કાયદો જાણો સરળતાથી - Psi/asi/pc

  • Home
  • India
  • Surat
  • કાયદો જાણો સરળતાથી - Psi/asi/pc

કાયદો જાણો સરળતાથી - Psi/asi/pc This page is useful for students preparing for Gujarat Government Police Exams, Police Forces preparing for Departmental Examination of Law Students.

27/09/2021
08/07/2021

Kiren Rijju is appointed as a new law and justice minister of India....

07/06/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️ પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ ૯૫:- નજીવી હાનિ થાય તેવું કૃત્ય

✔️ એવું કોઈ કૃત્ય ગુનો બનતો નથી કે જેથી નજીવી હાનિ થઈ હોય અને તે હાનિ માટે સામાન્ય બુદ્ધિ અને સ્વભાવની વ્યક્તિ કદી ફરિયાદ કરે નહિ.

☛ દા. ત.: બે વ્યક્તિઓ સાથે મુસાફરી કરતા હોયતે દરમિયાન એક વ્યક્તિ બીજી વ્યક્તિ ની પાસેની દીવાસળી ની પેટીમાંથી સળી લે કે જે જોતા ચોરીનો ગુનો છે પરંતુ સામાન્ય બુધ્ધિ અને સ્વભાવનો વ્યક્તિ ક્યારેય તેના માટે ફરિયાદ કરે નહિ

Follow our page for more updates: https://rb.gy/pbulty

05/06/2021
05/06/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️ પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ - ૯૪ ધમકીથી કોઈ વ્યક્તિ ને કૃત્ય કરવાની ફરજ પાડવામાં આવી હોય.

✔️ ખૂન અને રાજ્ય વિરૂદ્ધ નાં મોતની શિક્ષા ને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વેળાએ તેમ કરનારને જો તેમ ન કરે તો તત્કાલ મારી નાખવામાં આવશે તેવી વ્યાજબી દહેશત પેદા કરે અને એવી ધમકીઓથી તે કૃત્ય કરવા ની ફરજ પાડવામાં આવે તો તેણે કરેલું કૃત્ય ગુનો નથી.

નોંધ:- મારી નાખવાથી ઓછી હાની થવાથી વાજબી દહેશત નાં લીધે જો ફરજ પાડે તો આ કલમ નો લાભ મળશે નહિ

☛ દા. ત.: ચોરની ટોળકીમાં સામેલ નહિ થાય તો માર મારવામાં આવશે અને ફકત માર ખાવાના ભયથી કોઈ વ્યક્તિ ટોળીમાં જોડાય તો તે ગુનો બને છે
.......................પરંતુ.....................

નોંધ:- તત્કાલ મારી નાખવાની વાજબી દહેશત ને જ આ કલમનો લાભ મળશે.

☛દા. ત. ચોરની ટોળકીમાં જો "અ" સામેલ નહિ થાય તો મારી નાખવામાં આવશે અને "અ" ચોરીમાં સામેલ થાય તો "અ" એ કોઈ ગુનો કરેલ નથી.

Follow our page for more updates: https://rb.gy/pbulty

22/05/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️ પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ ૯૩ શુદ્ધ બુદ્ધિથી કહેવામાં આવેલી હકીકત..

✔️ શુદ્ધ બુદ્ધિથી કોઈ વ્યક્તિને તેના હિતમાં કહેવામાં આવેલ હકીકતથી જો તેને હાનિ થાય તો પણ એ હકીકત કહેવાનું કાર્ય ગુનો બનતો નથી.

☛ દા. ત.: કોઈ ડૉક્ટર શુદ્ધ બુદ્ધિથી એક દરદીને જણાવે કે તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કદાચ આ રોગ એ હદે વધી ગયો છે કે જો ધ્યાન રાખવામાં ન આવે તો મૃત્યુ થવાની સંભાવના રહેલી છે અને આઘાતથી દર્દીનું મૃત્યુ થાય તો ડોક્ટર ઉપર ખૂનનો આરોપ મૂકી શકાય નહી.

Follow our page for more updates: https://rb.gy/pbulty

11/05/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️ પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ-૯૨

✔️ કોઈ વ્યક્તિ નાં ફાયદા માટે તેની સમંતિ વિના શુદ્ધ બુદ્ધિ થી કરેલું કૃત્ય.

❶ સંજોગો એવા હોય કે સંમતિ આપવાનું કોઈ વ્યક્તિ માટે અશક્ય હોય અથવા તે વ્યકિત સંમતિ આપી શકે તેમ ન હોય અને તેના કોઈ વાલી અથવા તેનો કાયદેસર હવાલો ધરાવતી બીજી વ્યક્તિ ન હોય કે જેમની પાસેથી સંમતિ મેળવવાનું શક્ય હોય તો તે વ્યક્તિ ની સંમતિ વિના પરંતુ શુદ્ધબુદ્ધિથી તેના ફાયદા માટે કરેલા કૃત્યથી તેને જે હાની થાય તે આને કારણે તે કૃત્ય ગુનો બનતો નથી

📝પરંતુ......

❶ ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો કે મૃત્યુની નિપજાવવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહી.

❷ કૃત્ય કરનાર જાણે કે મૃત્યુ થવાનો સંભવ છે તે કૃત્ય મૃત્યુ, મહાવ્યથા, ભયંકર રોગ, અશક્તતા દૂર કરવા સિવાયનાં હેતુ માટે કરવામાં આવે તો અપવાદ લાગુ પડશે નહી.

❸ સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા વ્યથા કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં સિવાય કે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવા કરવામાં આવે.

❹ જેને આ અપવાદ લાગુ પડતો નથી તે ગુનો કરવાના દુષ્પ્રેરણ ને પણ તે લાગુ પડશે નહી.

☛ દા. ત. : હિરેન ને એક વાઘ ઉઠાવી જાય છે જેનું મૃત્યુ હોવાનો સંભવ હોવાનું જાણવા છતાં હિરેન ને મારી નાખવાનાં ઇરાદા વિના અને શુદ્ધબુદ્ધિથી તેને બચાવી લેવાના ઈરાદાથી જયદીપ વાઘ ઉપર ગોળી જોડે છે અને તેથી જેને જીવલેણ જખમ થાય છે જયદીપએ કોઈ ગુનો કર્યો નથી કેમ કે હિરેન નું મૃત્યુ નિવારવા શુદ્ધબુદ્ધિથી ગુનાહિત ઇરાદા વગર હિરેનને બચાવવા માટે તેની સંમતિ વિના કૃત્ય કરેલ છે. એટલે જયદીપ કોઈ ગુનો કરેલ નથી.

Follow our page for more updates: https://rb.gy/pbulty

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો👉 કલમ:- ૯૧ હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તેને કલમ ૮...
07/05/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ:- ૯૧ હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તેને કલમ ૮૭,૮૮,૮૯ નાં અપવાદો લાગુ પડશે નહિ.

✔️ જે વ્યક્તિએ સંમતિ આપી હોય તે વ્યક્તિને કોઈ કૃત્યથી હાનિ થાય અથવા હાની થવાનો સંભવ હોવાનું જાણવામાં હોય તેવી હાનિ થયા વિના પણ જો તે કૃત્ય ગુનો બનતો હોય તો તેને કલમ ૮૭,૮૮,૮૯ નાં અપવાદો લાગુ પડશે નહિ.

☛ દા. ત. : ગર્ભપાત કરવાનું કૃત્ય સ્ત્રી ને હાની કરવાનું નથી પણ તે કાયદાથી પ્રતિબંધિત છે એટલે કે ગેરકાયદેસર છે આથી તેને કલમ 87 88 89 ના આવાદો લાગુ પડશે નહીં

Follow our page for more updates: https://rb.gy/pbulty

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો👉 કલમ-૯૦ ✔️ ભય અથવા ખોટા ખ્યાલને કારણે આપવામાં આવેલ સંમતિ એ ...
06/05/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ-૯૦

✔️ ભય અથવા ખોટા ખ્યાલને કારણે આપવામાં આવેલ સંમતિ એ સમંતિ ગણી શકાય નહિ એટલે કે હાનિ થવાના ભય અથવા ખોટા ખ્યાલના કારણે કોઇ વ્યકિતએ સંમતિ આપી હોય અને કૃત્ય કરનાર વ્યકિત તે જાણતી હોય કે માનતી હોય કે સંમતિ ભય અથવા ખોટા ખ્યાલને કારણે આપવામાં આવેલ છે તો તે સંમતિ નથી.

દિવાની એટલે કે ગાંડા વ્યકિત અથવા બાર વર્ષથી નાની વ્યકતિએ સંમતિ આપી હોય તો સંદર્ભથી વિરૂધ્ધ ન જણાતું હોય તો તે સંમતિ નથી.

Follow our page for more updates: https://rb.gy/pbulty

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો👉 કલમ- ૮૯ કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિ ના ફાયદા માટે તેના વાલી...
05/05/2021

ભારતીય ફોજદારી ધારા 1860 ⚖️

અગત્ય ની કલમ✒️પ્રકરણ ૪ નાં અપવાદો

👉 કલમ- ૮૯ કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિ ના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતીથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય.

✔️ બાર વર્ષથી ઓછી વયના અથવા અસ્થિર મગજની વ્યક્તિ ના ફાયદા માટે તેના વાલી અથવા કાયદેસરનો હવાલો ધરાવતી વ્યક્તિએ કરેલા કોઈ કૃત્યથી તેને હાનિ થાય અથવા હાનિ પહોંચાડવાનો તે કૃત્ય કરનાર નો ઈરાદો હોય તેવા અથવા તેને કે હાનિ થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર ને જાણ હોય તો તેવી હાનિ ને કારણે તે કૃત્ય ગુનો બનતો નથી.

પરંતુ નીચેના અપવાદો ને આ કલમ લાગુ પડશે નહિ.

૧) ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવું કે કોશિશ કરવી
૨) મૃત્યુની નીપજવાનો સંભવ હોય અને કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથાં અટકાવવા કે ભયંકર રોગ કે અશક્તતા દૂર કરવાના ઈરાદા સિવાયના બીજા હેતુ માટે કરવામાં આવે
૩) સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી કે તેની કોશિશ કરવી સિવાય કે તેનો હેતુ મૃત્યુ મહા વ્યથા, ભયંકર રોગ કે અશક્તતાં દૂર કરવાનો હોય
૪) જે ગુનો કરવાને આ અપવાદ લાગુ પડતો ન હોય તો તેના દુષ્પ્રેરણને તે લાગુ પડશે નહીં

☛ દા. ત. : ઓપરેશનમાં પોતાના બાળકની મૃત્યુની સંભાવના હોવા છતાં તેના ઓપરેશન માટે વાલી સંમતિ આપે છે દરમિયાન બાળકને હાની થતાં તે વાલી તરીકે અપવાદ માં આવી જાય છે કેમ કે તેનો હેતુ પોતાના બાળકનો રોગ મટાડવાનો હતો અને તેણે પોતાના બાળકનું કરાવેલ ઓપરેશન મૃત્યુ નિપજાવવાના ઇરાદા વિના શુદ્ધબુદ્ધિથી કરવામાં આવેલ હતું.

Follow our page for more updates: https://rb.gy/pbulty

Address

Surat
395001

Website

Alerts

Be the first to know and let us send you an email when કાયદો જાણો સરળતાથી - Psi/asi/pc posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category