08/12/2023
તા.૭/૧૨/૨૦૨૩ ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨૦૨૩ અંતર્ગત ગ્રુપ ગ્રામ પંચાયત પાનતલાવડી ખાતે સંકલ્પ યાત્રા રથ પધારેલ, જે અંતર્ગત નાગરિકોને ગ્રામજનોને આરોગ્ય, પશુપાલન, ખેતી વિષય અને અન્ય સરકારી લાભોની જાણકારી આપવામાં આવી અને પ્રમાણપત્રો એનાયતની કામગીરી કરવામાં આવી, જેમાં વિવિધ લાભાર્થીઓએ લાભ લીધો અને પોતાના પ્રતિભાવો પણ જણાવ્યા. તારીખ રમવા પ્રાથમિક શાળા પાનતલાવડીની કન્યાઓએ સુંદર સ્વાગત ગીત કરી મહેમાનોનું સ્વાગત કર્યું અને પ્રાથમિક શાળા સુલતાનપુરા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર નાટક વસુદેવ કુટુંબકમ દ્વારા ખૂબ જ સારો સંદેશ આપ્યો. કાર્યક્રમનું એન્કરીંગ પ્રાથમિક શાળા પાનતલાવડીના શિક્ષકશ્રી મનનભાઈ દ્વારા કરવામાં આવ્યું, કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પ્રાથમિક શાળા પાનતલાવડીના મુખ્ય શિક્ષકશ્રી જતીનભાઈ માછી સાહેબ, મદદનીશ શિક્ષકશ્રી નિતેશભાઇ સાહેબ નિલેશભાઈ સાહેબ, પ્રાથમિક શાળા સુલતાનપુરાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઈ તડવી સાહેબ, નરેન્દ્રસિંહ તડવી સાહેબ, જયશ્રીબેન પ્રજાપતિ, સરસ્વતીબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું.