16/09/2026
ભાયાવદર પો.સ્ટે.ના ભાયાવદર ટાઉન વિસ્તાર માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ રૂ.૧,૨૬,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી ભાયાવદર પોલીસ.
રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર સાહેબ નાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા ચાલી રહેલ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી ઇસમ વિરુદ્ધ" Zero Tolerance to Prohibition & Gambling ” ની નિતી મુજબ કામગીરી કરી આવી પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે I/C મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગનાઓ શ્રી વી.જે.વ્યાસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.બી.જાડેજા સાહેબ તાબાના પોલીસ કર્મચારીઓ સાથે કાર્યરત હતા તે દરમ્યાન અઝીમભાઈ સમા તથા નિલેશભાઈ ચૌહાણ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, ભાયાવદર પો.સ્ટે.ના ભાયાવદર ટાઉન વિસ્તારમા રહેતા અલ્પેશભાઇ અતુલભાઈ વેસરા રહે. ભાયાવદર ફુલવાડી શેરી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં તેઓ પોતાના આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પાલીસ નામનો જુગાર રમી રમાડી લાઈટ-પાણીની તથા જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે મળેલ હકીકત આધારે રેઇડ કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કુલ કિ.રૂ.૧,૨૬,૨૫૦/-નો મુદામાલ કબ્જે કરી કુલ ૭ આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપીઓ
(૧) અલ્પેશભાઈ અતુલભાઈ વેસરા રહે.ભાયાવદર તા.ઉપલેટા
(૨) સલીમભાઈ મુસાભાઈ ઠેબા રહે.ભાયાવદર તા.ઉપલેટા
(૩) પ્રવીણભાઈ ટપુભાઇ વેસરા રહે.ભાયાવદર તા.ઉપલેટા
(૪) વલીમામદ ઇસ્માઇલ ઠેબા રહે.ભાયાવદર તા.ઉપલેટા
(૫) રજાકભાઈ મામદભાઈ ઠેબા રહે.ભાયાવદર તા.ઉપલેટા
(૬) ફારૂકભાઈ ઈકબાલભાઈ નોતીયાર રહે.મોટી પાનેલી તા.ઉપલેટા
(૭) સરફરાઝ યુનુસભાઇ ભુવર રહે.ભાયાવદર તા.ઉપલેટા
કબ્જે કરેલ મુદામાલ –
(૧) રોકડ રકમ રૂ. ૬૩,૨૫૦/-
(૨) જુગારને લગતુ સાહીત્ય ગંજીપતાના પાના વિગેરે
(૩) મોબાઇલ ફોન- ૦૬ કિ.રૂ.૬૩,૦૦૦/-
કૂલ મુદામાલ કી રૂ.૧,૨૬,૨૫૦/-
કામગીરી કરનાર ટીમ
ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી એ.બી.જાડેજા, તથા એ.એસ.આઈ અરૂણભાઈ ખટાણા તથા રોહીતભાઈ વાઢેળ તથા પો.હેડ કોન્સ રણજીતભાઈ ડેરૈયા તથા અઝીમભાઈ નાશીરભાઈ સમા તથા ૫ોકોન્સ નિલેશભાઈ માલાભાઈ ચૌહાણ
(એ.બી.જાડેજા)
પોલીસ ઇન્સપેક્ટર ભાયાવદર પોલીસ સ્ટેશન
police rural