Fakir Jamat

Fakir Jamat

Share

This page is for the Fakir community of india. We are making platform for knowledgeable people who want to serve their community in any manner. Thank you

06/05/2026
Photos from Fakir Jamat's post 21/12/2025

વડોદરા તાલુકાના શિનોર ગામના જનાબ ઐયુબભાઈ મહદભાઈ કાજી (દિવાન)ની દિકરી ડૉ. તબસ્સુમ એ અર્થશાસ્ત્ર માં આપણી પી. ડી. એસ. સીસ્ટમ પર P. H. D. Doctorate કર્યુ છે.

દિકરી તબસ્સુમ નુ પી.ડી.એસ. પરનું પી.એચ.ડી. ગુજરાત માં પ્રથમ છે🥇🏆

વાહ ખુબ સરસ 👌🏻
We proud 💪🏻

ખુબ ખુબ અભિનંદન દિકરી ડો.તબસ્સુમ ને તથા ઐયુબભાઇ અને આપના પરીવારને 👍🏻

ખાસ કરીને આપણી સિસ્ટમ પર પીએચડી કર્યુ છે એ આપણા દિવાન /ફકીર સમાજ માટે ખુબ જ ગૌરવ ની વાત છે.

18/12/2025

રાજકોટ જિલ્લાના ધોરાજી ના રહીશ અને ફકીર સમાજના સંનિષ્ઠ અગ્રણી ફારૂકશાહ શાહમદાર ની નાની દીકરી અંજુમ શાહમદાર એ ફીઝીયોથેરાપી મા માસ્ટર ડિગ્રી મેળવી પોતાના પરિવાર અને સમગ્ર સમાજ નું નામ રોશન કર્યું છે
ડો. અંજુમ શાહમદાર ને અને સમગ્ર પરિવાર ને દિલ થી અભિનંદ સહ ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરો તેવી શુભેચ્છા.

30/08/2025

રાઇફલ્સ શૂટિંગ સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ સારું પ્રદર્શન કરવા બદલ મહેરબાન ડીજીપી સાહેબ તરફથી શ્રી મનસુરશા શાહમદાર રાજકોટ શહેર નાઓને રૂપિયા બે લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા ખૂબ ખૂબ અભિનંદન💐

06/07/2025

📢 પ્રેસ નોટ
અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ તરફથી વિશેષ આમંત્રણ

અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ ના ઉપક્રમે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણા જમાતના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર પ્રતિભાશાળી અને સફળ વ્યક્તિઓને ઓળખ આપી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, શિક્ષકો, રાજકીય નેતાઓ તથા અન્ય કોઈ પણ વ્યવસાય કે ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ફકીર જમાતના ગૌરવપાત્ર સભ્યોને અમે આમંત્રિત કરીએ છીએ કે તેઓ આગળ આવી અમારો સંપર્ક કરે.

આ સન્માન કાર્યક્રમનો હેતુ છે – આપના કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત, સફળતા અને યોગદાનને જાહેરમાં ઓળખ આપી બિરદાવવુ
અમે ગર્વ સાથે કહીએ છીએ કે આપ જેવા મહાનુભાવોએ ફકીર જમાતનું નામ ઉજળું કર્યું છે અને એ માટે અમે આપને સન્માનિત કરવા માંગીએ છીએ.

તારીખ: 27/07/2025
વાર : રવિવાર
સમય :
સ્થળ : ગુરુ નાનક, કોમ્યુનિટી સેન્ટર, જંકશન પ્લોટ, જંકશન સામે રાજકોટ.
https://maps.app.goo.gl/rrgyxDdgfY4t2SKr9

📌 સંપર્ક કરો:
📞
હારુનશા શાહમદાર
9427269239

યાસીનશા શાહમદાર
9428231572

દીલુબાપુ દિવાન
8490855507

આરીફ મદાર
9327906153

📍 અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ

આમંત્રણ દરેક ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે ખુલ્લું છે. આપ પોતે અથવા આપના વિસ્તારના કોઈપણ લાયક વ્યક્તિના નામ ઉમેરી શકો છો.

🙏 આપ સહકાર આપશો તેવી અપેક્ષા સાથે...

અખિલ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ
શિક્ષા નો સંકલ્પ
એકતા – વિકાસ – ગૌરવ

19/05/2025

અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ

ફકીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની એક પુસ્તિકા બનાવવા જઈ રહ્યા છીએ તો ફકીર સમાજના તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી કે આ નીચે બતાવેલી ગુગલ ફોર્મ ભરી આપે જેથી કરીને પોતાના સંતાનો ના નામ આ પુસ્તિકામાં સ્થાન પામે.

google ફોર્મ ભરવાની રીત
* સૌપ્રથમ આ લિંક પર ક્લિક કરશો એટલે તમારા મોબાઇલ માંથી જે બ્રાઉઝર ડિફોલ્ટ હશે તે બ્રાઉઝરમાં આ લીંક ઓપન થાશે જો ગુગલ ક્રોમમાં આ લીંક ન ખુલે તો સેટિંગ્સમાં જઈ ડિફોલ્ટ બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર સિલેક્ટ કરી પછી આ લિંક કરવી.
* સૌપ્રથમ તમારા મોબાઇલ નું ઇમેલ આઇડી તેમાં એડ કરવાનું રહેશે
* ત્યારબાદ વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું રહેશે
* વિદ્યાર્થીનો અથવા તો તેમના પિતાશ્રીનો મોબાઈલ નંબર જેમાં whatsapp ચાલુ હોય
* ત્યારબાદ કેલેન્ડર આવશે જેમાંથી તમારે તમારા સંતાનની અથવા તો જો તમને વિદ્યાર્થી પોતે હોત તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે
* વિદ્યાર્થીના વાલી અથવા તો પિતાશ્રી નો વ્યવસાય ધંધો રોજગાર નોકરી જે કરતા હોય તે લખવું
* ત્યારબાદ જિલ્લા અને તાલુકા નું એક ડ્રોપ ડાઉન લિસ્ટ આવશે જેમાંથી તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરવા.
* ત્યારબાદ તમારું સરનામું લખો
* ત્યારબાદ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે જે ઈમેજ ફોર્મેટ એટલે કે ફોટોગ્રાફ અપલોડ કરી શકાશે એક એમબી સુધીની મર્યાદાનો આનાથી મોટી ફાઇલ હશે અથવા તો અલગ ફોર્મેટની ફાઈલ હશે તો અપલોડ નહીં થાય તે વાતનું ધ્યાન રાખશો
* ત્યારબાદ ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે જેમાં પણ ઉપર મુજબની સૂચના નું પાલન કરવાનું રહેશે.
* ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા જો રેગ્યુલર બારમા ધોરણનો અભ્યાસ કર્યો હોય તો તેની માર્કશીટ અથવા તો ડિપ્લોમા કે એવો કોઈ 10 + 2 ને સમકક્ષ કોઈ કોર્સ કરેલો હોય તો તેની માર્કશીટ અપલોડ કરવી
* ત્યારબાદ વિદ્યાર્થીએ જો ગ્રેજ્યુએટ નો કોર્સ કરેલો હોય તો તે ની માર્કશીટ અપલોડ કરવી ગ્રેજ્યુએશનમાં છ સેમેસ્ટર હોય અને છ માર્કશીટ હોય પરંતુ વિદ્યાર્થીએ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જ અપલોડ કરવી જેમાં બધા સેમેસ્ટરની વિગત કમ્બાઇન આવી ગઈ હોય અથવા એન્જિનિયરિંગ નો કોર્સ કે બીજો કોઈ ડીગ્રી કોર્સ કરેલો હોય તો તેની માર્કશીટ અપલોડ કરવી
* ત્યારબાદ વિદ્યાર્થીએ જો અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોય તો તેની માર્કશીટ અપલોડ કરવી અથવા તો બીજી કોઈ સ્ટડી કરેલી હોય તો તેની માર્કશીટ અપલોડ કરવી.
* ત્યારબાદ ઘણા બધા ઓપ્શન છે જેમાં અન્ય કોઈ કોર્સ કરેલા હોય અને તેની માર્કશીટ અપલોડ કરવી હોય તો કરી શકાશે.

આ પુસ્તિકા સમાજ માટે બનાવવામાં આવેલી છે અને આમાં નામ નોંધાવવા માટે ઉંમરનો કોઈ બાધ નથી તથા પુસ્તિકામાં નામ લખાવવા માટે કોઈ ફી લેવામાં નથી આવતી ફ્રી ઓફ ચાર્જ (વિના મૂલ્યે)છે.

એડવોકેટ
*આરીફ મદાર*
રાજકોટ.
9327906153

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
નીચે આપેલું ફોર્મ google chrome એપ્લિકેશન માં ખોલવું.

https://forms.gle/L3fVqxFki9W5UehJ8

05/04/2025

જામનગર નાં રહીશ અસરફશા ની પુત્રી તસ્લીમબાનું આયુર્વેદનો અભ્યાસ પુર્ણ કરી ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરી સફળતા હાંસલ કરતા સમગ્ર પરિવાર સાથે સમાજ નું નામ રોશન કરતા ખુબ ખુબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ

Irfan Shah Suhravardi

26/03/2025

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામ નિકાવાના મુસ્લિમ સમાજ અને અને ગુજરાત ફકીર સમાજ નું ગૌરવ એવા ડો. સમીરશા ઇકબાલશા શાહમદાર MBBS ની ડીગ્રી મેળવી સમસ્ત ફકીર સમાજ નું ગૌરવ વધાર્યું છે.

ડોક્ટર સાહેબ ને ખુબ ખુબ અભિનંદન તમારા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરો તેવી અભિલાષા અને દુઆ સાથે સમગ્ર સમાજ તમારી સાથે છે.
✍️✍️✍️
Advocate Arif Madar
Rajkot.
9327906153

11/03/2025

અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ આપ સહુને જણાવતા ખુબ આનંદ થાય છે કે ધ્રાંગધ્રા મુકામે રહેતા આપણા સમાજના એક દીકરી B.Sc. વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ગોલ્ડ મેડલ સાથે ફર્સ્ટ રેન્ક સાથે પાસ આઉટ કરી સમગ્ર ફકીર સમાજનું નામ ખૂબ રોશન કરેલ છે. હજી પણ તેઓ ખૂબ આગળ વધે અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર સિદ્ધિઓના શિખરો સર કરે તેવી અલ્લાહથી દુઆ છે.

✍️✍️✍️
Advocate
Arif Madar
Rajkot.

11/11/2023

*અંગ્રેજી ભાષાનું મહત્વ*
અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુ

અત્યારના સમયમાં અંગ્રેજી ભાષા એ ખૂબ જ મહત્વની ભાષા બની ગઈ છે કારણ કે ભણતર થી લઈને મોબાઈલ કોમ્પ્યુટર અને દરેક ક્ષેત્રમાં દરેક લખાણ લગભગ અંગ્રેજી ભાષામાં જ હોય છે. આજે હું એક ખૂબ જ સરસ એપ્લિકેશન ની વાત આપની સમક્ષ લઈને આવ્યો છું. બાળકોથી લઇ અને વૃદ્ધો સુધી બધા લોકોએ પોતાના અંગ્રેજીના રીડીંગ ને એટલે કે વાંચન અને સુધારવા માટે આ એપ્લિકેશન એક વખત ટ્રાય જરૂર કરવી જોઈએ. અત્યારના સમયમાં ત્રણ વર્ષનું બાળક પણ મોબાઈલથી રમતું જોવા મળી શકે છે અને મોટેભાગે તે તેમાં રિલ્સ કે શોર્ટસ વધારે પડતું સર્ફ કરતું હોય છે. જે તેના માનસને ખૂબ જ ખરાબ અસર પાડી શકે છે. પરંતુ અત્યારના સમયમાં બાળકો પાસેથી મોબાઇલ લઈ લેવો કે તેના મોબાઈલથી દૂર રાખવો ખૂબ જ અઘરું છે. પરંતુ તે જ મોબાઈલનો એજ્યુકેશનના પરપોઝ માટે કેવી રીતે યુઝ કરી શકાય તે આપણે વિચારવું રહ્યું.

આ એપ્લિકેશન google play store ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ એપ્લિકેશનને ડેવલપ કરવાનું કામ google ની કંપનીએ કર્યું છે. આ એપ્લિકેશન ખાસ કરીને નાના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવી છે પરંતુ મોટાઓ અને વયસ્ક લોકો પણ જેમનું અંગ્રેજી કાચું છે એ પણ આ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકે છે.

આ એપ્લિકેશનનું નામ છે readalong મતલબ કે સાથે સાથે વાંચવું તેનાથી બાળકને મોબાઇલ છોડાવવાની જરૂર પણ નહીં રહે અને તેના સમયનો સદ ઉપયોગ થશે. લિંક નીચે આપેલ છે.
✍🏻✍🏻✍🏻✍🏻
*એડવોકેટ આરીફ મદાર*
રાજકોટ
9327906153

https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Rajkot