17/08/2026
સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ ખોરાકથી’*ના સંદેશને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સ્થાનિક બજાર ઉપલબ્ધ કરાવી તેમની મહેનતનું યોગ્ય વળતર મળે તેમજ નાગરિકોને તાજી, ગુણવત્તાયુક્ત અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખાદ્ય પેદાશો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ સાથે જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના નૂતન વેચાણ કેન્દ્રનો નાંદોદના માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો