02/05/2026
" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ-સિહોર ખાતે ‘’વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ’’ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો અને સાથે જ ફૂડ ટેસ્ટીવલ,ફન ફેર અને ફન મ્યુઝિકલ ઈવેન્ટ જેવા વિવિઘ કાર્યક્રમો યોજાયા.''
સિહોર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા. ૦૨-૦૫-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૦૫:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન “વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ” નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો તેમજ ફૂડ ફેસ્ટિવલ, ફન ફેર અને મ્યુઝિકલ ઈવેન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ અવસરે વાલીઓ માટે મહત્વપૂર્ણ વાલી મિટિંગનું આયોજન કરીને વિદ્યાર્થીઓના વાર્ષિક પરીણામોની માહિતી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૦૯ વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તદુપરાંત, હાલ વિવિધ ઉચ્ચ પદ પર કાર્યરત ૭૩ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ખેંસ અર્પણ કરીને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું, જે પ્રસંગે ગૌરવ અને લાગણીનો અનોખો માહોલ સર્જાયો.કાર્યક્રમ દરમિયાન ફન ફેર અને મ્યુઝિકલ ઈવેન્ટે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને ઉજાગર કરી. વિદ્યાર્થીઓએ સંગીતના તાલે ડાન્સ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા આશરે ૨૫ જેટલા વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ ઉભા કરી અવનવી વાનગીઓનો સ્વાદ ઉ૫સ્થિત લોકોએ માણ્યોહતો. નાના બાળકો માટે ખાસ ફ્રી કિડ્ઝ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝુલા, જમ્પિંગ, ચકડોળ અને બંજી જમ્પિંગ જેવી વિવિધ રાઇડ્સનો બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. ઉપરાંત, ડોરેમોન, મિકી માઉસ અને અન્ય કાર્ટૂન પાત્રો સાથે બાળકો સેલ્ફી લેતા નજરે પડ્યા, જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર બન્યું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડો. મનિષકુમાર બંસલ (કલેક્ટરશ્રી, ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી બાબુભાઈ પવાસિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ દેસાઈ, ટ્રસ્ટીશ્રી હેમેન્દ્રભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ઉલ્વા, ટ્રસ્ટી તથા સંચાલકશ્રી પી.કે. મોરડિયા, મેનેજમેન્ટના સભ્યો, શાળા પરિવાર,મિલનભાઈ કુવાડિયા(શંખનાદ ન્યૂઝ ચેનલ),મલયભાઈ રામાનુજ(YYP-સિહોર),ડો.શ્રીકાંતભાઈ દેસાઈ તેમજ શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા પ્રશંસનીય આયોજન અને મહેનત કરવામાં આવી હતી.