Rushabhanan Gurukul

Rushabhanan Gurukul Welcome to the official page of Rushabhanan Gurukul

19/04/2018
Some glimpses about gurukul...
15/04/2017

Some glimpses about gurukul...

12/03/2017

*વૈરાગ્ય વિચાર* :

મરણ તો અવશ્ય આવવાનું જ છે. કોઇ અમરપટો લખાવીને નથી આવ્યું. આયુષ્ય કેટલું બાકી છે તેની કોઇને ખબર નથી પણ આપણે બધા એમ માનીને બેઠા છીએ કે હજી ઘણા વર્ષ જીવવાનું બાકી છે. હજી થોડા વધારે પૈસા કમાઇ લઉ, સમાજ મા થોડી વધારે આબરૂ વધારી લઉ, છોકરાઓને ભણાવી, પરણાવી, ને life મા settle કરી લઉ, વિ. કામ પતાવીને પછી નિરાંતે retire થઇને ધર્મ કરીશું.

અરે તને ખબર નથી બીજી ક્ષણે શું થાવાનું છે અને તું આવા વાયદા નાંખે છે? માથે મોત ભમે છે અને તને એમ વિચાર નથી આવતો કે અતિ દુર્લભ એવો આ મનુષ્ય ભવ પતી જશે પછી હું કયા જઇશ?

સંસારમાં તો LIC policy, investment planning, retirement planning, વગેરે કરે છે. અરે એક foreign tour કરવાની હોય તો કેટલી તૈયારી કરે છે. તને એમ વિચાર નથી આવતો કે આવતા ભવમાં હું કયા જઇશ અને મારુ શું થશે?

નરક ગતીના દુખની તને કલ્પના નથી. તિર્યંચ ગતીમા પણ દુખ જ છે. પણ સ્વર્ગ મા સુખ મળશે તે પણ મીથ્યા ભ્રમણા (mirage) જ છે. જેમ બેડી લોઢાની હોય કે સુવર્ણની, તેનાથી બંધન જ થાય છે, તેમ પાપ અને પુણ્ય બન્નેમા બંધન જ છે.

આ ભવ મા બહુ પુણ્ય કરીને આવતા ભવમાં સ્વર્ગ મળે તો પણ શું? તારું અસ્તિત્વ તો શાશ્વત છે. સ્વર્ગ નું આયુષ્ય પુરુ થશે પછી ચાર ગતીના ભવ ભ્રમણ મા કયા રખડીશ તેનો વિચાર કેમ નથી આવતો?

તું અનાદિથી આવી મીથ્યા માન્યતાઓ ને લીધે પુણ્ય-પાપ ના ચક્કરમાં ફસાઈને સંસારના દુખો ભોગવી રહ્યો છે. હજી તને થાક નથી લાગતો? જરાક તો વિચાર કર. જો આ શરીર જ મારુ નથી તો આ પરિગ્રહ મારો કઇ રીતે હોય? આ અચેત પરિગ્રહ (પૈસા, મિલકત, મકાન, આબરૂ વિ.) તથા સચેત પરિગ્રહ (બૈરી, છોકરા, સગા વહાલા, મિત્રો વિ.) બધા આ શરીર ના નીમીત્તે જ છે, માટે મારા નથી જ. અરે આ પુણ્ય-પાપ રુપી રાગ-દ્વેષ પણ મારા નથી

'હું કોણ છું', 'ક્યાંથી થયો', 'શું સ્વરૂપ છે મારુ ખરું' એવો વિચાર કરતા જણાશે કે હું તો એક ત્રીકાળિ શુદ્ધ આત્મા છું. આવા અદ્ભુત નીજ આત્માનું ધ્યાન ધરીને મીથ્યાત્વ નો નાશ કરવો એજ આ મનુષ્ય જીવનની સારથકતા છે.

🙏🏻

24/02/2017

Address

Dungarguru Sasan Seva Trust , " Jai Nirmal Jain Center '' 1, Tirupati Nagar, Nirmala Convent Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Rushabhanan Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category