05/01/2026
*શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળા* ના સમગ્ર સ્ટાફ પરિવાર માટે આજરોજ એક ભાવનાત્મક અને સ્મરણિય દિવસ રહ્યો. અમારી શાળાના કર્તવ્યનિષ્ઠ, સેવાભાવી અને પ્રેમાળ શિક્ષિકા બેનશ્રી મીન્ટુબેન ડેડાણીયાની બદલી થતા, શાળા પરિવાર વતી એક સન્માનીય વિદાય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર વિદાય નહીં પરંતુ મિન્ટુબેન પ્રત્યેના આદર, પ્રેમ અને કૃતજ્ઞતાનો એક અભિવ્યક્તિરૂપ અવસર હતો.
વિદાય પ્રસંગે મિન્ટુબેન દ્વારા શાળાના તમામ બાળકોને આત્મીયતા પૂર્વક ભજીયા ખવડાવવામાં આવ્યા, બાળકો પ્રત્યેનો તેમનો આ સ્નેહ અને લાગણી,તેમની બાળકો અને શાળા પ્રત્યેની સાચી સમર્પણ ભાવનાનો સુંદર દાખલો છે. ઉપરાંત, મિન્ટુબેન તરફથી શાળાને રૂ. 11,000/- નું અનુદાન આપવામાં આવ્યું, જે તેમના શાળા પ્રત્યેના લગાવ અને જવાબદારીભાવને સ્પષ્ટ કરે છે.
મિન્ટુબેન માત્ર શિક્ષિકા તરીકે નહીં પરંતુ એક સજ્જન, સહકારભાવી અને સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે શાળાના દરેક સભ્યના હૃદયમાં સ્થાન પામ્યા છે. તેમણે શાળામાં આપેલી સેવા દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે. તેમનો નમ્ર સ્વભાવ, સતત કાર્યપ્રતિ નિષ્ઠા અને બાળકો પ્રત્યેનો પ્રેમ દરેક માટે પ્રેરણાસ્રોત રહ્યો છે.
શાળા પરિવાર મિન્ટુબેનના આ ઉદાર અને ઉત્તમ કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને નવી શાળામાં તેમને સુખદ, સફળ અને સંતોષભર્યું ભવિષ્ય મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેઓ જ્યાં જાય ત્યાં શિક્ષણ, સંસ્કાર અને સેવા નો દીપ પ્રગટાવતા રહે — એવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવીએ છે..