25/08/2025
શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયો અનોખો હાસ્યપ્રયોગ “એન્જોયગ્રાફી”
હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને તરુણ કાટબામણાના ધમાલ પરફોર્મન્સે પ્રેક્ષકોને હસાવીને લોટપોટ કર્યા. “વાહ વાહ”, “વન્સ મોર” અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે દર્શકોએ વરસાદી માહોલમાં ધોધમાર પ્રેમ વરસાવ્યો.
જે માત્ર કોમેડી શો નહીં, પરંતુ સ્ટ્રેસમાં જીવતા લોકોને હળવાફુલ રાખવાનો સંવેદનશીલ પ્રયોગ બન્યો તથા પરિવાર સાથે માણી શકાય એવો અનોખો અનુભવ.