20/12/2025
વિદ્યામંદિર સોસાયટી સંચાલિત શશીકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન અને રામલાલ બગડીયા પ્રાથમિક શાળાનો વર્ષ ૨૦૨૫નો *આનંદોત્સવ* સાંસ્કૃતિક કાર્યક્રમ સંજીવ કુમાર ઓડોટેરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો આત્મવિશ્વાસ ,ટીમવર્ક ,શિસ્ત સર્જનાત્મક ક્ષમતાઓનો વિકાસ અને સર્વાંગી વિકાસ થાય. તેમજ તેમની પ્રતિભાઓનો વિકાસ થાય તેઓ હતો . આ કાર્યક્રમ સફળ બનાવવામાં ટ્રસ્ટીગણ, મહેમાનશ્રીઓ, શિક્ષકમિત્રો, વાલીઓ અને વિદ્યાર્થી ગણનો રંગીન મેળો જોવા મળ્યો હતો. તમામ મહેમાનશ્રી એ અને વાલીશ્રીઓ એ કાર્યક્રમના વખાણ કર્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.