GACC RAPAR

GACC RAPAR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GACC RAPAR, Education Website, ITI CAMPUS CHITROD Road RAPAR, Rapar.

30/07/2024
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપરના NSS યુનિટનાં નેજા હેઠળ અને આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન તળે યુવાનો ...
30/07/2024

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપરના NSS યુનિટનાં નેજા હેઠળ અને આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન તળે યુવાનો પોતાની જાત સાથે સંવાદ સાધી શકે, શ્વાસ સાથે તાલ મિલાવી શકે તેના પ્રાથમિક પ્રયાસ માટે એક વિશેષ વ્યાખ્યાન યોજાઈ ગયું. જેનો વિષય હતો : 'વિદ્યાર્થીઓ અને વિપશ્યના'.

ધીમેધીમે પણ છટાથી વરસતા વરસાદી વાતાવરણમાં સૌપ્રથમ વક્તાશ્રી અને વિપશ્યનાના આચાર્ય ડૉ. દેવેન્દ્રભાઈ ગોસ્વામીનું પુસ્તક દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કિરણ ગરવાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. રમજાન હસણિયાએ વક્તાનો પરિચય આપી કાર્યક્રમની ભૂમિકા રચી આપી હતી અને ઉમેર્યું હતું કે, સાહેબ વાગડ વિસ્તારનું એક સેવાભાવી વ્યક્તિત્વ છે.

ત્યારબાદ વક્તાશ્રી અને વિપશ્યનાના આચાર્ય ડૉ. દેવેન્દ્રભાઈ ગોસ્વામીએ વિષયાનુંસંધાને મજાની, પોતાની આગવી શૈલીમાં અને વિદ્યાર્થીઓની કક્ષા મુજબ સમજૂતી આપીને વિપશ્યનાનો પ્રાથમિક પ્રયોગ કરાવી, શ્વાસની વર્તમાન આવનજાવન વિશેની અનુભૂતી ખૂબ જ ઓછાં સમયમાં કરાવી હતી.
વિપશ્યના કઈ રીત લાભકારી બની શકે એની વાત મૂકી આપી હતી. કાર્યક્રમનું સંયોજન અને આભાર ગીગાભાઈ ભમ્મરે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કૉલેજ પરિવારનો સાથી અધ્યાપકગણ હાજર રહ્યો હતો અને કાર્યક્રમનું સુસારું સંચાલન ઈતિહાસ વિષયના પ્રો. સંજયરાજ ચાવડાએ કર્યું હતું.

કાર્યક્રમ સંયોજક :

શ્રી ગીગાભાઈ ભમ્મર
શ્રી સંજયભાઈ ચાવડા

27/06/2022

WELCOME TO OUR PAGE GACC RAPAR

Address

ITI CAMPUS CHITROD Road RAPAR
Rapar
370165

Website

Alerts

Be the first to know and let us send you an email when GACC RAPAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share