G H Bhakta High School

Directions

G H Bhakta High School G.H BHAKTA SARVAJANIK HIGH SCHOOL
AT PO & TA - MAHUVA
DIST- SURAT
394250
GUJARAT

મહુવા ખાતે ‘વિકસિત ભારત@૨૦૪૭: સેવા સંકલ્પ અભિયાન -2026 ' અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન...
27/09/2026

મહુવા ખાતે ‘વિકસિત ભારત@૨૦૪૭: સેવા સંકલ્પ અભિયાન -2026 ' અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન ..............

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન – ૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત ,વિકસિત ભારત ૨૦૪૭, સેવા સુશાસન" વિષય પર મહુવા અને અંબિકા તાલુકા તેમજ SVS-12 પરશુરામમાં સમાવિષ્ટ શાળાઓની તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માલીબા સાંસ્કૃતિક ભવન, જી. એચ. ભક્ત હાઈસ્કૂલ, મહુવા (જિ. સુરત) ખાતે યોજાયો હતો.
​વર્ષ ૨૦૪૭માં ભારતને એક વિકસિત, સમૃદ્ધ, આત્મનિર્ભર, સશક્ત અને પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારશક્તિ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ૧૭૦-મહુવા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડી. ઢોડિયા સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી તેમને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. તેમજ વિજેતા પ્રથમ ક્રમના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
​આ પ્રસંગે તાલુકા પંચાયત મહુવાના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ આઈ. પટેલ, તા.પં. અંબિકાના પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન આર. પટેલ, જિ.પં. સુરતના સા.ન્યાય.સ. અધ્યક્ષ શ્રી હેમંતકુમાર એન. પટેલ, જિ.પં. સુરત શાસક પક્ષના નેતા શ્રી હર્ષદભાઈ એ. પટેલ,તથા મહુવા વિભાગ કેળવણી મંડળ ના ઉપપ્રમુખશ્રી હિતેશભાઈ નાયક તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીઓ, જિ.પં. સદસ્યશ્રીઓ, સરપંચશ્રી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી સુરતમાંથી નોડેલ અધિકારી શ્રીમતિ સ્વાતિબેન પટેલ તથા AEI શ્રી ફાલ્ગુનીબેન પટેલ તથા ટી.પી.ઓ સાહેબશ્રી કેતનભાઈ ચૌધરી તેમજ બીટનિરીક્ષક તથા બી. આર.સી કો. ઓર્ડીનેટર સંઘના હોદેદાર તેમજ મહુવા અને અંબિકા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન મહુવા/અંબિકા તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી.
ઉપસ્થિત પદાધિકારીઓએ તા. 3-10-2026ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

જી.સી.ઈ.આર.ટી. પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સુરત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સુરત તથા શાળા વિકાસ સ...
24/09/2026

જી.સી.ઈ.આર.ટી. પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સુરત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સુરત તથા શાળા વિકાસ સંકુલ-12 (પરશુરામ) અને ડુંગરી વિભાગ કેળવણી મંડળ સંચાલિત પ્રભુપ્રેમી વિદ્યાલય, ડુંગરી ના સંયુક્ત ઉપક્રમે સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત શાળા વિકાસ સંકુલ-12 કક્ષાનું "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ: 2026-27" નું ભવ્ય આયોજન પ્રભુપ્રેમી વિદ્યાલય, ડુંગરી ખાતે કરવામાં આવ્યું હતું.

આ વર્ષના પ્રદર્શનનો મુખ્ય વિષય ટકાઉ વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન રાખવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનનું શુભ ઉદ્ઘાટન તા. 24/09/2026, ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે પ્રભુપ્રેમી વિદ્યાલય, ડુંગરી, તા. મહુવા, જિ. સુરત ખાતે યોજાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને 170-મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી માન. શ્રી મોહનભાઈ ડી. ઢોડિયા સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, મામલતદારશ્રી ભરતભાઈ વી. પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનકુમાર જે. પાવરા તથા મહુવા-અંબિકા તાલુકાના તમામ હોદ્દેદારો, શિક્ષણ જગતના અગ્રણીઓ, આચાર્યશ્રીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ મેળામાં અમારી શાળા જી. એચ. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ, મહુવાના બાળ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 5 વિભાગમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો:

વિભાગ-1: Smart Bike Security & Control System
માર્ગદર્શક: શ્રી તેજસકુમાર એચ. પટેલ
વિદ્યાર્થી: ઉર્વી પ્રજાપતિ અને મહેક પ્રજાપતિ

વિભાગ-2: ગ્રીન એનર્જી (Green Energy)
માર્ગદર્શક: શ્રીમતી અર્ચનાબેન એમ. જોશી
વિદ્યાર્થી: માનસી પટેલ અને જીયા ઠાકોર

વિભાગ-3: 3D- Organ Printer
માર્ગદર્શક: શ્રીમતી હેતલબેન સી. પરમાર
વિદ્યાર્થી: તિથિ ચૌહાણ અને શ્વેતા પટેલ

વિભાગ-4 : ઈકો ફ્રેન્ડલી એર કૂલિંગ રૂફિંગ ટાઇલ્સ
માર્ગદર્શક: શ્રીમતી રિશીદત્તા બી. ચૌધરી
વિદ્યાર્થી: શૈનીકુમારી ચૌધરી અને ઉર્વી સોલંકી

વિભાગ-5: Integrated Smart Waste Management and Energy Generation System
માર્ગદર્શક: શ્રી સંજયકુમાર એચ. પ્રજાપતિ
વિદ્યાર્થી: પ્રિયાંશી ઓડ અને પાર્થ પ્રજાપતિ

વિદ્યાર્થીઓએ મુલાકાતીઓ અને નિર્ણાયકો સમક્ષ પોતાના પ્રોજેક્ટ્સનું સુંદર અને આત્મવિશ્વાસપૂર્વક નિદર્શન કર્યું હતું.

આ વિજ્ઞાન મેળામાં વિભાગ-1 ની કૃતિ Smart Bike Security & Control System એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને હવે આ કૃતિ આગામી ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.

આ મેળાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, રચનાત્મકતા અને ટીમવર્કનો વિકાસ થયો હતો. સમગ્ર આયોજન અત્યંત પ્રેરણાદાયી અને સફળ રહ્યું હતું.

અંતે શાળાના આચાર્યશ્રી ડૉ. ઋષિકેશ ભટ્ટ તથા શાળા પરિવાર અને મહુવા વિભાગ કેળવણી મંડળે તમામ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ઝોન કક્ષાએ પણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપી હતી.

વિકસિત ભારત -2047 અંતર્ગત તા.21-9-2026ના રોજ જી.એચ.ભક્ત હાઈસ્કૂલમાં,QDC-5-કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ.જેમા QDC-5ની સાત શાળાઓમ...
22/09/2026

વિકસિત ભારત -2047 અંતર્ગત તા.21-9-2026ના રોજ જી.એચ.ભક્ત હાઈસ્કૂલમાં,QDC-5-કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ.જેમા QDC-5ની સાત શાળાઓમાંથી જી.એચ.ભક્ત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. જેમા

વકતૃત્વ સ્પર્ધા (ગ્રુપ-4)

સોલંકી ઉર્વી દિપકભાઇ (12-સાયંસ)

ચિત્ર સ્પર્ધા (ગ્રુપ 3)

પ્રથમ- હળપતિ માનસી બી(ધોરણ-9)

દ્વિતીય - વ્યાસ દક્ષ ભાવેશભાઇ
(ધોરણ-10)

ગ્રુપ-4
પ્રથમ - ઓડ સ્મિત હિતેશભાઈ (ધોરણ-12)

દ્વિતીય-પટેલ હરમિત મનોજભાઈ
(11-સાયંસ)

પ્રાપ્ત કર્યો હતો.

કાર્યક્રમના સુચારુ આયોજનમાં શાળાના આચાર્યશ્રી ડૉ.ૠષિકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો પૂર્વીબેન ચૌધરી, દિલીપભાઈ પટેલ, ખુશ્બુબેન નાયકા, નિરાલીબેન ચૌધરીએ સાથ સહકાર આપી કાયક્રમને સફળતા પૂર્વક પુર્ણ કર્યો.
તમામ વિજેતા સ્પર્ધકોને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યાં અને હવે પછી યોજાનાર તાલુકા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ
પાઠવવામાં આવી.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST) આયોજિત લોક વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા સંચાલિત નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી...
20/09/2026

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST) આયોજિત લોક વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા સંચાલિત નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેમિનાર - 2026 અંતર્ગત જિલ્લા કક્ષા ની સ્પર્ધા બારડોલી ખાતે BABS હાઇસ્કુલ માં યોજાય હતી. જેમાં આપણી શાળાના ધોરણ 9A ના વિદ્યાર્થી પાર્થ મહેશભાઈ પ્રજાપતિ એ શાળાના શિક્ષિકા શ્રીમતી અર્ચના એમ. જોષી ના માર્ગદર્શન હેઠળ PPT પ્રેઝન્ટેશન ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યું હતું. તેમજ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. PPT તૈયાર કરવામાં શાળાના વોકેશનલ શિક્ષિકા શ્રીમતી પિંકલબેન નો પણ સહયોગ સાંપડ્યો હતો. શાળાના આચાર્યશ્રી ડોક્ટર ઋષિકેશ ભટ્ટ તેમજ મહુવા વિભાગ મેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ વિદ્યાર્થીને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા છે. (તા.17sept '26)

મહુવા ખાતે જી. એચ. ભક્ત હાઈસ્કૂલમાં ‘સ્મૃતિ વ્યાખ્યાનમાળા’ (૩૯મો મણકો) સંપન્ન: ‘ડિજિટલ ડીટોક્ષ’ પર વિશેષ વ્યાખ્યાન યોજાય...
12/09/2026

મહુવા ખાતે જી. એચ. ભક્ત હાઈસ્કૂલમાં ‘સ્મૃતિ વ્યાખ્યાનમાળા’ (૩૯મો મણકો) સંપન્ન: ‘ડિજિટલ ડીટોક્ષ’ પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

મહુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત જી. એચ. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ, મહુવા (જિ. સુરત) ખાતે સંસ્થાના સંવર્ધક સ્વ. છગનભાઈ ભક્તની ૪૧મી પુણ્યતિથિ તેમજ સ્વ. રમણભાઈ ભક્તની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ‘સ્મૃતિ વ્યાખ્યાનમાળા’ના ૩૯મા મણકા અંતર્ગત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિશેષ વ્યાખ્યાન સફળતાપૂર્વક સંપન્ન થયું.
​આ કાર્યક્રમ સંકુલના માલીબા સાંસ્કૃતિક ભવન ખાતે બપોરે ૩:૦૦ કલાકે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વ. છગનભાઈ ભક્ત ,સ્વ. રમણભાઈ ભક્ત, સ્વ. છોટુભાઈ ભક્ત ,સ્વ. નારણભાઈ ભક્ત, સ્વ. ભક્તિભાઈ ભક્તની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
​કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના જાણીતા શિક્ષણવિદ્ ડૉ. પરેશભાઈ બી. જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘ડિજિટલ ડીટોક્ષ’ વિષય પર પ્રેરક વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે વર્તમાન ડિજિટલ યુગમાં મોબાઈલ અને સ્ક્રીનનો અતિરેક માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી નિયમિત સમયાંતરે ડિજિટલ ઉપકરણોથી દૂર રહીને વાસ્તવિક જીવન અને કુટુંબ સાથે સમય વિતાવવા અનુરોધ કર્યો હતો.
​આ પ્રસંગે મહુવા વિભાગ કેળવણી મંડળના મંત્રીશ્રી ગમનભાઈ સી. ધીમર, તેમજ કારોબારી સદસ્યશ્રીઓ શ્રી હિનેશભાઈ ઉપાધ્યાય, શ્રી નિખિલભાઇ વ્યાસ, શ્રી જીનેશ ભાવસાર,શ્રી અનિલભાઈ પટેલ તથા રોટરીઆઈ ના પ્રેસીડેન્ટ તથા જી.એચ ભક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી ડૉ. ઋષિકેશ ભટ્ટે મહેમાનશ્રીઓનુ શાબ્દિક અભિવાદન કર્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં મહુવા પંથકની શૈક્ષણિક સંસ્થાના હોદેદારો,આચાર્યશ્રી શિક્ષકો,મહુવા નગરના સુજ્ઞ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
​કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના સુપરવાઇઝરશ્રી પદ્મકાંત પરમારે કરી હતી.

09/09/2026
પાંચમી સપ્ટેમ્બર શનિવાર 2026 ના રોજ જી. એચ.ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ મહુવામાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર  કરવામાં આવ...
07/09/2026

પાંચમી સપ્ટેમ્બર શનિવાર 2026 ના રોજ જી. એચ.ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ મહુવામાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષકની ફરજો, જવાબદારીઓ અને શિક્ષણકાર્યનો મહત્વનો પ્રત્યક્ષ અનુભવ, નિષ્ઠા જેવા ગુણો વિકસાવવાનો છે.
શિક્ષક દિનની ઉજવણીમાં શાળાના જી.એસ,એલ.આર અને કુલ 42 વિદ્યાર્થીઓએ સેવકભાઈ,ક્લાર્ક,અને વિષયશિક્ષક બનીને ખૂબ જ નિષ્ઠાથી અને ઉત્સાહપૂર્વકનું કાર્ય કર્યું.
શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર ખૂબ મહેનત કરીને આવ્યા હતા. અને પોતાના વિષયને પૂરેપૂરો ન્યાય આપવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ સાથે શિસ્તમાં રહીને ખુબ સુંદર રીતે શિક્ષકની ભૂમિકા ભજવી. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. આચાર્યશ્રી, ભટ્ટસરે વિદ્યાર્થીઓને તે દિવસના કાર્ય અને આયોજન માટે અભિનંદન આપ્યા ,અને ઉજવણી શા માટે કરવામાં આવે છે ? અને તેનું મહત્વ વિશેની સુંદર રજૂઆત કરી. શાળાના જી.એસ અને એલ.આર દ્વારા તમામ શિક્ષકોને કંકુ, તિલક કરી ફૂલ આપી સન્માનિત કર્યા.. માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી દીપ્તિબેન પાવાગઢીએ વર્તમાન સમયના શિક્ષકોની ફરજો સાથે નિષ્ઠાપૂર્વકનું કાર્ય અને શિક્ષક દિનની ઉજવણી વિશેની માહિતી બાળકોને આપી. શાળાના સુપરવાઇઝર શ્રી પદ્મકાંતભાઈ પરમારે બાળકોને ઉત્સાહિત કરી, પ્રોત્સાહન આપ્યું તેમજ શિક્ષક દિનની ઉજવણીના આયોજનમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું...

25/08/2026

તા. 25/8/2026 ને મંગળવારના રોજ જી.એચ .ભક્ત હાઇસ્કુલ ,મહુવા ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર - પ્રસાર માટે આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રા...

તા. 25/8/2026 ને મંગળવાર ના રોજ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉજવણી પ્રસંગે જી. એચ.ભક્ત હાઇસ્કુલ ,મહુવા (સુરત) માં સંસ્કૃત ગૌરવ...
25/08/2026

તા. 25/8/2026 ને મંગળવાર ના રોજ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉજવણી પ્રસંગે જી. એચ.ભક્ત હાઇસ્કુલ ,મહુવા (સુરત) માં સંસ્કૃત ગૌરવ યાત્રા નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું..

Address

At-Mahuva Dist/surat
Surat
394250

Website

Alerts

Be the first to know and let us send you an email when G H Bhakta High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category