teacher. rajkot dist.panchayat

teacher.   rajkot dist.panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from teacher. rajkot dist.panchayat, Rajkot.

22/08/2019

શિક્ષણ પધ્ધતિ બદલો
બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે

* NCC તાલીમ ફરજિયાત કરો*
* રોજ એક પિરિયડ ફીટનેસ*
* એક પિરિયડ નર્સિંગ તાલીમ*
* એક પિરિયડ રસોઈ તાલીમ*
*એક વિષય ટેકનીકલ તાલીમ નો*
*જેમ કે*
સુથારીકામ
માટીકામ
પ્લમ્બીંગ
ઈલેકટ્રીશીયન
ખેતી/ કીચન ફાર્મીંગ
ઘરકામ

બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ?

લાંબા વાળવાળા માયકાંગલા છોકરાઓ
ને ટૂંકાવાળ વાળી અદોદળી છોકરીઓ

જે પોતાને સંભાળી ન શકે એ પોતાના મા બાપને કેમ સંભાળશે ?

શિક્ષા જ એવી આપો કે

બધા રાંધતા શીખે
બધા સફાઈ શીખે
બધા નૃત્ય શીખે
બધા ગાતા શીખે
બધા ખેતી શીખે
બધા ખડતલ પણ હોય
બધાને કારીગરી પણ આવડે
જરુર પડે હાથપગ તોડી પણ શકે અને પાટાપીંડી ય કરી શકે

જો આમ કરીશું તો
-પોતાનું કામ જાતે કરવાનું શીખી લેશે
-અન્ન અને પાણીનો બગાડ નહી કરવાનું જાતે શીખી લેશે
-આપ કમાઈથી જીવવાનું જાતે શીખી લેશે

આવડતનો આત્મવિશ્વાસ અને અનુભવનું શાણપણ ધરાવનાર બાળક કદી નિરાશ અને હતાશ નહી થાય.

અંગ્રેજો ને કાઢ્યા હવે ગુલામોનું ઉત્પાદન કરનારા કારખાના ય કાઢો.

તાલીમ બદલો દુનિયા બદલો.

*સાચું લાગે તો સાથ આપજો*
🙏 🙏💐💐🙏

" ડો. નલિન પંડિત , માન.નિયામક (શિક્ષણ)"નિવૃત્ત
ના વૈચારિક સૌજન્ય માંથી‌ સાદર

31/07/2019

*Time કાઢીને 2 min. વાંચો*
🙏🏼
✍🏻. *જિંદગી & હકીકત.*

*એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.*🐭🐭🐭

*ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી *અખરોટ* આપવા નો વાયદો કરી રાખ્યો હતો*.🦁🦁🦁🦁

*ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર.*....!🐿🐿🐿🐿

*એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.*👍🏽👍🏽👍🏽

*આમ જ સમય વિતતો રહ્યો.*....

*એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.*👌🏽👌🏽👌🏽

*પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના* ?😇😇😇😇

*આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે*! ! !🍎🍎🍎🍎🍎

*આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.* 👴🏻👴🏻👴🏻👴🏻👴🏻👴🏻

*ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.*👩🏻👦🏻👩🏻👦🏻

*શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?*😍😍😘😍😘

*શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !*😒😒😒😒

*આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે* !🥇🥈🥇

*એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો*....🦋☘

*ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો*..👩🏻‍🏫👩🏻‍🏫👩🏻‍🏫👨🏻‍🏫👨🏼‍🌾

*દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો* ... 🏕🏕🏕🏕🏕

*દરેક સબંધ ને ઉજવી લો*....⛱⛱⛱

*તમારા હોવા ને ઉત્સવ બનાવી લો* .🎇🎇🎇🎇..

*BUSY* પણ અને *BE-EASY* પણ રહો
🌹🙏🏻🌹

22/06/2019

કર ભલા હોગા ભલા

સોશિયલ મીડિયા ફંફોળતાં એક કિસ્સો ચીનના પ્રેસિડેન્ટ ઝી (લી) જિનપિંગના નામે વાંચવામાં આવ્યો. મૂળભૂત રીતે આ વાત અંગ્રેજીમાં કહેવાઈ છે અને પ્રેસિડેન્ટ જિનપિંગના શબ્દોમાં વર્ણવાઇ છે. તેમના પોતાના જ કથન મુજબ –

હું જ્યારે નાનું બાળક હતો, સ્વભાવગત રીતે ઘણો સ્વાર્થી હતો અને હમ્મેશાં મારી નજર સારામાં સારું આંચકી લેવા પર રહેતી.

મારા આ સ્વભાવને કારણે ધીરે ધીરે બધા મારાથી દૂર થતા ગયા. મારે કોઈ મિત્રો નહોતા. આમ છતાંય મને લાગતું કે મારો તો કોઈ વાંક જ નથી અને હું હમ્મેશાં બીજાની ટીકા કરતો રહેતો.

મારા પિતાશ્રીએ ત્રણ વાક્યોમાં અનુકૂળ દાખલાઓ સાથે આ પરિસ્થિતીમાંથી મને બહાર કાઢ્યો.

એક દિવસે મારા બાપાએ બે બાઉલ્સ (વાડકા) નૂડલ્સ રાંધ્યા અને તેમણે જુદા જુદા વાડકામાં ભરીને ટેબલ પર મૂક્યા. એક વાડકામાં નૂડલ્સની ઉપર ઈંડું પણ હતું જ્યારે બીજામાં કંઇ જ નહોતું.

તેમણે મને આ બેમાંથી એક વાડકો પસંદ કરવા કહ્યું.

એ કાળખંડમાં ઈંડાં બહુ સરળતાથી મળતાં નહોતાં અને એટલે મેં જેમાં નૂડલ્સની ઉપર ઈંડું મૂકવામાં આવ્યું હતું એ વાડકો પસંદ કર્યો.

મારી પસંદગી માટે હું મારી જાતની પીઠ થાબડતો હતો કે મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું. અને એ સાથે જ સૌથી પહેલાં ઈંડું ઝાપટી ગયો.

મારા આશ્ચર્ય વચ્ચે મારા બાપાએ લીધેલ વાડકો જેમાં નૂડલ્સની ઉપર ઈંડું નહોતું તેમાં તળિયેથી બે ઈંડાં નીકળ્યા જે નીચે ઢંકાયેલાં હતાં.

આ જોઈને મેં મારી જાતને કામ વગરની ઉતાવળ કરવા માટે ઠપકો આપ્યો.

મારા પિતાજી મારા મનોભાવ કળી ગયા અને એક સ્મિત કરતાં કહ્યું, “જે તારી આંખ જુએ છે તે સાચું જ હોય તે જરૂરી નથી.”

બીજા દિવસે ફરી એકવાર એમણે બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. આ બંને વાડકામાં નૂડલ્સ ભરીને જ્યારે ટેબલ પર મૂક્યા ત્યારે ફરી એકવાર એક વાડકામાં નૂડલ્સ ઉપર ઈંડું હતું જ્યારે બીજામાં નહોતું. અગાઉના અનુભવને આધારે મેં આ વખતે ઈંડા વગરનો વાડકો પસંદ કર્યો.

પણ...

મારા આશ્ચર્ય વચ્ચે જોયું તો આ વખતે વાડકામાં તળિયે એક પણ ઈંડું નહોતું.

પિતાજીએ ફરી સ્મિત કર્યું અને મને કહ્યું, “અરે બેટા ! માણસે હમ્મેશાં ભૂતકાળના અનુભવ ઉપર આધાર રાખીને જ નહીં ચાલવું જોઈએ. કારણ કે ક્યારેક આવું કરવા જતાં જિંદગી તમને છેતરી જાય છે અથવા તમારી સાથે કોઈક રમત રમાઈ જાય છે !

કોઈ પણ પ્રકારની પરિસ્થિતીમાં નારાજ અથવા નિરાશ નહીં થવું, જે અનુભવ મળે તે ગાંઠે બાંધવો કારણ કે આ પ્રકારનું જ્ઞાન પુસ્તકોમાંથી મળતું નથી.”

ત્રીજા દિવસે મારા બાપાએ ફરી એકવાર બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. ફરી એ ટેબલ પર મુકાયું ત્યારે એકના મથાળે ઈંડું હતું જ્યારે બીજાના મથાળે ઈંડું નહોતું.

એમણે મને જે જોઈએ તે વાડકો પસંદ કરવા કહ્યું.

પણ આ વખતે મેં શાણપણ દાખવ્યું અને મારા બાપને કહ્યું, “તમે પહેલાં પસંદ કરી લો. કારણ કે તમે કુટુંબના વડા છો અને કુટુંબ માટે ઘણું બધું વેઠો છો.”

મારા બાપાને આ સાંભળી આનંદ થયો અને એમણે મારા માટે એક વાડકો પસંદ કર્યો.

એમણે મથાળે ઈંડું હતું એ વાડકો પસંદ કર્યો પણ જેવુ મેં મારા ભાગમાં આવેલ વાડકામાંથી નૂડલ્સ ખાવાનું પૂરું કર્યું તેઓ મારા અત્યંત આશ્ચર્ય વચ્ચે એ વાડકાના તળિયે બે ઈંડાં હતાં !

મારા બાપાએ મારા સામે સ્મિત કર્યું અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું, “દીકરા ! જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી સાથે પણ પણ સારી ઘટનાઓ બને છે.”

અંતમાં લી જિનપિંગ લખે છે, મેં હમ્મેશાં આ ત્રણ વાક્યો –

એક – જે તમારી આંખ જુએ છે તે સાચું હોય જ એ જરૂરી નથી, જો તમે લોકોનો લાભ ઉઠાવવા જશો તો છેવટે તમે પણ ગુમાવશો.

બીજું – હમ્મેશાં માત્ર અનુભવ પર જ આધાર રાખવાનું ન રાખો. અનુભવને શીખવા માટેના દિશાસૂચક તરીકે રાખો કારણ કે આવું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહીં મળે.

અને છેલ્લે તમે જ્યારે બીજાનું ભલું ચાહો છો ત્યારે તમારું પણ ભલું થાય છે એટલે કે કર ભલા હોગા ભલા !!

20/06/2019
28/08/2018

હમેશા શ્રેષ્ઠ કરતા રહેવાની પ્રેરણાદાયી વાર્તા...
એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.
પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ ચાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મક્કમ હતો. નાછુટકે માલિકે એને કામ છોડવાની મંજુરી આપી પણ એક શરત મુકી કે તારે જતા પહેલા એક છેલ્લુ કામ કરવાનું એ કામ પુરુ થયા બાદ તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે. કારીગરે માલિકની વાત માન્ય રાખી.
માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોંપવામાં આવ્યું. આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમાં એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.
પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરુ કામ બીજા પર જ છોડી દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યુ અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનની ચાવી એણે માલિકના હાથમાં મુકી અને હવે કામમાંથી નિવૃત કરવા માટે વિનંતી કરી.
માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ , “ ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃતિ વખતે મારે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનની આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણ કે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમાં આપુ છું.”
કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો. એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારુ જ ઘર સારુ ન બનાવી શક્યો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમાં મળવાનું છે.
♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣
શીખ :
===
બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે..

Address

Rajkot

Telephone

9909401339

Website

Alerts

Be the first to know and let us send you an email when teacher. rajkot dist.panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share