Gokul Public School

Gokul Public School Gokul Public School (Nursery to 12th Std. )

ગોકુલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “પરંપરા 2026” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોકુલ યુનિ...
14/02/2026

ગોકુલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “પરંપરા 2026” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોકુલ યુનિવર્સિટીના પ્રમુખ તથા સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબની ગૌરવપૂર્ણ ઉપસ્થિતી રહી હતી. બાલમંદિરથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ 30 થી વધુ સાંસ્કૃતિક કૃતિઓની શાનદાર રજૂઆત કરી , જેમાં સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિનો સુંદર પરિચય કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભીખીબા રાજપૂત, ડૉ. ચેતનાબા રાજપૂત (ડાયરેક્ટર - એડમીન) અરવિંદસિંહ વાઘેલા (સ્કૂલ ડાયરેક્ટર) પ્રિન્સિપાલશ્રી શ્રીમતિ ગીતાબેન મોદી તેમજ શાળાના તમામ સ્ટાફે ઉમદા આયોજન અને વ્યવસ્થાપન દ્વારા કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો.
આ ભવ્ય પ્રસંગે અંદાજે 1500 જેટલા વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગર્વથી છલકાયું હતું.
#પરંપરા2026

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શા...
26/01/2026

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના ઓડિટોરિયમ હોલમાં ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો, દેશભક્તિ ગીતો તેમજ દેશના મહાન પુરુષોના જીવન પર પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ અવસરે શાળાના ડાયરેક્ટર શ્રી અરવિંદસિંહ વાઘેલા, ગોકુલ ગ્લોબલ સ્કૂલ (CBSE – અંગ્રેજી માધ્યમ) ના પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ ઉપાધ્યાય તથા ગોકુલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી અને દેશપ્રેમ, શિસ્ત તથા સંવિધાનિક મૂલ્યોને જીવનમાં અપનાવવાની પ્રેરણા આપી હતી.

Wishing you a Happy Republic Day. Let’s take a moment to appreciate the opportunities this great nation provides us
26/01/2026

Wishing you a Happy Republic Day. Let’s take a moment to appreciate the opportunities this great nation provides us

May the sweetness of tilgul bring sweetness to your life. Happy Makar Sankranti!
14/01/2026

May the sweetness of tilgul bring sweetness to your life. Happy Makar Sankranti!

Merry Christmas! May your days be merry and bright.
25/12/2025

Merry Christmas! May your days be merry and bright.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ પબ્લિક સ્કૂલ  ગુજરાતી માધ્યમ) સ્કૂલમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા ...
26/11/2025

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમ) સ્કૂલમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાનું કરાટે સ્પર્ધાનું આયોજન આદર્શ હાઇસ્કુલ પાટણ મુકામે કરવામાં આવેલ જેમાં U14, U 17 જેવી વિવિધ કેટેગરીમાં ગોકુલ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી જિલ્લામાં અવ્વલ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબે તમામ વિદ્યાર્થીઓને તથા કોચ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ ને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શારદાશિષ વિદ્યાલય. છાપી ના ધોરણ 11/12 (N.S.S વોલેન્ટિયર)ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની શૈક્...
23/11/2025

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શારદાશિષ વિદ્યાલય. છાપી ના ધોરણ 11/12 (N.S.S વોલેન્ટિયર)ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગો ચલાવવામાં આવે છે તે તમામ વિભાગોનું દર્શન કરી અભ્યાસિક માહિતી મેળવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ AI અને રોબોટિક્સ લેબ. સાયન્સ લેબ. મેડિકલ લેબ. કેમિસ્ટ્રી લેબ., હોમિયોપેથી વિભાગ,આયુર્વેદિક વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, નક્ષત્રવન, ગોકુલ સ્ટુડિયો, મુટકોર્ટ, સેન્ટ્રલ લાઇબ્રેરી, આયુર્વેદિક હોસ્પિટલ, નર્સિંગ વિભાગ વગેરેની મુલાકાત લીધી હતી. આ તમામ વિભાગોની સમજૂતી યુનિવર્સિટીના એડમિશન સેલ માંથી શ્રીમતી રીપલબેન તથા ટીમ અને સ્કૂલ વિભાગમાંથી અરવિંદસિંહ વાઘેલા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓના માર્ગદર્શન સેમિનારમાં વિશેષ ઉપસ્થિતિ ડૉ. ચેતનાબા રાજપુત (એડમીન ડાયરેક્ટર શ્રી ) ની રહી હતી. તેઓ એ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

05/11/2025

May your home shine like the ghats of Varanasi on Dev Deepawali

26/10/2025

લાભ પાંચમ એ શુભ શરૂઆતનું પ્રતિક છે — આજનો દિવસ આપના જીવનમાં અખૂટ લાભ અને આનંદ લાવે! 🪔

23/10/2025

ह पवित्र बंधन सदा प्रेम, विश्वास और सम्मान से भरा रहे। शुभ भाई दूज! 🌼

22/10/2025

Heartfelt New Year greetings from our entire team — wishing you happiness, health, and harmony in the year ahead.

20/10/2025

દીપાવલીના દીપો તમારા જીવનમાં નવી આશા અને ખુશીઓનું પ્રકાશ લાવે. શુભ દીપાવલી! 🌟

Address

Sujanpur Patia
Sidhpur
384151

Opening Hours

Monday 7:45am - 3pm
Tuesday 7:45am - 3pm
Wednesday 7:45am - 3pm
Thursday 7:45am - 3pm
Friday 7:45am - 3pm
Saturday 7:45am - 3pm

Telephone

+919512400808

Website

Alerts

Be the first to know and let us send you an email when Gokul Public School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category