09/05/2025
પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ, યોગ શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટેના સૌથી વિશ્વસનીય માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. "યોગ" શબ્દ સંસ્કૃત મૂળ યુજ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે "જોડાવું" અથવા "એક થવું", જે મન અને શરીરની એકતાનું પ્રતીક છે; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માનવ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, અને આરોગ્ય અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ.
માં કામલ સ્કૂલ ઓફ પ્રી મેડિકલ એજ્યુકશન શાળામાં શિક્ષકો અને અને વિદ્યાર્થીઓ દ્વારા યોગાસનોનો અભ્યાસ કરવામાં આવ્યો તેમજ બી.આર. સી ભવનમાંથી મુખ્ય અતિથિ તરીકે કમલેશભાઈ
બડાણીયાએ આ કાર્યક્રમમાં હાજરી આપી, વિદ્યાર્થીઓને યોગનું મહત્વ વિશે સમજાવ્યું હતુ.આ કાર્યક્રમમાં યોગ શિક્ષિકા શ્રીમતી હીનાબેન ગામીત દ્વારા યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું."યોગા ફોર વુમન એમ્પાવરમેન્ટ" થીમ હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.