25/11/2023
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત
*પદયાત્રા થી મહાપંચાયત*
ઐતિહાસિક આંદોલન બનાવવા *મધ્ય સંભાગ તથા ઉત્તર સંભાગ ની ઓનલાઇન બેઠક યોજાઈ*
ઓલ્ડ પેન્શન યોજના ખાસ કરીને *સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવેલ ૨૦૦૫ પહેલા નો ઠરાવ* સહિત ના પડતર પ્રશ્નો અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્યની કારોબારી બેઠક આણંદ ખાતે યોજાઈ હતી જેમાં નિર્ણય થયા મુજબ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રેરીત *રાષ્ટ્રીય સંયુક્ત મોરચોએ* તારીખ નવ ડિસેમ્બર ના રોજ વિરાટ સંખ્યા માં ગુજરાતના દશ સ્થાન ઉપર પદયાત્રા કરી *શિક્ષકો સહિત ના કર્મચારીઓ* મહાપંચાયતો કરશે જેમાં પડતર ઓલ્ડ પેન્શન સહિત ના પ્રશ્નો ઉકેલવા માન.વડાપ્રધાન, માન.મુખ્યમંત્રી તથા માન.શિક્ષણ મંત્રી શ્રી ને આવેદનપત્રો આપવામાં આવશે *મહાપંચાયતો ના સ્થાન, સમય તથા પદયાત્રા કયા રુટ ઉપર થી કેટલા વાગે મહાપંચાયતના સ્થાને પહોંચશે* એના માઈક્રો પ્લાનિંગ કરવા માટે ગતરોજ રાત્રે *ઉત્તર સંભાગ તથા મધ્ય સંભાગ ની અલગ અલગ ઓનલાઇન બેઠકો યોજાઈ* ૨૦૦ કરતા વધારે જોડાયેલા બંને સંભાગ ના તમામ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંવર્ગોના હોદેદારો ને સંબોધન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ જણાવ્યું હતું કે *ગુજરાત ની આ પદયાત્રા કરી થનાર મહાપંચાયતો* ઐતિહાસિક બની રહેવાની છે તમામ સરકાર માન્ય નવ સંવર્ગના હોદેદારો ગુજરાતના તમામ શિક્ષકો સહિત કર્મચારીઓ ને *પોસ્ટકાર્ડ , હેન્ડ બીલ, રુટ બનાવી શિક્ષક સંપર્ક તથા સ્ટિકરો અને ટેલિફોન અને શોશ્યલ મિડિયા નો ઉપયોગ કરી* મહાપંચાયતો માં આવવા માટે આગ્રહ કરવામાં આવશે નવ ડિસેમ્બર સુધી સતત પદાધિકારીઓ સક્રિય બની *મહાપંચાયતો ને સફળ બનાવવા જીલ્લા, તાલુકા ની ઓનલાઇન બેઠકો કરશે* ઉત્તર અને મધ્ય સંભાગ ના આયોજન મુજબ બનાસકાંઠા, પાટણ તથા મહેસાણા જિલ્લા નુ મહાપંચાયત નું સ્થાન *મહેસાણા રહેશે* તથા અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લા નું મહાપંચાયતો નું સ્થાન *હિમતનગર રહેશે* એવી રીતે મધ્ય સંભાગ ના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા તથા આણંદ જિલ્લા નું મહાપંચાયતો નું સ્થાન *ખેડા* રહેશે તથા પંચમહાલ, દાહોદ, મહિસાગર નું સ્થાન *ગોધરા* રહેશે એવી રીતે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા નું સ્થાન *વડોદરા* રહેશે આમ ઉત્તર અને મધ્ય સંભાગ માં મહેસાણા, હિમતનગર, ખેડા, ગોધરા અને વડોદરા ખાતે મહાપંચાયતો થશે
*આજે દક્ષિણ સંભાગ અને સૌરાષ્ટ્ર સંભાગ ના પદાધિકારીઓ ની ઓનલાઇન બેઠકો થશે જેમાં આ બંને સંભાગોના તમામ સંવર્ગોના હોદેદારો જોડાઈ ને પદયાત્રા અને મહાપંચાયતો નું સ્થાન નક્કી કરશે* રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
તરફથી ગુજરાતના તમામ વિભાગ ના કર્મચારી મિત્રો ના સંગઠનોના પદાધિકારીઓ ને પોતાના કર્મચારી ઓને જોડાવવા માટે અપીલ કરવામા આવી છે
ભવદીય
અખિલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
ગુજરાત