20/12/2023
છેલ્લાં ૨૫ વર્ષથી પ્રતિ વર્ષ જે, વી શેઠિયા પરિવાર, રાજકોટ તથા અશોક ગોંધિયાની સ્મૃતિમાં વાય.એમ.જી.એ. રાજકોટના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હિલ્સ, સંલગ્ન ૯૮ શાળાઓ તથા તેમાં કાર્યરત ૬૫૦ જેટલાં શિક્ષકોમાંથી ગુણવત્તાને આધારે પસંદગી પામેલ એક શાળા તથા બે શિક્ષકોને ગ્રામિણ વિસ્તારના બાળકો માટે શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉજ્જવળ સેવા આપવા બદલ પ્રોત્સાહિત કરવા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં બે શાળા અને ચાર શિક્ષકોને એવોર્ડ અપાયેલ છે.
આ એવોર્ડ પ્રદાન કાર્યક્રમ તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩ને ગુરુવારના દિવસે સવારનાં ૧૦.૦૦ વાગ્યે શ્રી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઈન્સ્ટિટયુટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન, જલારામ પ્લોટ-૨, શેરી નં.૭, રાજકોટ માં યોજવામાં આવેલ છે. સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં પધારવા શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાની આપને હાર્દિક નિમંત્રણ પાઠવે છે.