી આ ટ્રેનીંગ માં રજી.ની રકમ ભરતા પહેલા વાલી મિત્રો પાસેથી કેટલીક અનિવાર્ય શરત જેવી અપેક્ષાઓ છે .
1 ) આમાં જોડાયા પછી મારા બાળકો, યસ આ સંદર્ભે પૂર્ણતઃ મારા, ( પણ જવાબદારી અંગે જ😊) માં ઘણા ફેરફારો દેખાશે, એ અંગે બાળકોને પ્રશ્નો કે રીએકશન આપતાં પહેલાં મને વ્યક્તિગત જાણ કરવી, ફરિયાદ લાગે તો પણ મને જ કહેવું
( *તમારે મહિનાના 1 હજાર = દિવસના 33.33 ભર્યા પછી મારું કામ તમારે કરવાની જરૂર નથી😅)*
2) રજા પડવાના કોઈ પણ કારણો દર્શાવવા નહિ, અનિવાર્ય હશે તો બાળક પોતે મને કહેશે.
3) તમારી સમૃધ્ધિ માટે સાદર અભિનંદન🌈
પણ સુવિધાનો અતિરેક જો બાળકના વિકાસમાં અવરોધક બને એવું હશે તો તમે પોતાનું સંયમ જાળવવા, બાળકના વિકાસથી ઉપર અન્ય કોઈ
કારણો આપશો નહિ.
4) આ વર્કશોપ માં જોડાનાર બાળકની ફી બાળકે જ રિટર્ન કરવાની છે તમને, એ પણ એક વર્ષમાં.
જી, એના માટે બાળક તમારી પાસે બિનજરૂરી નવા કપડાંની માંગણી કરે નહિ ત્યાં સુધી સામેથી વહાલ પ્રગટાવશો નહિ.
( માંગે ત્યારે એકવાર મને જાણ કરવી અનિવાર્ય છે. )
5) આ બાળકો સામેથી બહાર જમવા જવાની જીદ નહિ કરે (સામાન્યતઃ ) દેખાદેખી કે વ્યવહારના નામ પર આમાં એમને જોડશો નહિ.
( એ શા માટે ઉપરોક્ત માંગણીઓ નહિ કરે એ આ ટ્રેનીંગ ની પ્રભાવકતા છે. અને આ અનેક પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલું છે.)
6) આ બાળકોનું સ્ક્રીન ટાઇમ હોશપૂર્વકનું કરવામાં આવશે, અને એના વિકલ્પે જે પ્રવૃત્તિઓ એ કરશે, એમાં કોઈ ક્યાંય પૈસા ખર્ચવાની વાત હશે નહિ.
ટુંકમાં પૈસાની બાબતે આ ટ્રેનીંગ તમને રજી.ની રકમ કરતા બમણું બચત કરાવશે.
7) બાળકોનું શૈક્ષણિક પરિણામ, એમનો આનંદ, પારિવારિક શિસ્ત, એમની બોલચાલની અભિવ્યક્તિ , અને ઘરના કામો માં પોતાની જવાબદારી...
એ તમામ બાબતોમાં બસ તમને જ્યાં *કશું ન કરવાનો* સપોર્ટ માંગીએ _ત્યારે ખરેખર પ્રતીક્ષા સિવાય કશું પણ કરી અમારી પ્રક્રિયામાં કાંકરો નાખશો નહિ._
- તમારી વિશ્વાસુ.
*રશ્મિ ઝા*